→ 13મી સદી પાંડય શાસકોનો સુવર્ણકાળ ગણાય છે. આ સમયગાળામાં પાંડય વંશના સાત મહાન રાજાઓ થઈ ગયા, જેમાં (ઈલારકુ નયનાર-Lord of All Pandyan) પાંડયોની રાજકુમારીઓએ પણ શાસન કર્યું.
→
પરાક્રમ પાંડય ॥ ( પોલોન્નરુવાના રાજા)
મારવર્મન સુંદર પાંડય
સુંદરવર્મા કુલશેખર ॥
મારવર્મન સુંદર પાંડય ॥
જતવર્મન સુંદર પાંડય
મારવર્મન કુલશેખર પાંડય ।
સુંદર પાંડય IV
વીર પાંડય IV
પાંડય રાજ્યનો અંત
→ મારવર્મન કુલશેખરના અવસાન બાદ બીજા જ વર્ષે દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખીલજીના સેનાપતિ મલેકકાકુરે પાંડયોના પાટનગર મદુરા ઉપર આક્રમણ કરીને તેને જીતી લેતાં પાંડયસત્તાનો અંત આવ્યો.
સ્થાપત્ય
→ શરૂઆતી પાંડય સ્થાપત્ય શૈલીના મહત્ત્વનાં લક્ષણો પૈકીના વિમાન અને મંડપ છે.
→ તામિલનાડુના તિરુચિરાપલ્લીમાં નાનાં મંદિરોના સમૂહ જોવા મળે છે.
→ પાંડય શાસનમાં સારી રીતે શિલ્પ કોતરણી વાળી મૂર્તિઓ, ગોપુરમ્ અને વિમાનોનો વિકાસ થયો છે.
→ ગોપુરમ્ એટલે મંદિર કે સ્થાપત્યનું રેક્ટેગ્યુલર પ્રવેશદ્વાર.
→ પાંડયોના શાસન દરમિયાન જ મીનાક્ષી અમ્મા મંદિર મદુરાઈ અને નેલ્લાઈપ્પર મંદિર (તિરુનેલવેલી) સ્થપાયા હતા.
સિક્કાઓ
→ તમિલકમના શરૂઆતના સિક્કાઓ પર ત્રણ મુગટધારી રાજા, વાઘ, માછલીનાં ચિહ્નો જોવા મળે છે, જે ચેર, ચૌલ અને પાંડયોની નિશાની છે.
→ પાંડયોના સિક્કા પર અલગ અલગ સમયના સિક્કા પર અલગ અલગ રાજાઓની છાપ જોવા મળે છે.
→ પાંડયોએ ચાંદીની છાપવાળા તાંબાના સિક્કા પણ પહેલાં ચલણમાં મૂક્યા હતા. આ સમયના થોડા સોનાના સિક્કા પણ મળી આવ્યા છે, જેના પર માછલીની છાપ જોવા મળે છે, જે તેમનું નિશાન હતું.
→ માછલીની છાપ ધરાવતા પાંડય સિક્કા 'કોડન્દ્રમન' કે 'કાંચી,' 'વલંગમ પેરુમલ' તરીકે ઓળખાતા. તે સિવાય 'ઇલામથલૈયાનમ્' પણ સિક્કા પર જોવા મળે છે. જેમાં એકબાજુ ઊભેલા રાજા અને બીજી બાજુ માછલીની છાપ છે.
વિદેશ યાત્રી
→ મારવર્મન કુલશેખર પાંડયના સમયમાં વેનિસનો પ્રખ્યાત મુસાફર માર્કોપોલો દક્ષિણ ભારતમાં આવ્યો. તેણે પાંડય રાજાના રાજ્ય- વહીવટ અને અઢળક સમૃદ્ધિનાં ભરપેટ વખાણ કર્યાં છે.
0 Comments