Ad Code

આંતરરાષ્ટ્રીય આપત્તિ નિવારણ દિવસ | International Disaster Prevention Day

આંતરરાષ્ટ્રીય આપત્તિ નિવારણ દિવસ
આંતરરાષ્ટ્રીય આપત્તિ નિવારણ દિવસ

→ સમગ્ર વિશ્વમાં આપત્તિનું જોખમ ઘટાડવા અને એ અંગે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 13 ઓક્ટોબરના રોજ ‘આંતરરાષ્ટ્રીય આપત્તિ નિવારણ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે.

→ વિશ્વમાં આપત્તિ જોખમ વ્યવસ્થાપન અંગે જાગૃતિ વર્ષ 1989માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા લાવવાના હેતુથી સંયુક્ત વર્ષ આ દિવસની શરૂઆત કરવામાં આવી હતી.

→ અગાઉ આ દિવસ ઓક્ટોબર મહિનાના બીજા બુધવારે ઉજવવામાં આવતો હતો..

→ પરંતુ વર્ષ 2009માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા દર વર્ષે 13 ઓક્ટોબરના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે..


આંતરરાષ્ટ્રીય આપત્તિ નિવારણ દિવસ : થીમ ૨૦૨૪

→ Education as a Lifeline for Youth in Disaster Risk Reduction


આપત્તિની વ્યાખ્યા

ટર્નર (1977) નાં જણાવ્યા મુજબ, 'આપત્તિ એટલે એક ઘટના કે જે કોઈ જગ્યા અને સમય માટે આવે અને સમાજનાં ભાગલાં પાડે છિન્ન-ભિન્ન કરી મૂકે અને અત્યાર સુધી સાંસ્કૃતિક રીતે (માળખાગત) સ્વીકારાયેલા સાવચેતીનાં પગલાંને નાશ કરે.'

ક્રેપ્સ નામના વિદ્વાનનાં જણાવ્યા પ્રમાણે, 'આપત્તિઓ એવી ઘટના કે જે અમુક સમયે અને જગ્યાએ અનુભવાય કે જેનાં સમાજ અને તેનાં મોટાભાગનાં એકમો (સમુદાયો, ધર્મો)ને મોટાપાયે નુકસાન પહોંચાડે છે અથવા રોજબરોજની કાર્યશૈલી છિન્ન-ભિન્ન કરી મૂકે, આપત્તિનાં કારણે અને પરિણામો બંને સામાજિક રચના અને સમાજની પ્રક્રિયા સાથે સંબંધ ધરાવે છે.”

ઑક્સફર્ડ ઇંગ્લિશ ડિક્સનરી જણાવે છે કે ડિઝાસ્ટર શબ્દ એ ફ્રેન્ચ શબ્દ છે. આ શબ્દ બે અલગ-અલગ શબ્દનાં સંયોજનથી બનેલો છે. આમ, આપત્તિ એટલે એવી ઘટના કે જે અઘટિત તેમજ નુકસાનકારક હોય.

→ વેબસ્ટર શબ્દકોષ પ્રમાણે જોઈએ તો ડિઝાસ્ટર એટલે એવી ગંભીર અને ચિંતાજનક દૂર્ઘટના કે બનાવ જે ખાસ કરીને વિવિધ ક્ષેત્રે પાયમાલી લાવે છે. તેમજ રોજિંદા જીવનમાં અડચણો કે વિઘ્નો ઊભા કરે છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના મત પ્રમાણે ડિઝાસ્ટર એટલે એવી કોઈપણ દૂર્ઘટના કે બનાવ, જેથી ખોટ, આર્થિક વિનાશ, જાનહાનિ થાય છે અને ઈજા કે રોગને લીધે આરોગ્ય સેવા પર બોજ પડે છે અને તે માટે અસરગ્રસ્ત સમાજ કે વિસ્તારને બહારથી સહાય મેળવ્યા વિના ચાલી શકે તેમ ન હોય.

આધુનિક સમજણ મુજબ, 'આપત્તિ' કોઈ એવી વિચિત્ર ઘટના, બનાવ વર્ણવે છે કે આપત્તિ : વ્યાખ્યા અને સમજ જે અચાનક આવી પડે અને માનવજાતને ખૂબ જ બહોળા પ્રમાણમાં નુકસાન કરે.


કુદરતી આપત્તિનાં કારણો

→ વધુ પડતાં વરસાદને કારણે.
→ વાતાવરણમાં થતાં અચાનક પલટાને કારણે.
→ વધુ પડતી ગરમીનાં કારણે.
→ જમીનમાં કંપન થવાથી.
→ પુર આવવાથી.
→ ગ્રીન હાઉસ ઇફેક્ટ.
→ જવાળામુખીનું ફાટવું.
→ જંગલમાં આગ લાગવાથી.
→ વધુ પડતાં વેગમાં પવન ફૂંકાવાથી.
→ જમીનનું ધસી પડવું.
→ વાદળ ફાટવાથી.
→ ઓછા અથવા વરસાદનાં ન પડવાથી.


માનવસર્જિત આપત્તિનાં કારણો

→ માણસની બેદરકારીને કારણે.
→ ગેસ લીક થવાથી.
→ કેમિકલના અયોગ્ય ઉપયોગથી.
→ કેમિકલ વિસ્ફોટથી..
→ આતંકવાદ.
→ પોતાનું વર્ચસ્વ બીજા રાષ્ટ્ર કે દેશ પર જમાવવા.
→ લોકોમાં ભયનું વાતાવરણ ઊભું કરવા.
→ બાંધકામમાં રહેલ ખામીને કારણે અથવા ખામીયુક્ત બાંધકામ.
→ ઓછી ગુણવત્તાવાળી વસ્તુઓનો ભાંધકામમાં ઉપયોગ કરવાથી.
→ વિદ્યુતશક્તિની અસફળતાથી નિષ્ફળતાથી.
→ બોમ્બ વિસ્ફોટ.
→ પરમાણું વિસ્ફોટ.
→ આગ લગાડવાથી.
→ કમ્પ્યુટરમાં ખામી સર્જાવાથી,
→ યુદ્ધ થવાથી.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click

Post a Comment

0 Comments