Ad Code

Begum Akhtar (બેગમ અખ્તર)

બેગમ અખ્તર
બેગમ અખ્તર

→ જન્મ : 7 ઓક્ટોબર, 1914 (ફૈઝાબાદ, ઉત્તરપ્રદેશ)

→ અવસાન : 30 ઓક્ટોબર, 1974(અમદાવાદ)

→ મૂળ નામ : અખ્તરીબાઇ ફૈઝાબાદી

→ ગઝલ અને ઠુમરીની દુનિયામાં વિશ્વભરમાં જાણીતા

→ બેગમ અખ્તર તરીકે જાણીતા અખ્તરીબાઈ ફૈઝાબાદી "મલ્લિકા-એ-ગઝલ" (ગઝલની રાણી) તરીકે ઓળખાતા ભારતીય ગાયિકા અને અભિનેત્રી હતા.

→ તેઓ ઠુમરી, દાદરા, ગઝલ અને હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત શૈલીમાં જુદાં જુદાં રાગોની મિલાવટ કરીને સ્ત્રોતાઓને મુગ્ધ કરી દેતા હતાં.

→ તેમણે સંગીતની પ્રારંભિક તાલીમ ઇમદાદખાન નામના સિતારવાદક પાસેથી લીધી હતી.

→ વર્ષ 1945માં તેમના લગ્ન ઇશ્તિયાક અહમદ અબ્બાસી સાથે થયાં હતાં.

→ તેમણે કારકિર્દીની શરૂઆત મશહૂર દિગ્દર્શક મહેબૂબખાનના ચલચિત્ર 'રોટી' થી કરી હતી.

→ આ ઉપરાંત તેમણે સત્યજીત રેની જલસાઘર ઉપરાંત મુમતાઝ બેગમ, જવાની કા નશા, કિંગ ઓફ અ ડે, અમીના, રૂપ કુમારી, નળ - દમયંતી અને અનારબાલા જેવા ચલચિત્રોમાં અભિનય અને સંગીત આપ્યું હતું.

→ તેમણે આકાશવાણીમાં પણ કામ કર્યુ છે.

→ વર્ષ 1943માં રામપુરના નવાબ રઝાઅલીખાંએ તેમની નિમણૂક રાજ્ય ગાયિકા તરીકે કરી હતી.

→ તેમણે શાયર બેહઝાદ અને શકીલ બદાયુ જેવા ગઝલકારોની ગઝલોને કંઠ આપી પ્રસિદ્ધ બનાવ્યા છે.

→ તેમના પ્રસિદ્ધ ગીતોમાં હમારી અટારિયા અને પિયા કાહે રૂઠા નો સમાવેશ થાય છે.

→ ગાલિબની ગઝલોને તેમણે પોતાના કંઠ વડે અમર બનાવી છે. આ ઉપરાંત તેમણે કેટલીક ગુજરાતી ગઝલોને પણ કંઠ આપ્યો હતો.

→ ભારત સરકાર દ્વારા તેમની સ્મૃતિમાં વર્ષ 1994માં ટપાલ ટિક્ટિ બહાર પાડવામાં આવી હતી.


પુરસ્કાર

→ વર્ષ 1968 :પદ્મશ્રી

→ વર્ષ 1972 : સંગીત નાટક અકાદમી સન્માન

→ વર્ષ 1975 : પદ્મભૂષણ (મરણોત્તર)


→ તેમણે ‘આંખ કા નશા’, ‘નઈ દુલ્હન’ વગેરે કેટલાંક ઉર્દૂ નાટકોમાં તથા ‘નસીબ કા ચક્કર’, ‘એક દિન કા બાદશાહ’, ‘નલ-દમયંતી’, ‘રોટી’, ‘મુમતાઝ બેગમ’ વગેરે ચલચિત્રોમાં પણ કામ કર્યું હતું.

→ ‘નલ-દમયંતી’, ‘દાનાપાની’ ‘એહસાન’ અને સત્યજિત રાયનું ‘જલસાઘર’ જેવાં ચલચિત્રોમાં પાર્શ્ર્વગાયિકા તરીકે પણ તેમણે સેવા આપી હતી.

→ શાંતિ હીરાનંદ તેમનાં અગ્રણી શિષ્યા છે.


ફિલ્મોગ્રાફી

વર્ષ ફિલ્મનું નામ
૧૯૩૩ કિંગ ફોર અ ડે (દિગ્દર્શક: રાજ હંસ)
૧૯૩૪ મુમતાઝ બેગમ
૧૯૩૪ અમીના
૧૯૩૪ રૂપ કુમારી (Director: Madan)
૧૯૩૫ જવાની કા નશા
૧૯૩૬ નસીબ કા ચક્કર (દિગ્દર્શક: પેસી કરણી)
૧૯૪૦ અનારબાલા (દિગ્દર્શક: એ. એમ. ખાન)
૧૯૪૨ રોટી (દિગ્દર્શક: મહેબૂબ ખાન) [અખ્તરીબાઈ ફૈઝાબાદી તરીકે શ્રેય આપવામાં આવ્યો છે.]
૧૯૫૮ જલસાગર (દિગ્દર્શક: સત્યજીત રે)[બેગમ અખ્તર તરીકે શ્રેય આપવામાં આવ્યો છે.]

→ WhatsApp Group Click

→ Facebbok Page Click

Post a Comment

0 Comments