→ ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન તથા ભારત રત્ન પુરસ્કાર(1971)થી સન્માનિત થનાર પ્રથમ ભારતીય મહિલા ઇન્દિરા ગાંધી
→ તેમના જન્મદિવસ નિમિત્તે 19 નવેમ્બર થી 25 નવેમ્બર સુધી રાષ્ટ્રીય કોમી એકતા સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે.
વડાપ્રધાન તરીકે કાર્યકાળ
→ વર્ષ 1966માં લાલબહાદુર શાસ્ત્રીનું નિધન થતાં તેમણે 24 જાન્યુઆરી, 1966ના રોજ ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાનનો કાર્યભાર સંભાળ્યો હતો.
→ તેમણે ભારતમાં વર્ષ 1967માં નેશનલ ન્યૂક્લિયર પ્રોગ્રામની શરૂઆત કરી હતી.
→ તેમણે વર્ષ 1966-77 અને વર્ષ 1980-84 સુધી એમ બે વખત ભારતના પ્રધાનમંત્રીનો કાર્યભાર સંભાળ્યો હતો.
→ તેમણે વર્ષ 1971માં 26મા બંધારણીય સુધારા હેઠળ રજવાડાને મળતું સાલિયાણું (પ્રિવી પર્સ) બંધ કરાવ્યું હતું.
→ તેમણે ગરીબ અને વંચિત વર્ગોની સહાય કરવા માટે વર્ષ 1971માં ગરીબી હટાવો કાર્યક્રમ તેમજ વર્ષ 1975માં 20 મુદ્દા અમલીકરણ પ્રોગ્રામ ચલાવ્યો હતો.
બેંકોનું રાષ્ટ્રીયકરણ
→ તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન 42મો બંધારણીય સુધારો, 1976 હેઠળ બેંકોનું રાષ્ટ્રીયકરણ (1969), કોલસાની ખાણોનું રાષ્ટ્રીયકરણ જેવાં આર્થિક સુધારાઓ કરીને કોંગ્રેસને પુનર્જીવિત કરવાનો પ્રયત્ન કર્યો હતો.
ભારત-પાકિસ્તાન યુદ્ધ - 1971
→ વર્ષ 1971માં પાકિસ્તાની સેનાએ નિર્દોષ બંગાળી પ્રજા પર તથા ખાસ કરીને પૂર્વ પાકિસ્તાનમાં લઘુમતી હિન્દુઓની પ્રજા પર અત્યાચાર કરવાનું ચાલુ કર્યું.
→ તેમણે કાશ્મીર વિવાદનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માટે પાકિસ્તાનના નવા વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટો સાથે 2 જુલાઇ, 1972માં શિમલા કરાર કર્યો હતો.
ઓપરેશન સ્માઇલીંગ બુદ્ધા
→ ભારતે પ્રથમ સફળ પરમાણુ પરીક્ષણ 18 મે, 1974ના રોજ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને તેમના સલાહકાર ડો. રાજા રમન્નાના નેતૃત્વમાં રાજસ્થાનના પોખરણ ખાતે કર્યુ હતું. આ દિવસે બુદ્ધજયંતી હોવાથી તેને ઓપરેશન સ્માઇલીગ બુદ્ધા નામ આપવામાં આવ્યું હતું.
આંતરિક કટોકટી
→ તેમના કાર્યકાળ દરમિયાન ભારતમાં સૌપ્રથમવાર વર્ષ 1975માં કટોકટી લાગુ કરાઇ હતી. તેથી લોકસભાની મુદ્દત 6 વર્ષ કરવામાં આવી હતી.
→ તેઓ વર્ષ 1980ની લોકસભાની ચૂંટણીમાં આંધ્રપ્રદેશની બેઠક પરથી જીતી બીજીવાર ભારતના વડાપ્રધાન બન્યા હતાં.
ઓપરેશન બ્લુ સ્ટાર
→ 1 જૂન, 1984ના રોજ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના આદેશથી ઓપરેશન બ્લુ સ્ટારની શરૂઆત થઇ હતી.
→ જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય સૈન્ય દ્વારા શીખ ઉગ્રવાદી ધાર્મિક નેતા જનરલ સિંહ ભિંડારવાલ તથા તેના સશસ્ત્ર અનુયાયીઓને અમૃતસર ખાતે આવેલ હરમંદિર સાહેબ સંકુલ (સુવર્ણમંદિર)માંથી હાંકી કાઢી સંકુલ પર નિયંત્રણ મેળવવાનો હતો.
→ આ ઓપરેશનના બદલારૂપે ચાર મહિના બાદ તેઓના ચાલુ કાર્યકાળ દરમિયાન 31 ઓક્ટોબર, 1984ના રોજ તેમના બે અંગરક્ષક સતવંતસિંહ અને બિઅંતસિંહે વડાપ્રધાન રહેઠાણના બગીચામાં જ તેમની હત્યા કરી હતી.
→ તેમણે 12 વર્ષની નાની ઉંમરે અસહકારની ચળવળમાં વાનરસેનાનું નેતૃત્વ કર્યુ હતું.
→ તેમણે મુંબઇ અને પૂનામાં અભ્યાસ કર્યા બાદ મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી અને શાંતિનિકેતન (કોલકત્તા), ઓક્સફોર્ડ (લંડન) જેવી ખ્યાતનામ યુનિવર્સિટીમાંથી જ શિક્ષણ લીધુ હતું.
→ તેમણે વર્ષ 1942માં હિંદ છોડો આંદોલનમાં સક્રિય ભાગ લઇ જેલવાસ ભોગવ્યો હતો. વર્ષ 1955માં કોંગ્રેસ કારોબારીના સભ્ય બન્યા તથા વર્ષ 1959માં કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા.
→ અત્યાર સુધીમાં સૌથી વધુ 15 વખત અવિશ્વાસનો પ્રસ્તાવ તેમના વિરુદ્ધ રજૂ કરવામાં આવ્યો છે.
→ તેમના નામ પરથી રાષ્ટ્રીય આદિજાતી યુનિવર્સિટી મધ્યપ્રદેશના અનુપપુર ખાતે આવેલી છે.
0 Comments