→ દર વર્ષે 21 નવેમ્બરના રોજ વિશ્વ મત્સ્યઉધોગ દિવસ (World Fisheries Day) ઉજવવામાં આવે છે.
→ ઉદ્દેશ્ય : લોકોમાં મત્સ્ય ઉધોગ અંગે જાગૃતિ લાવવાનો અને મત્સ્ય ક્ષેત્રે સંકળાયેલા સમુદાયને પ્રોત્સાહન આપવાનો છે.
→ Theme- 2024 : Let the water teem with living things
→ 21 નવેમ્બર, 1997માં વિશ્વ મત્સ્ય ઉધોગ ફોરમ (WFF)ની સ્થાપના કરવામાં આવી હોવાથી 21 નવેમ્બરના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે.
→ સમગ્ર વિશ્વમાં દર વર્ષે 21 નવેમ્બરનાં રોજ FAO (Food And Agriculture Organization) દ્વારા 'વિશ્વ મત્સ્ય ઉદ્યોગ દિવસ' ઉજવવામાં આવે છે, તેમજ ભારતમાં આ દિવસ Ministry of Fisheries, Animal Husbandry And Dariying દ્વારા ઉજવવામાં આવે છે.
→ વિશ્વ મત્સ્ય ઉધોગ ફોરમ (WFF)નું વડુમથક યુગાન્ડાની રાજધાની કમ્પાલામાં આવેલું છે.
→ મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રની સંભવિતતાને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રીએ મે, 2020માં પાંચ 5 વર્ષના સમયગાળા માટે રૂ.20,050 કરોડથી વધુના બજેટ સાથે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (PMMSY) શરૂ કરી હતી.
→ માછીમારો મત્સ્ય ખેડૂતોના યોગદાન અને સિધ્ધિઓની ઉજવણી કરવા ભારત સરકારના ફિશરીઝ વિભાગ દ્વારા વિશ્વ માછીમારી દિવસ નિમિત્તે ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઈન્ડિયા 2023નું આયોજન 21 અને 22 નવેમ્બર 2023ના રોજ અમદાવાદના ગુજરાત સાયન્સ સિટી ખાતે કરવામાં આવ્યું છે. જેની થીમ 'Celebrate the Fisheries and Aquaculture Wealth' છે.
→ સમગ્ર વિશ્વમાં મત્સ્ય ઉત્પાદનમાં 8% હિસ્સા સાથે ભારત ત્રીજો સૌથી મોટો માછલી ઉત્પાદક, બીજો સૌથી મોટો એક્વાકલ્ચર ઉત્પાદક તેમજ સૌથી મોટો ઝીંગા ઉત્પાદક અને વિશ્વનો ચોથો સૌથી મોટો સી ફૂડ નિકાસકાર દેશ છે.
0 Comments