→ તેમણે બાળપણમાં ઘોડેસવારી અને તલવારબાજીની તાલીમ લીધી હતી.
→ તેમના ત્રણ ઘોડાના નામ સારંગી, પાવન અને બાદલ હતા.
→ તેમના લગ્ન ઝાંસીના રાજા ગંગાધરરાવ નેવાલકર સાથે થયા હતાં.
→ લગ્ન બાદ તેમનું નામ રાણી લક્ષ્મીબાઇ થયું.
1857 સ્વાતંત્ર્યસંગ્રામમાં ભૂમિકા
→ રાણી લક્ષ્મીબાઇ અને પતિ ગંગાધરરાવે તેમના પુત્ર આનંદરાવનું નિધન થતા દામોદર રાવને દત્તક લીધા હતો.
→ વર્ષ 1853માં ગંગાધરરાવનું નિધન થતા લોર્ડ ડેલહાઉસીની અધ્યક્ષતા હેઠળ બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ દામોદરરાવને બાળક ગણી ખાલસા નીતિના સિદ્ધાંત (Doctrine of Lapse) અંતર્ગત તેને ઉત્તરાધિકારી માનવાની ના પાડી, આ કારણસર રાણી લક્ષ્મીબાઇએ અંગ્રેજો વિરુદ્ધ સંઘર્ષ શરૂ કર્યો.
→ જેની પ્રતિક્રિયારૂપે અંગ્રેજોએ 7 માર્ચ, 1854ના રોજ ઝાંસી રાજ્ય કબજે કરી બ્રિટિશ શાસનમાં ભેળવી દીધું અને કડક નિયંત્રણો લાગુ કર્યા.
→ અંગ્રેજો સામે લડ્યા માટે તેમણે મહિલાઓના મોરચા સમેત શક્તિશાળી સેના તૈયાર કરી જેમાં તેમના હમશકલ જલકારીબાઇ મુખ્ય હતા. 'મૈં આપની ઝાંસી નહીં દૂંગી'ના નારા સાથે કાલ્પી વગેરે જેવા અનેક સ્થળોએ અંગ્રેજો સાથે યુદ્ધો કર્યા હતા.
→ 10 મે, 1857ના રોજ 7મી લશ્કરી પલ્ટને મેરઠથી 1857ના સંગ્રામની શરૂઆત કરી હતી તેમજ મેરઠના સિપાહીઓએ દિલ્હીના બહાદુરશાહ ઝફરને સમજાવી હિંદના સમ્રાટ જાહેર કરી દિલ્હીનું નેતૃત્વ સોંપ્યું હતું.
→ આ સંગ્રામમાં ઝાંસી મુખ્ય કેન્દ્ર બન્યું હતું. જેની આગેવાની રાણી લક્ષ્મીબાઈએ લીધી હતી.
→ 1857ના સંગ્રામ વખતે રાણીને નાનાસાહેબ પેશ્વા અને તાત્યા ટોપેનો સાથ મળ્યો હતો.
→ તાત્યા ટોપે અને ઝાંસીની રાણીની સંયુક્ત સેના દ્વારા ગ્વાલિયરના કિલ્લા પર કબજો કરવામાં આવ્યો હતો.
→ સુભદ્રા કુમારી ચૌહાણે રાણી લક્ષ્મીબાઇની વીરતાથી પ્રભાવિત થઇને તેમનું ગુણગાન કરતાં કવિતાની રચના કરી હતી. જે 'બુંદેલો હરબોલો કે મુંહ હમને સુની કહાનીથી ખૂબ લડી મર્દાની વો તો ઝાંસીવાલી રાની થી.'
→ વર્ષ 2022માં ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ઝાંસી રેલવે સ્ટેશનનું નામ બદલીને વીરાંગના લક્ષ્મીબાઇ રેલવે સ્ટેશન કરવામાં આવ્યું.
→ રાણી ઝાંસી મરીન નેશનલ પાર્ક - અંદમાન અને નિકોબાર, રાણી લક્ષ્મીબાઈ ઉધાન-ઝાંસી, રાણી લક્ષ્મીબાઇ પ્રતિમા-સોલાપુર(મહારાષ્ટ્ર), રાણી લક્ષ્મીબાઈ સમાધિ-ગ્વાલિયર(મધ્યપ્રદેશ) ખાતે આવેલ છે.
0 Comments