→ ધ ફલાઇંગ શીખ તરીકે જાણીતા દિગ્ગજ ભારતીય દોડવીર મિલ્ખા સિંઘ
→ સૌપ્રથમ તેમણે વર્ષ 1956માં મેલબોર્ન ઓલિમ્પિક, વર્ષ 1960માં રોમ ઓલિમ્પિક અને વર્ષ 1964માં ટોડિયો ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું.
→ તેમણે વર્ષ 1960માં રોમ ઓલિમ્પિકમાં 400મીટરની દોડ 45.73 બ્રેન્ડ સમયમાં પૂરી કરી હતી. જે 40 વર્ષ સુધી ભારત માટે નેશનલ રેકોર્ડ રહ્યો હતો. આ ઓલિમ્પિકની ફાઇનલમાં તેઓ 0.1 સેન્ડથી બ્રોન્ઝ મેડલ મેળવતા રહી ગયા હતાં.
→ તેમણે વર્ષ 1958માં એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા હતાં.
→ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી હતાં.
→ વર્ષ 1959માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
→ વર્ષ 1962માં એશિયન ગેમ્સમાં 400મીટર અને 4 × 400 મીટર રીલે દોડમાં ગોલ્ડ મેડલ જીત્યા હતાં.
→ પાકિસ્તાન સામેની એક સ્પર્ધા જીત્યા બાદ તેમને ધ ફલાઇંગ શીખનું ઉપનામ આપવામાં આવ્યું હતું.
→ તેઓ ચાર વખત એશિયન ગેમ્સના ગોલ્ડ મેડલ જીત્યા હતાં.
→ તેમને વર્ષ 2001માં અર્જુન એવોર્ડ એનાયત થવાનો હતો પરંતુ તેમણે અસ્વીકાર કર્યો હતો, તેમના મત મુજબ તેમને આ પુરસ્કાર 40 વર્ષ પહેલા મળવો જોઇતો હતો.
→ ભારતના વિભાજન વખતે થયેલાં રમખાણોમાં તેમણે પોતાનો આખો પરિવાર ગુમાવ્યો હતો. ત્યારબાદ તેઓ પાકિસ્તાનથી ભારત આવી ગયાં હતાં.
→ તેમના લગ્ન ભારતીય મહિલા વોલીબોલ ટીમના કેપ્ટન નિર્મલ કૌર સાથે થયા હતાં. તેમને ચાર સંતાનો છે. જેમાં ત્રણ પૂત્રી અને એક પુત્ર છે. જેમાં પુત્ર જીવ મિલ્ખા સિંઘ ગોલ્ફ પ્લેયર છે.
→ મિલ્ખા સિંઘની પત્ની નિર્મલા કૌરનું 13 જૂન, 2021ના રોજ કોરોના વાયરસના કારણે અવસાન થયું છે.
→ તેઓએ ભારતીય સૈન્યની કેપ્ટન રેન્કની પદવી પ્રાપ્ત થઇ હતી. તેઓ ખેલકૂદ ક્ષેત્રમાં સેવા આપતા હતાં.
→ વર્ષ 2013માં તેમણે પોતાની પૂત્રી સોનિયા સાથે મળીને પોતાનું જીવનચરિત્ર The Race of My Life લખ્યું હતું.
→ આ પુસ્તક પરથી વર્ષ 2013માં બોલીવુડના ડાયરેક્ટર રાકેશ ઓમપ્રકાશ મહેરાએ ભાગ મિલ્ખા ભાગ ફિલ્મ બનાવી હતી. જેમાં મિલ્ખા સિંઘનું પાત્ર જાણીતા અભિનેતા ફરહાન અખ્તરે ભજવ્યું હતું.
0 Comments