→ ગુરુ : મહાત્મા જયોતીબા ફુલે, સંત કબીર, ભગવાન બુદ્ધ
→ આધુનિક યુગના મનુ અને ભારતીય બંધારણના પિતા ડો. બાબાસાહેબ આંબેડકર
→ ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી 14 એપ્રિલને 'સમરસતા દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.
→ તેઓ મરાઠી, ગુજરાતી, સંસ્કૃત, અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન અને પર્શિયન જેવી ભાષાઓનું જ્ઞાન ધરાવતા હતા.
→ તેમણે હાઈસ્કુલનું શિક્ષણ મુંબઈની એલ્ફિન્સ્ટન સ્કુલમાં લીધું હતું.
→ ડિસેમ્બર, 1907માં તેમણે મેટ્રીકની પરીક્ષા પાસ કરી ત્યારે કૃષ્ણજ કેળુસર તરફથી ભગવાન બુદ્ધના જીવનચરિત્ર આધારિત પુસ્તક ભેટમાં આપવામાં આવ્યું હતું.
→ તેમણે લેખનકાર્યની શરૂઆત માર્ચ, 1916માં બોમ્બે ક્રોનીકલ દૈનિકમાં ફિરોજશાહ મહેતાના સ્મારક અંગે ચર્ચા પત્ર લખી કરી હતી.
→ જાન્યુઆરી, 1919માં સમાજ સુધારક કોલ્હાપુરના શાહુ મહારાજ સાથે તેમની મુલાકાત થઇ હતી.
→ વર્ષ 1920માં તેમણે શાહુ મહારાજની અધ્યક્ષતામાં નાગપુર ખાતે અસ્પૃશ્યોના અધિવેશનમાં હાજરી આપી હતી.
→ તેમણે મુંબઇ લો કોલેજમાં પ્રાધ્યાપક તરીકે કાર્ય કયું હતુ.
→ ડૉ. બાબાસાહેબ આંબેડકરને વડોદરાના મહારાજ સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા વિદેશ ભણવા માટે શિષ્યવૃત્તિ આપવામાં આવી હતી.
→ તેમણે વડોદરા રાજયના નાણાં સચિવ તરીકે નોકરી કરી હતી.
→ તેમણે અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાંથી 'પ્રાચીન ભારતીય વ્યાપાર' વિષય ઉપર મહાનિબંધ લખી એમ.એ. અને ત્યારબાદ Ph.D ની ડિગ્રી મેળવી હતી. આ ઉપરાંત તેમણે ઇંગ્લેન્ડમાંથી બેરિસ્ટરની ડિગ્રી મેળવી હતી.
→ કોલંબિયા યુનિવર્સિટી દ્વારા વર્ષ 2015માં 'સ્કોલર ઓફ ધી વર્લ્ડ' સમ્માન આપી યુનિવર્સિટીના પરિસરમાં તેમનું પૂતળું મૂક્યું હતું.
→ કોલંબિયા યુનિવર્સિટીએ તેઓને 'આધુનિક ભારતના સ્થાપક પિતા' ગણાવ્યા છે.
→ અર્થશાસ્ત્રમાં Ph.D મેળવનાર પ્રથમ ભારતીય અને ડબલ ડોક્ટરેટર પદવી મેળવનાર દક્ષિણ એશિયાના પ્રથમ વ્યક્તિ હતા.
મહાડ સત્યાગ્રહ
→ તેમણે વર્ષ 1924માં પોતાની પ્રથમ સામાજિક સંસ્થા 'બહિષ્કૃત હિતકારિણી સભા'ની સ્થાપના કરી હતી.
→ તેમણે વર્ષ 1927માં દલિતોના ઉદ્ધાર માટે 'મહાડ સત્યાગ્રહ' શરૂ કર્યો હતો.
→ તેમણે ઓક્ટોબર, 1928માં પુનામાં સાયમન કમિશન સમક્ષ વસતીના ધોરણે દલીતોને વિધાનસભામાં પ્રતિનિધિત્વ સંદર્ભમાં બેઠકોને 2 બદલે 22 બેઠકો આપવાની રજૂઆત કરી હતી.
પત્રિકાઓ અને પુસ્તકો
→ તેમણે શુદ્રો કોણ હતા, જાતિ વિચ્છેદ અને થોટ્સ ઓન પાકિસ્તાન તથા બુદ્ધ અને તેમનો ધમ્મ (મૃત્યુના ત્રણ દિવસ પહેલા પૂર્ણ કરી), કોર્ટ ઇન્ડિયા, થોટ્સ ઓફ લિંગિવસ્ટિક જેવા પુસ્તકો લખ્યા હતા.
→ ડો. બાબાસાહેબ આંબેડકરના પુસ્તક 'ધ પ્રોબ્લેમ ઓફ ધ રૂપી-ઇટ્સ ઓરિજિન એન્ડ ઇટ્સ સોલ્યુશન'માં રજૂ કરેલા વિચારોમાંથી જ 'હિલ્ટન યંગ' કમિશને ભારતીય રિઝર્વ બેંક(RBI)ની સ્થાપનાનો પાયો નાખ્યો હતો.
→ તેમણે દલિતો પર થઇ રહેલા અત્યાચારના વિરુદ્ધમાં અવાજ ઉઠાવવા માટે બહિષ્કૃત ભારત (મરાઠી પાક્ષિક), જનતા સાપ્તાહિક, આગળ જતા તે પ્રબુદ્ધ ભારત તરીકે ઓળખાયું અને મૂકનાયક (કોલ્હાપુર-પાંચમા શાહુની મદદથી) જેવા પત્ર શરૂ કર્યા હતાં.
0 Comments