→ ડૉ. રામ મનોહર લોહિયા : ભારતના અગ્રણી સ્વાતંત્ર્યસેનાની, સમાજવાદી ચિંતક, પ્રથમ કક્ષાના રાજનીતિજ્ઞ અને સાંસદ તથા પ્રજાકીય આંદોલનોના આગેવાન.
→ જન્મ : 23 માર્ચ, 1910 (ફૈઝાબાદ,ઉત્તરપ્રદેશ)
→ અવસાન : 12 ઓકટોબર, 1967 (દિલ્હી)
→ પિતા : હરિરામ
→ માતા : ચંદાબેન
→ પ્રાથમિક શિક્ષણ સરયૂ નદીપારની ટંડન પાઠશાળામાં અને વિશ્વેશ્વરનાથ હાઇસ્કૂલમાં લીધું.
→ 1925માં મુંબઈ યુનિવર્સિટીની મૅટ્રિકની પરીક્ષા પ્રથમ વર્ગમાં પસાર કરી અને સોળ વર્ષની ઉંમરે 1926માં વધુ અભ્યાસાર્થે બનારસ ખાતેના કાશી વિશ્વવિદ્યાલયમાં દાખલ થયા.
→ 1927માં બનારસ હિંદુ યુનિવર્સિટીની ઇન્ટરની પરીક્ષા પસાર કરી અને વધુ અભ્યાસાર્થે કોલકાતા પ્રસ્થાન કર્યું, જ્યાં વિદ્યાસાગર કૉલેજમાં પ્રવેશ મેળવ્યો.
→ તેમણે વર્ષ 1929માં કોલકતા યુનિવર્સિટીમાંથી B.A.ની ડિગ્રી અને ત્યારબાદ જર્મનીની બર્લિન યુનિવર્સિટીમાંથી મીઠાનો સત્યાગ્રહ વિષય સાથે Ph.Dની ડિગ્રી મેળવી હતી.
→ 1932માં અર્થશાસ્ત્ર વિષયમાં બર્લિન યુનિવર્સિટીની ડૉક્ટરેટની પદવી મેળવી, જેના પ્રબંધનો વિષય હતો ‘ધ સૉલ્ટ ટૅક્સ ઍન્ડ સત્યાગ્રહ’. આ પ્રબંધ તેમણે જર્મનભાષામાં લખ્યો હતો.
→ 17 મે 1934માં પટના ખાતે સમાજવાદી પાર્ટીની સ્થાપનાનો નિર્ણય લેવાયો. સમાજવાદી પક્ષની વિધિવત્ સ્થાપના મુંબઈમાં ઑક્ટોબર 1934માં થઈ.
→ તેમણે બ્રિટનમાં વસવાટ દરમિયાન ભારતીય નાગરિકોના હકકો અને સ્વમાન જાળવવા ભારતીય મંડળની સ્થાપના કરી જેના તેઓ મંત્રી બન્યા હતાં.
→ તેઓ ભારત આવ્યા બાદ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા હતાં.
→ રામ મનોહર લોહિયા તથા જયપ્રકાશ નારાયણ, યુસુફ મહેરઅલી, મીનુ મસાણી, નાનાસાહેબ ગોરે, અશોક મહેતા અને કમલાદેવી ચટોપાધ્યાયે નાસિકની જેલમાં કોંગ્રેસમાં સમાજવાદી મંચ રચવાની યોજના કરી હતી. પરિણામે વર્ષ 1934માં મુંબઇ ખાતે કોંગ્રેસ સમાજવાદી પક્ષનું ઉદ્ઘાટન થયું હતું. આગળ જતા વર્ષ 1948માં સમાજવાદી પક્ષ કોંગ્રેસથી અલગ થઇ સ્વતંત્ર રાજકીય પક્ષ બન્યો હતો.
→ તેમણે ભારત છોડો આંદોલનમાં સક્રિય રીતે ભાગ લીધો હતો અને આ સમય દરમિયાન તેઓએ જીવનનો મોટો ભાગ ભૂગર્ભમાં વિતાવ્યો હતો.
→ તેઓ ફેબ્રુઆરી, 1947માં કોંગ્રેસ સમાજવાદી પક્ષના અધિવેશનના પ્રમુખપદે ચૂંટાયા હતાં.
ગોવા મુક્તિ આંદોલનમાં યોગદાન
→ 18 જૂન, 1946માં ડો. રામમનોહર લોહિયાએ ગોવાને પોર્ટુગીઝ શાસનમાંથી મુકત 18 કરવાની વાત કરી હતી.
→ તેમણે ગોવા મુક્તિ આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. તેઓ પોર્ટુગીઝ શાસનને કારણે ગોવાને ભારતનાં મોઢા પરનો ખીલ કહેતાં.
→ વર્ષ 1955માં રામમનોહર લોહિયાના નિર્દેશ પર આયોજિત મુક્તિ માર્ચના આયોજન વખતે પોર્ટુગીઝોએ આંદોલનકારીઓ પર ગોળીબાર કર્યો હતો.
→ તેના કારણે ભારત સરકારે ગોવાની ચારેબાજુથી નાકાબંધી કરી દીધી અને 18 ડિસેમ્બર, 1961ના રોજ ઓપરેશન વિજય અંતર્ગત ભારતીય સૈનિકોએ ગોવામાં પ્રવેશીને બે દિવસની સૈનિક કાર્યવાહી દ્વારા 19 ડિસેમ્બરે, 1961ના રોજ ગોવાને કબ્જે કરી લીધું.
→ તેમણે 'ગિલ્ટી મેન ઓફ ઈન્ડિયાસ પાર્ટીશન', 'ધ કાસ્ટ સિસ્ટમ', 'વ્હીલ ઓફ હિસ્ટ્રી', 'ઈકોનોમિકસ આફ્ટર માર્ક્સ' અને 'માર્ક્સ, ગાંધી અને સમાજવાદ વગેરે પુસ્તકો લખ્યા હતા.
→ તેમના પર મહાત્મા ગાંધીજી અને કાર્લ માર્કસના વિચારોનો પ્રભાવ જોવા મળે છે. ગાંધીજીની હત્યાના સમાચાર જાણ્યા પછી તેમણે કહેલું કે, 'હું હવે ખરા અર્થમાં અનાથ બન્યો છું'.
→ ડો.રામમનોહર લોહિયાએ સમાજ પરિવર્તન માટે સાત સ્વપ્નો જોયા હતા જેને 'સપ્ત ક્રાંતિ'(સાત ક્રાંતિ) તરીકે ઓળખવામાં આવે છે. સાત ક્રાંતિ :
સ્ત્રી-પુરુષ સમાનતા માટે ક્રાંતિ
રાજકીય આર્થિક અને જાતિગત અસમાનતાઓ સામે ક્રાંતિ
અંગત જીવનમાં અન્યાયી હસ્તક્ષેપ સામે ક્રાંતિ
જાતિવાદના નાશ માટે ક્રાંતિ
વિદેશી પ્રભુત્વ સામે અને લોકશાહી સરકાર માટે ક્રાંતિ
આર્થિક સમાનતા માટે અને ખાનગી મિલકતની અસમાનતાઓ સામે ક્રાંતિ
શસ્ત્રો વિરુદ્ધ અને સત્યાગ્રહ માટે ક્રાંતિ
→ ભારતમાંથી ગરીબી દૂર કરવી એ તેમની મહત્વાકાંક્ષા હતી તેમજ સ્વરાજ અને સુરાજયની પ્રાપ્તિ તેમનું જીવનસ્વપ્ન હતું.
→ તેમણે ભગવદગીતા, રામાયણ અને મહાભારત ગ્રંથોનું અર્થઘટન કર્યું હતું અને તેઓએ કહ્યું હતું કે, 'હે મા ભારતી ! હમેં શિવ કા મસ્તિષ્ક, કૃષ્ણ કા હ્રદય ઔર રામ કા કર્મ એવમ્ વચન દો'.
→ તેમની સ્મૃતિમાં રામ મનોહર લોહિયા અવધ યુનિવર્સિટી-ફૈઝાબાદ, રામ મનોહર નેશનલ લો યુનિવર્સિટી-લખનઉ, રામ મનોહર લોહિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ-લખનઉ અને રામમનોહર લોહિયા હોસ્પિટલ-નવી દિલ્હી ખાતે સ્થાપવામાં આવ્યા છે.
→ તેમની સ્મૃતિમાં ભારત સરકારના ટપાલ વિભાગ દ્વારા વર્ષ 1977માં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.
→ તેમણે ઘણા દેશોનો પ્રવાસ ખેડ્યો હતો. જેમાં ઇંગ્લૅન્ડ, જર્મની, યુરોપના કેટલાક દેશો, જાપાન, હાગકાગ, ઇન્ડોનેશિયા, થાઇલૅન્ડ, મલાયા, શ્રીલંકા, તુર્કસ્તાન અને ગ્રીસનો સમાવેશ થાય છે.
0 Comments