→ ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ, નિબંધકાર, અનુવાદ, કટારલેખક, બાળસાહિત્યકાર અને સંપાદક
→ તેમણે વર્ષ 1953માં ગુજરાતી વિષય સાથે મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી B.A.ની ડિગ્રી અને વર્ષ 1955માં M.Aની ડિગ્રી મેળવી હતી.
→ તેમણે વર્ષ 1956માં મુંબઇની કે.સી સાયન્સ કોલેજમાં ગુજરાતી ભાષાના અધ્યાપક તરીકે જોડાયા હતા અને વર્ષ 1969માં Ph.D.ની ડિગ્રી મેળવી હતી.
→ તેમણે કવિતા દ્વિમાસિકનાં તંત્રી તરીકે સેવા આપી હતી.
→ તેમનો વજુ કોટકનાં ચિત્રલેખામાં લઘુવિચાર લેખ બહુ જ લોકપ્રિય થયો હતો.
→ તેમણે નેથેનિયલ હોર્થોનની નવલકથાનું ભાષાંતર ચાંદનીની લૂ નામે કર્યુ હતું.
→ આ ઉપરાંત તેમણે મુલાકાત આઘારિત પુસ્તકો તેમજ બાળકિશોર સાહિત્યના અન્ય પ્રકીર્ણ પુસ્તકો આપ્યાં છે.
→ તેમણે દેશ-વિદેશના કાવ્યોનો અનુવાદ કરીને કાવ્યવિશ્વ નામે મહત્વનો ગ્રંથ આપ્યો હતો.
→ કાવ્યસૃષ્ટિ એ તેમની સમગ્ર કવિતાઓનું સંગ્રહ છે.
→ તેઓ એમ. એસ. યુનિવર્સિટીના કુલપતિ રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓએ UGC, સેન્સર બોર્ડ, દિલ્હી સાહિત્ય અકાદમીનાસભ્ય તેમજ ગુજરાત સાહિત્ય અકાદમીના ઉપપ્રમુખ તરીકે સેવા આપી હતી.
→ તેઓ વર્ષ 1960-64 દરમિયાન એસ.આર.કોલેજ ઓફ કોમર્સમાં, વર્ષ 1964-73 દરમિયાન કે. જે. સોમૈયા કોલેજમાં તથા વર્ષ 1973થી એસ.એન.ડી.ટી.વિમેન્સ યુનિવર્સિટીમાં ગુજરાતીના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી.
→ તેમને બેસ્ટ ટીચર તરીકે પણ નવાજવામાં આવ્યા છે. તેમણે મકરંદ દવેને વન, ઉપવન અને તપોવન ના કવિ તરીકે ઓળખાવ્યા હતા.
→ તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક (1983), અખંડ ઝાલર વાગે કાવ્યસંગ્રહ માટે સાહિત્ય અકાદમી એવોર્ડ (2005) અને પદ ધ્વનિ કૃતિ માટે નર્મદ સુવર્ણ ચંદ્રક(1988)થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
→ સુનીતા દેશપાંડેનાં સંસ્મરણોનો મરાઠીમાંથી ગુજરાતીમાં અનુવાદ (‘મનોહર છે તો પણ’, 1993) કરવા માટે તેમને રાષ્ટ્રીય અકાદમીનું પારિતોષિક મળ્યું હતું.
→ ‘વૉશિંગ્ટન’નું ‘સુરેશ દલાલ ડે’ સન્માન, ભારતીય ભાષા પરિષદનો પ્રિયદર્શીની ઍવૉર્ડ, રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનો શ્રેષ્ઠ પુસ્તક ઍવૉર્ડ, નરસિંહ મહેતા ઍવૉર્ડ પણ મળ્યાં છે.
કાવ્યસંગ્રહ
→ ઘરઝુરાપો, સ્કાયસ્ક્રેપર, તરાપો, ઉલ્લેખનીયઅસ્તિત્વ, નામ લખી દઉં, હસ્તાક્ષર, સિમ્ફની, રોમાંચ, સાતત્ય, પિરામિડ, રિયાઝ, વિસંગતિ, એક અનામી નદી, કોઇ રસ્તાની ધારે ધારે, પવનના અશ્વ, તારીખનું ઘર, એકાન્ત, અખંડ ઝાલર વાગે એવું એક ઘર હોય, રાધા શોધે મોરપીંછ, ઘટના, હથેળીમાં બ્રહ્માંડ, નજરું લાગી, પગની હોડી હાથ હલેસાં
→ 1986 સુધીની તેમની સર્વ કવિતા ‘કાવ્યસૃષ્ટિ’ (1986) નામના સંચયમાં ગ્રંથસ્થ થઈ છે.
બાળવાર્તાઓ
→ પરી અને રાજકુમાર, કીડી અને વાંદો અને બીજી વાતો, હાથીભાઈ દાંતવાળા
વાર્તાસંગ્રહ
→ પિનકુશન
બાળકાવ્યસંગ્રહ
→ ઇટ્ટાકીટ્ટા, ધીંગામસ્તી, ટીંગાટોળી, અલકચલાણું, છાકમ છલ્લો, ભિલ્લુ, ટગરટગર, ઢિશુમ્ ઢિશુમ્, એક હાથે ચપટી, પિપરમિન્ટના પહાડ પર
0 Comments