→ ભારતના પ્રથમ મહિલા ફોટો પત્રકાર હોમાય વ્યારાવાલાનો જન્મ નવસારીમાં પારસી પરિવારમાં થયો હતો.
→ તેમણે મુંબઇની જે.જે સ્કુલ ઓફ આર્ટમાં ડિપ્લોમાં સુધીનો અભ્યાસ કર્યો હતો.
→ તેમણે વર્ષ 1938માં ફોટોગ્રાફી ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. તે સમયમાં કેમેરા જેવા ઉપકરણને એક આશ્ચર્ય તરીકે માનવામાં આવતું હતું.
→ તેમણે પતિ અને મિત્રો પાસેથી હોંશભેર તસવીરકળા શીખ્યા અને વર્ષ 1938થી સામાયિકમાં તસવીરકાર તરીકે કારકિર્દી શરૂ કરી હતી.
→ તેઓ ભારતના કેમેરાનાં કસબી અને મહિલા ફોટો જર્નાલિસ્ટ તરીકે જાણીતા છે.
→ તેઓ વર્ષ 1942માં બ્રિટિશ માહિતી ખાતામાં જોડાયા તે પછી તેમની કળાની કદર રાષ્ટ્રીય કક્ષાએ થવા માંડી હતી.
→ સ્વતંત્રતા બાદ ભારતનું પ્રથમ ધ્વજવંદન, લોર્ડ માઉન્ટ બેટનની ભારત માંથી વિદાય, હિન્દ છોડો આંદોલન વખતે મહાત્મા ગાંધીનું ચિત્ર વગેરે તેમણે પ્રસિદ્ધ ફોટોગ્રાફ્સ પાડયા હતા.
→ તેમને વર્ષ 1998માં ઉત્કૃષ્ટ મહિલા મીડિયા પર્સન તરીકે ચમેલી દેવી જૈન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
→ તેમની 104મી વર્ષગાંઠ પર ગૂગલે ડૂડલથી ફર્સ્ટ લેડી ઓફ ધ લેન્સથી સન્માનિત કર્યા હતા.
→ તેમને વર્ષ 2011માં ભારત સરકારના પદ્મવિભૂષણ પુરસ્કારથી થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
0 Comments