Ad Code

વિશ્વ ડાયાબિટિસ દિવસ | WORLD DIABETES DAY

વિશ્વ ડાયાબિટિસ દિવસ
વિશ્વ ડાયાબિટિસ દિવસ

→ ઇન્સ્યુલિનની શોધ કરનાર ફેડરિક બેન્ટિંગના જન્મ દિવસની યાદમાં દર વર્ષે 14 નવેમ્બરના રોજ WHO દ્વારા વિશ્વ ડાયાબિટિસ દિવસ ઊજવવામાં આવે છે.

→ THEME 2024 : "Breaking Barriers, Bridging Gaps,"

→ વર્ષ 2006માં સંયુકત રાષ્ટ્ર (UN) દ્વારા વિશ્વમાં ડાયાબિટિસના વધતા જોખમને ધ્યાનમાં રાખીને દર વર્ષે 14 નવેમ્બરના રોજ આ દિવસ યોજવાની જાહેરાત કરવામાં આવી હતી.

→ વૈશ્વિક જાહેર આરોગ્યના મુદ્દા તરીકે ડાયાબિટિસ વિશે જાગૃતતા લાવવાનો અને ડાયાબિટિશના વધુ સારા નિવારણ, નિદાન અને વ્યવસ્થાપન માટે પ્રયાસ કરવાનો છે.

→ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અને ઇન્ટરનેશનલ ડાયાબિટિસ ફેડરેશન (IDF) દ્વારા સૌપ્રથમ વર્ષ 1991માં વિશ્વ ડાયાબિટિસ દિવસ યોજવામાં આવ્યો હતો.

→ ઇન્સ્યુલન્સની શોધ ફેડરિક બૅન્ટિંગે તેના સહયોગી યાર્લ્સ હર્બર્ટ બેસ્ટના સહયોગથી વર્ષ 1921માં કરી હતી. જેનો પ્રથમ સફળ પ્રયોગ 14 વર્ષના કેનેડાના લિયોનાર્ડ થોમસન ઉપર કરવામાં આવ્યો હતો.

→ વિશ્વ ડાયાબિટિસ દિવસની વર્ષ 2021-23 ની થીમ 'Access to Diabetes Care' જે અંતર્ગત વર્ષ 2022માં WHO દ્વારા 'Access to Diabetes Education' ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

→ ભારતમાં નેશનલ ફેમીલી હેલ્થ સર્વે-5(2019-20) મુજબ ભારતમાં શહેરી અને ગ્રામીણ લોકોમાં બ્લડશુગરનું પ્રમાણ વધી રહ્યું છે.

ડાયાબિટિસના બે પ્રકાર છે. ટાઇપ-1 ડાયાબિટિસ કે જે બાળકો બાળકોમાં જોવા મળે છે અને ટાઇપ-2 ડાયાબિટિસએ પુખ્ત વયના લોકોમાં જોવા મળે છે. વિશ્વમાં મોટાભાગના દેશોમાં ટાઇપ-2 ડાયાબિટિસનું પ્રમાણ વધુ જોવા મળે છે.

→ વાદળી વર્તુળ (Blue Circle) એ ડાયાબિટિસ માટે આંતરરાષ્ટ્રીય પ્રતિક છે. જે વધતી જતી વૈશ્વિક ડાયાબિટીસ રોગચાળાના પ્રતિભાવ તરીકે યુનાઇટેડ નેશન્સના રિઝોલ્યુશન ઓફ ડાયાબિટીસ માટેના અભિયાનને ટેકો આપવા વર્ષ 2006માં બનાવવામાં આવ્યું હતું.

→ વર્તુળ હકારાત્મકતા, એકતા અને શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે અને વાદળી રંગ આકાશ અને સંયુકત રાષ્ટ્રના ધ્વજને પ્રતિબિંબિત કરે છે.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments