→ વારસદાર તરીકે વહીવટ : ઈ.સ. 1497 થી 1518 સુધી નિરંતર 21 વર્ષ સુધી ફરીદે પોતાના પિતાની જાગીરની સારસંભાળ રાખી હતી. પરંતુ આગળ જતાં પોતાની જાગીરનો ત્યાગ કરી બિહારખાં લોહાનીની સેવામાં રહ્યો.
શેરશાહ સુરીના યુદ્ધો
: ચૌસાનું યુદ્ધ
→ ઈ.સ. 1539માં ચૌસાના યુદ્ધમાં હુમાયુને પરાજિત કરીને શેરખાંએ શેરશાહ સુલતાન-એ-આદિલની ઉપાધિ ધારણ કરી હતી અને સુલતાન બન્યો હતો.
→ શેરશાહ અલાઉદ્દીન ખલજીની ઘોડાઓને ડામ આપવાની પ્રથા દાગ-બોર-હુલિયાની પુન: શરૂઆત કરી હતી.
→ સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર સૈન્ય છાવણીની સ્થાપના.
ડાઘ અને હુલિયા પ્રથા
→ શેરશાહે ઘોડાઓ પર શાહી છાપ મારવાની "ડાઘ પ્રથા" દાખલ કરી તેમજ દરેક સૈનિક અને ઘોડા અંગેની અંગત નોંધ રાખવાની હુલિયા (ચહેરા) પ્રથા શરૂ કરી.
→ આ પ્રથાઓનું ચુસ્તપણે પાલન થાય તે માટે શેરશાહે 'મુસ્તિફો' નિયુક્ત કર્યા હતા.
કૃષિક્ષેત્રે સુધારા
→ ખેડૂતોને તેમની જમીનના માલિકો હક માટે એક પટો આપાતો હતો. જેને ઇકરારનામા કે કબૂલિયત્ત કહેવાતો હતો.
→ શેરશાહે હિન્દુઓ પાસેથી જજિયા વેરો વસૂલ્યો હતો.
→ શેરશાહની જમીન મહેસૂલ કરની આકારણી કરવાની પદ્ધતિઓ
→ શેરશાહે રાજપૂતાના, માળવા અને પંજાબ જેવા પર્વતીય ઉજ્જડ પ્રદેશ જે "મીમયાત" કહેવાતા.
→ જમીનની માપણી શક્ય નહિ તેવા મદેશોમાં પૂર્વવત્ વાસ્તવિક ઉપજના આધારે મહેસૂલ કર નક્કી કરવા માટે ત્રણ પદ્ધતિઓ અપનાવી હતી.
: બટાઈ પદ્ધતિ (ગલ્લાબક્ષી)
→ આ પ્રકૃતિને "ગલ્લાબક્ષી" - પ્રકૃતિ પણ કહેવામાં આવે છે.
→ બટાઈ પ્રકૃત્તિ એટલે ખેડૂતની ઊપજમાંથી રાજ્યનો હિસ્સો લેવો.
→ બટાઈ ત્રણ પ્રકારની હતી.
લંગ - બટાઈ
→ લંગ બટાઈ પદ્ધતિ મુજબ તૈયાર ફસલને ખળામાં લાવ્યા પછી અનાજ અને ઘાસને છૂટું પાડ્યા વિના જ ખેડૂત અને મહેસૂલી અધિકારીઓની હાજરીમાં સરકાર સામે ખેડૂત વચ્ચે યોગ્ય ભાગમાં પહેચવામાં આવતી હતી
ખેત - બટાઈ
→ ખેત બટાઈ અંતર્ગત ખેતરમાં ઊભા પાક પરથી રાજ્યનનો હિસ્સો (ત્રીજો ભાગ) નક્કી કરવામાં આવતો હતો.
રસ્સી બટાઈ
→ આ પદ્ધતિ મુજબ તૈયાર થયેલ ફસલને ખળા લાવ્યા પછી ઘાસ અને અનાજને છૂટું પાડયા બાદ જ ખેડૂતને ગામના ચૌધરી અને અન્ય મહેસૂલ કર્મચારીઓની હાજરીમાં ત્રણ સરખા ભાગ પાડવામાં આવતા હતા અને તેમાંથી એક ભાગ (હિસ્સો) સરકારને અને બાકીના બે ભાગ ખેડૂતોને ફાળે જતા.
→ આ પદ્ધતિ સૌથી વધારે જૂની પદ્ધતિ હતી.
: કાનકૂત પદ્ધતિ
→ કાનકૂત પદ્ધતિનો અર્થ જમીનની ઊપજનો અંદાજ કાઢવો
→ કાન: અનાજ, કૂત: મૂલ્યાંકન
→ અન્ય નામ : નશ્ક, મુક્તાઈ
→ આ પદ્ધતિ મુજબ ખેડૂત અને સરકારના મહેસૂલી કર્મચારીઓ (મુકાદમ, પટવારી, તહસીલદાર વગેરે) ખેતરની ફસલ કાપતાં પહેલાં, દરેક ખેતરનું માપ કાઢીને ઊભી ફસલ (પાક)ના ઉત્પાદનની અંદાજ કાઢતા હતા.
: જબ્તી પદ્ધતિ
→ અન્ય નામ : નકદી પદ્ધતિ
→ આ પદ્ધતિ મુજબ સરકાર અથવા જમીનદાર અને વ્યક્તિગત ખેડૂત વચ્ચેનો એક પ્રકારનો કરાર છે.
→ જે મુજબ ખેડૂતે પ્રતિ વર્ષ એક વીઘા જમીન ઉપર આપવાનો રોકડ મહેસૂલ કર ત્રણ વર્ષ માટે નક્કી કરવામાં આવતો હતો.
ભવન અને ઈમારતો
→ શેરશાહે રોહતાસગઢ કિલ્લો, દિલ્હીનો જૂનો કિલ્લો (દીનપનાહને તોડાવીને) અને તેની અંદર કિલા-એ-કુહના, સાસારામ (બિહાર)માં પોતાનો મકબરો બંધાવ્યો હતો.
→ કન્નોજ નગરને બરબાદ કરીને શેરસૂર નગર વસાવ્યું હતું અને પાટલીપુત્રને પટણા નામે ફરી વાર સ્થાપિત કર્યું હતું.
હું મુઠ્ઠીભર બાજરા માટે લગભગ હિંદુસ્તાન ખોઈ બેસત - શેરશાહ (રાયસીનના રાજા પુરણમલને હરાવ્યો ત્યારે)
અન્ય રાજા
ઇસ્લામશાહ
→ ઈ.સ.1545માં શેરશાહના નિધન બાદ ઇસ્લામશાહ શાસક બન્યો હતા તેને સલીમશાહ નામે પણ ઓળખવામાં આવે છે.
મુહમ્મદ આદિલશાહ
→ 30 ઓક્ટબર, 1553ના રોજ ઇસ્લામશાહનું નિધન થઈ ગયું હતું.
→ ત્યાર બાદ તેની 12 વર્ષની વયની સગીર પુત્ર ફિરોજશાહ શાસક બન્યો હતો.
→ મુબારિજખાંએ મુહમ્મદ આદિલશાહની પદવી ધારણ કરી હતી.
→ તેના પછી હુમાયુએ સૂર વંશ પાસેથી ફરી વાર સત્તા પોતાના હાથમાં મેળવવામાં સફળતા મેળવી હતી અને ફરી વાર મુઘલ સામ્રાજયની સ્થાપના કરી હતી.
0 Comments