Ad Code

પંડિત મદન મોહન માલવિયા | Madan Mohan Malaviya

ડપંડિત મદન મોહન માલવિયા
પંડિત મદન મોહન માલવિયા

→ 'કાશી હિન્દુ વિશ્વવિધાલય'ના પ્રણેતા એવા પંડિત મદન મોહન માલવિયા નો જન્મ 25 ડિસેમ્બર, 1861 (પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશ) માં થયો હતો

→ પિતા : બ્રિજનાથ

→ માતા : મુનાદેવી

→ પૂરું નામ : પંડિત મદનમોહન બ્રિજનાથ માલવિયા

→ અવસાન : 12 નવેમ્બર, 1946 (વારાણસી, ઉત્તરપ્રદેશ)



કાશી હિન્દુ વિશ્વવિધાલય

→ તેમણે વર્ષ 1916માં સમગ્ર એશિયામાં સૌથી વિશાળ અને સૌપ્રથમ ગણાય તેવી હિન્દુ વિશ્વ વિધાપીઠ સંસદીય કાયદો 'B.H.U.' કાયદો 1915 અંતર્ગત ની સ્થાપના કરી હતી અને વર્ષ 1919 થી વર્ષ 1938 સુધી તેના વાઇસ ચાન્સેલર તરીકેની ફરજ બજાવી હતી.



સામયિકો

→ તેમની કાલાલંકારના રાજા રામપાલે 'હિન્દુસ્તાન' સમાયારપત્રના દૈનિક સંપાદક તરીકે નિમણૂક કરી હતી.

→ તેઓ વર્ષ 1924 થી વર્ષ 1946 દરમિયાન હિન્દુસ્તાન ટાઇમ્સના અધ્યક્ષ રહ્યા. તેમના પ્રયત્નોથી વર્ષ 1936માં હિન્દુસ્તાન દૈનિક આવૃત્તિની શરૂઆત થઈ હતી.

→ તેમણે વર્ષ 1907માં 'અભ્યુદયા' નામનું સાપ્તાહિક શરૂ કર્યુ હતું.

→ વર્ષ 1907માં ‘ઉદ્ભવ' સાપ્તાહિકનું સંપાઠન કર્યુ હતું.

→ આ ઉપરાંત તેઓ 'લીડર' નામનું સામયિક પણ યલવતાં હતાં.



→ તેઓ ઇશ્વર નિષ્ઠા, માતૃ-પિતૃ ભક્તિ, નીડરતા અને આત્મવિશ્વાસના રૂઢિયુક્ત હતાં.

→ તેમણે પ્રાથમિક શિક્ષણ 'શ્રીધર્મ જ્ઞાનોપદેશ પાઠશાળા' ખાતેથી લીધું હતું.

→ તેઓ ભારતીય સ્વાતંત્ર્ય ચળવળમાં જોડાયા હતા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ચાર વખત પ્રમુખ તરીકે રહ્યા હતાં.

→ તેઓ એક ભારતીય શિક્ષણશાસ્ત્રી અને રાજકારણી હતાં.

→ તેમણે કોલકાત્તા વિશ્વવિધાલય ખાતેથી બી.એ.ની પદવી પ્રાપ્ત કરી હતી.

→ તેમને પંડિત, ધર્માત્મા (ગાંધીજી દ્વારા), મહામના સ્વીન્દ્રનાથ ટાગોર દ્વારા જેવા બિરુદો પ્રાપ્ત થયા હતા.

→ તેમણે હિન્દી ભાષાના ઉત્થાનમાં પણ મહત્વનો કાળો આપ્યો હતો.

→ તેમણ હિન્દી સાહિત્ય સંમેલનના પ્રથમ સત્ર (કાશી)માં કહ્યું હતું કે, પર્સિયન અરબીના મોટા શબ્દો સાથે બેસાડવું જેટલું ખરાબ છે, તે જ રીતે સંરક્ષિત સંસ્કૃત શબ્દોથી ગૂંથવું સારું નથી અને આગાહી કરી કે એક દિવસ આ ભાષા રાષ્ટ્રભાષા કે હશે.

→ વર્ષ 1916માં ગંગા નદી પર પૂલ બાંધવા પર વિરોધ કરવા માટે હરિદ્વારમાં "ગંગા મહાસભા'ની સ્થાપના કરી હતી. આ અંતર્ગત તેઓએ અંગ્રેજ સરકાર સાથે સમજૂતી કરી હતી. જેને "1916ની સમજૂતી' અથવા 'અવિરત ગંગા રક્ષા સમજૂતી' પણ કહેવામાં આવે છે.

→ તેમના નામ પર ગોરખપુર ખાતે મદન મોહન માલવિયા યુનિવર્સિટી આવેલી છે.

→ તેમને વર્ષ 2015 માં નાગરિક પુરસ્કાર 'ભારતરત્ન'થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

→ તેમની યાદમાં વર્ષ 2011માં ભારતના ટપાલ વિભાગ દ્વારા ટિકિટ બહાર પાડવામાં આવી હતી.

→ ભારત સરકારે વર્ષ 2016માં તેમની 155મી જન્મજયંતીએ નવી દિલ્હીથી વારાણસી વચ્ચે "મહામના એક્સપ્રેસ" ટ્રેનની શરૂઆત કરી હતી.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments