→ દર વર્ષે 20 નવેમ્બરના રોજ વિશ્વ બાળ દિવસ(World Children's Day)ની ઉજવણી કરવામાં આવે છે.
→ થીમ 2024 : Listen to the Future
→ ઉદ્દેશ્ય : બધા દેશોએ બાળકોની કાળજી લેવી, તેમને ખોરાક, આરોગ્ય, શિક્ષણ અને સુરક્ષા પૂરી પાડવા પ્રયત્નશીલ રહેવાનો છે.
→ સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UN) ની સામાન્ય સભાએ 14 ડિસેમ્બર, 1954 ના રોજ ઠરાવ પસાર કરી ભલામણ કરી હતી કે વિશ્વ કક્ષાએ દરેક દેશો દ્વારા વિશ્વ બાળ દિવસની ઉજવણી કરવામાં આવે. ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UN)ની સામાન્ય સભાએ 20 નવેમ્બર, 1959 ના રોજ બાળ અધિકારના ઘોષણાપત્રને સ્વીકાર્યો હતો, તેથી 20 નવેમ્બરને વિશ્વ બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
→ ભારતીય બંધારણના અનુ. 21(a) મુજબ 6 થી 14 વિનામૂલ્યે અને ફરજિયાત છે, અનુ. 24 મુજબ બાળમજૂરી પર પ્રતિબંધ છે.
→ 14 નવેમ્બર :- રાષ્ટ્રીય બાળ દિવસ (National Children's Day)
→ 12 જુન :- વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ (World Day Against Child Labour)
0 Comments