→ સમગ્ર વિશ્વમાં દર વર્ષે 10 ઓક્ટોબરને વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ(WORLD MENTAL HEALTH DAY) તરીકે ઉજવવામાં આવે છે.
→ Theme 2024: Mental Health at Work
→ સમગ્ર વિશ્વમાં માનસિક બીમારી અને માનસિક વિકૃતિથી પીડાતા લોકોને સારવાર આપવાનો તથા શારીરિક સ્વાસ્થ્યની સાથોસાથ માનસિક સ્વાસ્થ્યના મહત્વ વિશે જાગૃતતા લાવવાનો છે.
→ વર્ષ 1992માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) અને વર્લ્ડ ફેડરેશન ફોર મેન્ટલહેલ્થ (WFMH) દ્વારા સંયુક્ત રીતે 10 ઓક્ટોબરને વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.
→ વર્ષ 1994માં સૌપ્રથમવાર વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ ઉજવવામાં આવ્યો હતો.
→ વિશ્વભરમાં Covid-19 રોગયાળા બાદ માનસિક બીમારીથી લગતા કેસોમાં 25%નો વધારો જોવા મળ્યો છે.
→ વિશ્વભરમાં માનસિક બીમારીઓથી સંબંધિત માહિતીના અભાવથી 85% લોકો સારવારથી વંચિત રહે છે.
→ ભારતમાં એક અંદાજ મુજબ 14% લોકોને માનસિક બીમારીઓને લઇ તાત્કાલિક સારવારની જરૂર છે.
→ માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે તનાવ મુક્ત જીવનશૈલી અપનાવવી, પર્યાપ્ત ઊંઘ લઈ મનોરંજનને સ્થાન આપવું, એકલતા ટાળી સમાજિક સંપર્કો વધારવા, જીવનનું ધ્યેય વાસ્તવિક હોય તેવું રાખવું, સામેની વ્યકિતના દ્રષ્ટિકોણને સમજવાની કોશિશ કરવી અને મનને કોઇને કોઇ રચનાત્મક પ્રવૃત્તિમાં વ્યસ્ત રાખવું જોઇએ.
→ NIMHANS (National Institute of Mental Health and Neuro- Sciences) ના અભ્યાસ મુજબ દર વર્ષે ભારતમાં લગભગ 2 લાખ લોકો આત્મહત્યા કરે છે. જેના લીધે દેશના અર્થતંત્ર પર 14 બિલિયન ડોલરનો ભાર પડે છે.
→ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સૌ પ્રથમ નવસારીના મારોલીમાં કસ્તુરબા સેવાશ્રમ નામની મેન્ટલ હોસ્પિટલ શરુ કરવામાં આવી હતી. જેમાં મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલનો ફાળો છે.
→ માનસિક સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ દર્દીઓ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવા માટે લીલા રંગની રિબિનનો ઉપયોગ થાય છે.
→ માનસિક સ્વાસ્થ્યના સુધારા માટે ભારત સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંઓ
0 Comments
Any suggestions, Please comment Below 👇