→ નાનપણમાં શીતળાની બિમારીથી તેમણે એક આંખની દ્રષ્ટિ ગુમાવી હતી.
→ તેઓ 20 વર્ષની વયે પંજાબના મહારાજા બની લાહોરને પોતાની રાજધાની બનાવી હતી.
→ તેમણે પ્રથમ આધુનિક ભારતીય સેના 'શિખ ખાલસા સેના'ની સ્થાપના કરી હતી.
→ તેઓએ પોતાના રાજ્યમાં શિક્ષણ અને કળાઓને ખૂબ પ્રોત્સાહન આપ્યું હતું.
→ તેમના સૂબા ધર્મ નિરપેક્ષ હતા. તેઓએ હિન્દુઓ અને શીખો પર વસૂલવામાં આવતા જજિયાવેરો નાબૂદ કર્યો હતો.
→ તેમણે વારણસીના કાશી વિશ્વનાથ મંદિર માટે 22 મણ સોનું દાન કરી સુર્વણછત્ર બનાવ્યું હતું.
→ કોહિનૂર હીરો તેમના દરબારની અનન્ય શોભા હતી.
→ મુઘલયુગ પછીના સૌથી શકિતશાળી રાજાઓમાં તેમનું નામ આગળ પડતુ હતું.
→ તેમણે અમૃતસરના હરીમંદિર સાહિબ ગુરુદ્વારાને સંગેમરમર અને સોનાથી મઢાવ્યું હતું. ત્યારથી તેને સુવર્ણ મંદિર કહેવામાં આવે છે.
→ તેમના નિધન બાદ તેમના પુત્ર અને છેલ્લા શીખ રાજા દિલીપસિંહજી પાસેથી રાણી વિકટોરિયાએ કુટનીતિથી કોહિનૂર હીરો પડાવી લીધો હતો. તથા અંગ્રેજોએ એંગ્લો- શીખ યુદ્ધ કરી આખુ પંજાબ અંગ્રેજોની હકૂમત હેઠળ લઇ લીધું હતું.
0 Comments