→ દર વર્ષે સમગ્ર વિશ્વમાં ૨૨ સપ્ટેમ્બરના રોજ વિશ્વ ગેંડા દિવસ ઉજવવામાં આવે છે.
→ આ દિવસ ઉજવવાનો ઉદેશ્ય ગેંડાની સુરક્ષા વધુ દ્રઢ કરવાનો તથા સંવર્ધન કરવા અને ગેંડાની વસતિમાં થતા ઘટાડાને રોકવા માટે જાગૃતિ ફેલાવવાનો છે.
→ વર્લ્ડ વાઈલ્ડ લાઈફ ફંડ (WWF)દક્ષિણ આફ્રિકા દ્વારા વર્ષ ૨૦૧૦માં દર વવર્ષે ૨૨ સપ્ટેમ્બરને વિશ્વ ગેંડા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી.
→ એક શીંગી ગેંડો એ ભારતીય ગેંડા તરીકે પણ ઓળખાય છે. તે કદમાં ગેંડાઓની અન્ય પ્રજાતિઓની સરખામણીમાં સૌથી મોટી છે. તેના માથા પર કાળા રંગની એક મજબુત એક શીંગ હોય છે.
→ સૌથી વધુ એકશીંગી ગેંડા ભારતમાં જોવા મળે છે. ભારતમાં પણ સૌથી વધુ ભારત-નેપાળ સરહદ, પશ્વિમ બંગાળ અને આસામના ઉત્તરીય ભાગમાં જોવા મળે છે.
→ તે સસ્તનવર્ગનું શાકાહારી પ્રાણી છે.
→ Rhino Cerous શબ્દ ગ્રીક શબ્દ Rhino (નાક) અને Ceros (શિંગ) પરથી આવ્યો છે.
→ વિશ્વમાં ગેંડાની પાંચ પ્રજાતિઓ જોવા મળે છે.
→
સફેદ ગેંડો White Rhino)
કાળો ગેંડો (Black Rhino)
જવાન ગેંડો (Javan Rhino)
સુમાત્રન ગેંડો (Sumatran Rhino)
એક શીંગી ગેંડો (Greator One - Horned Rhino)
→ આસામના કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, પોબીતારા અભ્યારણ્ય, ઓરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, માનસ પશ્વિમ બંગાળના જલદાપરા રાષ્ટ્રીય ઉદ્યાન, ગોરુમારા રાષ્ટ્રીય ઉદ્યાન એન ઉત્તર પ્રદેશના દુધવા ટાઇગર રીઝર્વમાં ગેંડા જોવા મળે છે.
0 Comments