→ દર વર્ષે 21 નવેમ્બર વિશ્વ ટેલિવિઝન દિવસ (World Television Day) તરીકે ઉજવવામાં આવે છે.
→ ઉદેશ્ય : માહિતી, મનોરંજન, શિક્ષણ, આરોગ્ય સંભાળ, વ્યકિતગત સંબંધો અને મુસાફરી વગેરે સહિતની દૈનિક પ્રવૃત્તિઓ કરવા માટે માહિતી, તકનીક અને સંદેશાવ્યવહારને ટેલિવિઝન દ્વારા સરળ બનાવવાનો છે.
→ સંયુકત રાષ્ટ્રસંઘ(UN)ની સામાન્ય સભાએ 17 ડિસેમ્બર, 1996ના રોજ ઠરાવ પસાર કરીને 21 નવેમ્બરને વિશ્વ ટેલિવિઝન દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી.
→ સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોના પ્રસારણ માટે 15 સપ્ટેમ્બર, 1959ના રોજ દિલ્હી ખાતેથી દૂરદર્શનની શરૂઆત કરવામાં આવી હતી.
→ દૂરદર્શન એ નેશનલ ટેલિવિઝન નેટવર્ક છે જેનું ધ્યેય વાક્ય સત્યમ્ શિવમ્ સુંદરમ્ છે.
→ ગુજરાતમાં સૌપ્રથમ ટેલિવિઝન સેવાની શરૂઆત વર્ષ 1975માં ખેડા જિલ્લાના પીજ ખાતેથી થઈ હતી.
0 Comments