→ દર વર્ષે 12 નવેમ્બરના રોજ 'જાહેર સેવા પ્રસારણ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.
→ ભારતના ભાગલા બાદ 12 નવેમ્બર, 1947ના રોજ મહાત્મા ગાંધીજીએ પ્રથમ ઓલ ઇન્ડિયા રેડિયો (દિલ્હી) પરથી કુરુક્ષેત્ર (હરિયાણા)માં શરણાર્થીઓને સંબોધિત કર્યા હતા.
→ ભારત સરકાર દ્વારા વર્ષ 2000માં 12 નવેમ્બરને જાહેર સેવા પ્રસારણ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી.
→ ઓલ ઇન્ડિયા રેડિયોની સ્થાપના 8 જૂન, 1936ના રોજ થઇ હતી.
→ જેનું મુખ્યાલય નવી દિલ્હી ખાતે આવેલું છે.
→ ઓલ ઈન્ડિયા રેડિયો દ્વારા 23 ભાષાઓ અને 179 બોલીઓમાં કાર્યક્રમોનું પ્રસારણ કરવામાં આવે છે.
→ 'બહુજન હિતાય બહુજન સુખાય' તેનું ધ્યેય વાક્ય છે.
→ વિશ્વ રેડિયો દિવસ દર વર્ષે 13 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે.
→ ભારતમાં દર વર્ષે 23 જુલાઇના રોજ ‘રાષ્ટ્રીય પ્રસારણ દિવસ' ઉજવવામાં આવે છે.
→ ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો સ્ટેશન બરોડા ખાતેથી શરૂ કરવામાં આવ્યું હતું.
0 Comments