→ તેમણે પ્રારંભિક શિક્ષણ હોસૂરમાં અને કૉલેજશિક્ષણ બૅંગાલુરુની સેન્ટ્રલ હિંદુ કૉલેજમાં તથા ચેન્નઈની પ્રેસિડન્સી અને લૉ કૉલેજમાં મેળવ્યું.
→ 1900માં તેમણે વકીલાતનો આરંભ કર્યો અને તે જ વર્ષે આલામેલુ મંગમ્મલ સાથે લગ્નગ્રંથિથી જોડાયા.
→ સ્વતંત્ર ભારતના છેલ્લા અને પ્રથમ ભારતીય ગવર્નર જનરલ ચક્રવર્તી રાજગોપાલાયારીનો જન્મ મદ્રાસ નજીક થોરાપલ્લી ગામે થયો હતો.
→ તેઓ ભારતના સ્વતંત્રતા સેનાની, રાજપુરૂષ, લેખક અને વકીલ હતા.
→ તેઓ ‘રાજાજી' નામથી પણ જાણીતા હતા.
→ તેઓ લોકમાન્ય તિલક, એની બેસન્ટ અને ગાંધીજીથી પ્રેરાઈને રાજનીતિમાં સક્રિય થયા હતા. ગાધીજીએ તેમને 'મેરી અંતરાત્મા કા પહરી' કહીને સંબોધ્યા હતા.
→ સવિનય કાનૂનભંગ ચળવળને દક્ષિણ ભારતમાં ફેલાવવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો.
→ તેમણે વર્ષ 1930માં દાંડીકુય દરમિયાન નાગપટ્ટનમના વેદરનયમ ખાતે મીઠાના કાયદાનો વિરોધ કર્યો હતો.
→ તેમણે વર્ષ 1959માં સ્વતંત્ર પાર્ટીની સ્થાપના કરી હતી તથા વર્ષ 1962, 1967 અને 1972માં કોંગ્રેસ સામે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું.
→ તેમણે ભારતના ગૃહમંત્રી, મદ્રાસના મુખ્યત્રી અને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે સેવાઓ આપી હતી.
→ તેમણે 21 જૂન 1948 થી 26 જાન્યુઆરી 1950 સુધી ભારતનાં ગવર્નર જનરલ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.
→ તેમણે વર્ષ 1954માં ભારત સરકાર દ્વારા ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
→ ‘હિન્દુઇઝમ’, ‘કંબ રામાયણ’, ‘અયોધ્યાકાંડમ્’ એ ગ્રંથો તેમણે આપ્યા છે. તમિળ ભાષામાં તેમણે રચેલા ‘મહાભારત’ને સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ પ્રદાન થયેલો. તેમના ‘રામકૃષ્ણ ઉપનિષદ’ને મદ્રાસ સરકારનો ઍવૉર્ડ એનાયત થયો હતો. તેમના ‘ડૉક્ટ્રિન ઍન્ડ વે ઑવ્ લાઇફ’, ‘વૉઇસ અનઇન્વૉલ્વ્ડ’ ગ્રંથો પણ નોંધપાત્ર હતા.
0 Comments