→ જન્મ : 11 ઓક્ટોબર, 1902 સિતાબદિયારા (હાલના ઉત્તરપ્રદેશ, બલિયા)
→ પિતા : હરસુદયાલ
→ માતા : ફુલરાની દેવી
→ ઉપનામ : લોકનાયક (ગાંધીજી દ્વારા), જે.પી.
→ અવસાન : 8 ઓક્ટોબર, 1979 પટના (બિહાર)
→ લોકનાયક તરીકે ઓળખાતા સ્વાતંત્ર્યસેનાની, સમાજવાદી અને રાજનેતા જયપ્રકાશ નારાયણ
→ તેમણે બ્રિટીશ સરકારના રોલેટ એક્ટના વિરોધમાં ભાગ લીધો હતો અને મૌલાના અબુલ કલામ આઝાદના ભાષણ પછી કોલેજનો ત્યાગ કર્યો હતો.
→ વર્ષ 1929માં ભારત આવ્યાં બાદ તેઓ જવાહરલાલ નહેરૂના નિમંત્રણથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા હતાં અને મહાત્મા ગાંધી તેમના માર્ગદર્શક રહ્યા હતાં.
→ તેઓ કાલ માર્ક્સના દાસ કેપિટલ પુસ્તક પરથી અને રશિયન કાંતિ (1917)ની સફળતા પરથી એ તારણ પર આવ્યા કે, માર્ક્સવાદ જન સામાન્યના દુઃખોને ઓછા કરવાનો રસ્તો છે તેઓ વર્ષ 1929માં માર્ક્સવાદી વિચારધારાના સમર્થક થઇને ભારત પાછા ફર્યા હતાં.
→ તેમણે વર્ષ 1932માં સવિનય કાનૂનભંગ લડતમાં સક્રિય રીતે ભાગ લેવા બદલ અને વર્ષ 1939માં ભારતને બીજા વિશ્વ યુદ્ધમાં સામેલ કરવાનો વિરોધ કરવા બદલ જેલવાસ ભોગવ્યો હતો.
→ વર્ષ 1934માં તેમણે આચાર્ય નરેન્દ્ર દેવ, અશોક મહેતા, મિનુ મસાની, રામ મનોહર લોહિયા અને અચ્યુત પટવર્ધન સાથે મળીને કોંગ્રેસ સમાજવાદી પાર્ટીની રચના કરી હતી. જયપ્રકાશ નારાયણ આ પાર્ટીના મહાસચિવ હતા.
→ તેમણે હિન્દ છોડો આંદોલનમાં પણ ભાગ લીધો હતો. હિન્દ છોડો ચળવળ દરમિયાન શહીદ થયેલ વીર વિનોદ કિનારીવાલાની ગુજરાત કોલેજ (અમદાવાદ) ખાતે ખાંભીનું અનાવરણ જયપ્રકાશ નારાયણના હસ્તે કરવામાં આવ્યું હતું.
→ પુસ્તક : પ્રિઝન ડાયરી અને સંપૂર્ણ ક્રાંતિ (Towards Total Revolution)
→ વર્ષ 1974માં બિહારમાં વઘતો ફુગાવો અને બેરોજગારીના વિરોધમાં જયપ્રકાશ નારાયણના નેતૃત્વમાં એક મુવમેન્ટ ચલાવવામાં આવી હતી. જેને જે.પી મુવમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે.
→ આગળ જતા બિહારની જે.પી મુવમેન્ટ તત્કાલિન કેન્દ્ર સરકારના વિરોધમાં સંપૂર્ણ ક્રાંતિમાં પરિણમી હતી અને 5 જૂન, 1975ના રોજ બિહારના પટના મેદાનમાં જય પ્રકાશ નારાયણે સંપૂર્ણ ક્રાંતિની માંગ કરી હતી.
→ 25 જૂન, 1975ના રોજ રામલીલા મેદાનમાં ભાષણ દરમિયાન જે.પી. દ્વારા રાષ્ટ્રકવિ રામધારી સિંહ દિનકરની કવિતા સિંહાસન ખાલી કરો કી જનતા આતી હે ઉચ્ચારવામાં આવી હતી. તેમનું આ ભાષણ ઘણું પ્રખ્યાત થયું.
→ જે.પી.એ કહ્યું હતું કે સાત પ્રકારની ક્રાંતિઓ મળીને એક સંપૂર્ણ ક્રાંતિ બને છે - સામાજિક ક્રાંતિ, આર્થિક ક્રાંતિ, રાજનૈતિક ક્રાંતિ, સાંસ્કૃતિક ક્રાંતિ, વૈચારિક અથવા બૌદ્ધિક ક્રાંતિ, શૈક્ષણિક ક્રાંતિ અને નૈતિક કે આધ્યાત્મિક ક્રાંતિ.
→ જયપ્રકાશ નારાયણ દ્વારા વર્ષ 1950માં સર્વોદય યોજનાનો ખ્યાલ આપ્યો હતો. જો કે સર્વોદય શબ્દનો વિચાર વિનોબા ભાવેએ આપ્યો હતો.
→ આ યોજનામાં ગાંધીવાદી યોજનાની જેમ કૃષિ આધારીત લઘુ તથા કુટીર ઉધોગોના વિકાસ પર ભાર આપવાની વાત કરવામાં આવી છે.
→ તેઓ ભારતીય બૌદ્ધિક અને કમ્યુનિસ્ટ સિદ્ધાંતવાદી એમ.એન . રોયના પુસ્તકોથી પ્રભાવિત થયા હતાં.
→ વર્ષ 1952માં તેમણે પ્રજા સમાજવાદી પાર્ટી (Praja Socialist Party-PSP)ની રચના કરી હતી.
→ વર્ષ 1954માં તેમણે પોતાનું જીવન વિનોબા ભાવેની ભૂદાન ચળવળોને સમર્પિત કરી દીધુ હતું.
→ તેમણે વર્ષ 1959માં ગામ, જિલ્લો, રાજ્ય અને કેન્દ્રીય પરિષદ જેવા શાસનના ચાર સ્તરની રચના કરી ભારતીય રાજનીતિના પુનઃનિર્માણની માંગ કરી હતી.
→ તેઓ વર્ષ 1947 થી 1963 દરમિયાન ભારતીય રેલવેના સૌથી મોટા સંઘ ઇન્ડિયન રેલવેમેન ફેડરેશનના પ્રમુખ પદે રહ્યા હતા.
→ તેમનું જીવનચરિત્ર તેમના રાષ્ટ્રવાદી મિત્ર અને હિન્દી સાહિત્યના પ્રખ્યાત લેખક રામબ્રીક્ષ બેનીપુરીએ લખ્યું હતું.
→ તેમની સ્મૃતિમાં બનેલી લોકનાયક જયપ્રકાશ નારાયણ હોસ્પિટલ નવી દિલ્હી ખાતે આવેલી છે.
→ તેમણે ધ પ્રેઝન્ટ સ્ટેટ ઓફ હિન્દ ઇન બિહાર પર નિબંધ લખ્યો હતો જેને સર્વશ્રેષ્ઠ નિબંધનો ખિતાબ મળ્યો હતો.
→ સ્વાતંત્ર્ય સેનાની જાય પ્રકાશ નારાયણે બ્રિટીશરોને અત્યાચાર સામે લડવા નેપાળમાં આઝાદ દસ્તા નામના સંગઠનની સ્થાપના કરી હતી.
→ તેમને લોકસેવા માટે રેમન મેગ્સેસે પુરસ્કાર (1965) અને ભારતના સર્વોચ્ચ ભારતરત્ન (1999) પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં હતા.
→ તેમની સ્મૃતિમાં ભારત સરકાર દ્વારા વર્ષ 1980 અને 2001માં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.
0 Comments