આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ(International Day of Girl Child)
આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ(International Day of Girl Child)
→ દર વર્ષે 11 ઓક્ટોબરને આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ(International Day of Girl Child) તરીકે ઉજવવામાં આવે છે.
→ Theme 2024 : Girls' vision for the 'future'.
→ મહિલા સશકિતકરણ અને તેમના અધિકાર માટે મદદ કરવાનો છે. જેથી તેઓની સામે આવનારી મુશ્કેલીઓનો સામનો કરી શકે તે માટે પ્રોત્સાહન આપવાનો છે.
→ સંયુક્ત રાષ્ટ્ર(UN)ની સામાન્ય સભાએ 19 ડિસેમ્બર, 2011ના રોજ 11 ઓક્ટોબરને આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી.
→ વર્ષ 1995માં બેઇજિંગમાં મહિલાઓ પર વિશ્વ પરિષદમાં સર્વસંમતિથી બેઇજિંગ ઘોષણાનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. જેને માત્ર મહિલાઓ જ નહિ પરંતુ બાલિકાઓના અધિકારો વિશેની સૌથી પ્રગતિશીલ બ્લુપ્રિન્ટ માનવામાં આવે છે.
→ વિશ્વમાં 15-19 વર્ષની દર 4 માંથી 1 બાલિકાને શિક્ષણ, રોજગાર અથવા તાલીમ મળતી નથી.
→ ભારત સરકાર દ્વારા બાળકીઓના સશક્તિકરણ માટે બેટી બચાવો બેટી પઢાઓ યોજના શરૂ કરવામાં આવી છે.
→ વર્ષ 2022માં આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે બેટી બચાવો બેટી પઢાઓ હેઠળ બાલિકાઓને બિન પરંપરાગત આજીવિકા (Non Traditional Livelihood- NTL) માં કૌશલ્ય પૂરું બેટીયા બને કુશલ રાષ્ટ્રીય પરિષદનું આયોજન થયું હતું.
→ રાષ્ટ્રીય બાલિકા દિવસ 24 જાન્યુઆરી અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચના IVA ON રોજ ઉજ્વવામાં આવે છે.
0 Comments