Ad Code

અમૃતલાલ વેગડ | Amritlal Vegad

અમૃતલાલ વેગડ
અમૃતલાલ વેગડ

→ જન્મ : ૩ ઓક્ટોબર, 1928 (જબલપુર, મધ્યપ્રદેશ)

→ અવસાન : 6 જુલાઇ, 2018 (જબલપુર)

→ પૂરું નામ : અમૃતલાલ ગોવામલ વેગડ

→ ઉપનામ : નર્મદા યાત્રી

→ પરિક્રમા નર્મદા મૈયાની અને સૌંદર્યની નદી નર્મદા જેવા પ્રસિદ્ધ પુસ્તકોના લેખક

→ તેઓ ગુજરાતી અને હિન્દી ભાષાના જાણીતા સાહિત્યકાર હોવાની સાથે ચિત્રકાર પણ હતાં.

→ તેમણે વર્ષ 1948-53 દરમિયાન કોલકત્તાની વિશ્વભારતી યુનિવર્સિટી(શાંતિનિકેતન) ખાતે નંદલાલ બોઝ પાસેથી ચિત્રકળાની તાલીમ લીધી હતી.

→ તેઓએ ગુજરાતી પ્રવાસ સાહિત્ય ઉપરાંત પર્યાવરણ સંરક્ષણ ચળવળમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.

→ તેમણે મધ્યપ્રદેશમાં નર્મદા અને અન્ય નદીઓમાં થતા પ્રદૂષણ વિરુદ્ધ અભિયાન ચલાવ્યું હતું.

→ તેઓએ મધ્યપ્રદેશના જબલપુર ખાતે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાઇન આર્ટ્સમાં શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ પાણી રંગો અને તૈલ રંગો (ઓઇલ ક્લર) વડે ચિત્રો દોરતા હતાં.

→ શાંતિનિકેતનમાં અભ્યાસ દરમિયાન તેમના દ્વારા લિખિત નિંબધ ઇન્ટ્રોડયૂસિંગ અહિંસા ટૂ ધ બેટલફિલ્ડ લોકપ્રિય પુસ્તક ગાંધી-ગંગાનો ભાગ બન્યો હતો.

→ તેમણે સૌપ્રથમ વર્ષ 1977માં 49 વર્ષની ઉંમરે અને બીજીવાર વર્ષ 1999માં 71 વર્ષની ઉંમરે એમ બે વાર નર્મદા નદીની પરિક્રમા કરી હતી.

→ નર્મદા નદી પર તેમનું પ્રથમ પુસ્તક નર્મદા : રિવર ઓફ બ્યુટી હતું, તે બદલ તેમને વર્ષ 2004માં સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત થયો હતો. જેનું હિન્દી, મરાઠી અને બંગાળી સહિત વિવિધ ભાષાઓમાં અનુવાદ થયો છે.

→ સૌંદર્ય કી નદી નર્મદા પુસ્તક માટે તેમને મધ્યપ્રદેશ સરકાર દ્વારા શરદ જોષી સન્માન અને મધ્યપ્રદેશ સાહિત્ય પરિષદનો અખિલ ભારતીય પુરસ્કાર એનાયત થયો હતો. આ ઉપરાંત તેમને થોડું સોનું, થોડું રૂપું પુસ્તક માટે પરમાનંદ કુંવરજી કાપડિયા પારિતોષિક પ્રાપ્ત થયું હતું.

→ તેમને માખણલાલ ચતુર્વેદી પત્રકારિત્વ યુનિવર્સિટી (મધ્યપ્રદેશ) દ્વારા ડી.લીટ.ની ઉપાધિ આપવામાં આવી હતી.

→ તેમને પરિક્રમા નર્મદા મૈયાની પુસ્તક માટે ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક અને કાકાસાહેબ કાલેલકર પારિતોષિક તેમજ સૌંદર્યની નદી નર્મદા પુસ્તક માટે સાહિત્ય અકાદમી પારિતોષિક (દિલ્હી) થી સન્માનિત કરવામાં આવ્યા હતાં.

→ જીવન કે લિયે રોટી સે પહલે પાની જરૂરી હૈ... નર્મદા કો હમારી જરૂરત નહી હમે નર્મદા કી જરૂરત હૈ તથા મારી નર્મદા પરિક્રમા ધાર્મિક નહીં પરંતુ સાંસ્કૃતિક હતી તેમના જાણીતા કથનો છે.


.

→ નિબંધ સંગ્રહ: થોડું સોનું, થોડું રૂપું, ‘બાપુ સૂરજ કે દોસ્ત’ (1969); ‘બાપુ કો દસ અંજલિયૉં’ (1969); ‘ભારત મેરા દેશ’ (1972)

→ પ્રવાસગ્રંથ : સૌંદર્યની નદી નર્મદા (1972)

→ ગુજરાતી પુસ્તકો : પરિક્રમા નર્મદામૈયાન (1994)ી, સ્મૃતિઓનું શાંતિનિકેતન, સૌંદર્યવતી નર્મદા, નર્મદાનો પ્રવાસ (1990), બાપુને તે દસ અંજલિ, બાપુ સૂરજના દોસ્ત

→ હિન્દી પુસ્તકો : નર્મદા કી પરિક્રમા, અમૃતસ્ય નર્મદા, નદીયા ગહરી નાવ પુરાની, નર્મદા તુમ કિતની સુંદર હો.

→ અંગ્રેજી પુસ્તક : નર્મદા : રિવર ઓક બ્યુટી


ઍવૉર્ડ

→ સાહિત્યસાધના બદલ તેમને 1972માં શિક્ષણ અને સમાજ કલ્યાણ મંત્રાલય ઍવૉર્ડ

→ 1992માં મધ્ય પ્રદેશ રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ ઍવૉર્ડ

→ 1994માં મધ્યપ્રદેશ સાહિત્ય પરિષદ ઍવૉર્ડ અને ગુજરાત સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે.

→ ‘સૌંદર્યની નદી નર્મદા’ નામક તેમના ભ્રમણવૃત્ત બદલ 2004ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click

Post a Comment

0 Comments