Ad Code

Responsive Advertisement

આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ International Sign Language Day

આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ International Sign Language Day
આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ International Sign Language Day

→ વિશ્વમાં દર વર્ષે 23 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ (International Sign Language Day) ઉજવવામાં આવે છે.

→ થીમ - 2024 → Sign up for Sign Language Rights

→ બોલી અને સાંભળી નહીં શકનાર લોકોને શરીરના હાવ-ભાવથી વાતચીત કરતાં શીખવવાનો તેમજ તેમના માનવાધિકાર જાળવવાનો અને સંસ્કૃતિનું રક્ષણ કરવાનો છે. આ માટે વિશ્વ સ્તરે વર્લ્ડ ફેડરેશન ઓફ ડેફ (WFD - World Federation of Deaf) સંસ્થા કાર્યરત છે.

→ વિશ્વ બધિર મહાસંઘની સ્થાપના 23 સપ્ટેમ્બર, 1951ના રોજ થઈ હતી તેથી સંયુક્ત રાષ્ટ્રસંઘ (UN)ની સામાન્ય સભાએ 19 ડિસેમ્બર, 2017ના રોજ 23 સપ્ટેમ્બરને આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ જાહેર કર્યો હતો.

→ સૌપ્રથમ વર્ષ 2018માં આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

→ વર્લ્ડ ફેડરેશન ઓફ ડેફ (WFD) એ વર્ષ 2020માં આ દિવસને Global Leaders Challenge તરીકે જાહેર કર્યો હતો. આ પડકારોનો હેતુ દરેક દેશના બધિર લોકોના રાષ્ટ્રીય સંગઠનો તથા અન્ય બધિર લોકો માટે કામ કરતી સંસ્થાઓ સાથે ભાગીદારીમાં સ્થાનિક, રાષ્ટ્રીય અને વૈશ્વિક નેતાઓ દ્વારા સાંકેતિક ભાષાઓના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે.

→ સાંકેતિક ભાષાઓ સંપૂર્ણ રીતે વિકસિત કુદરતી ભાષાઓ છે, જે બોલાતી 5 ભાષાઓથી માળખાકીય રૂપે અલગ છે.

→ WFD મુજબ, વિશ્વભરમાં બધિર લોકોની સંખ્યા લગભગ 72 મિલીયન છે તેમજ તેઓ 300થી વધુ વિવિધ સાંકેતિક ભાષાઓનો ઉપયોગ કરે છે.

ભારતીય સાંકેતિક ભાષા (ISL) વર્ષ 2001થી પ્રચલિત છે. જે વિશિષ્ટ વ્યાકરણ અને સંકેતો ધરાવે છે.

સિબાજી પાંડાએ વર્ષ 2001માં નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ સ્પીચ એન્ડ હીયરિંગ ડિસેબિલિટીઝ ખાતે ISL નો પ્રથમ તાલીમ અભ્યાસક્રમ રજૂ કર્યો હતો.

→ વર્ષ 1958માં ઇટાલીના રોમ શહેરમાં વૈશ્વિક બધિર સમુદાય દ્વારા આંતરરાષ્ટ્રીય બધિર સપ્તાહ (International Week of the Deaf)ની ઉજવણી કરવામાં આવી હતી.

→ સપ્ટેમ્બર માસનો અંતિમ સપ્તાહ આંતરરાષ્ટ્રીય બધિર સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે.

→ World Federation Of Deaf (Wfd)ની સ્થાપના : 23 સપ્ટેમ્બર, 1951 (રોમ, ઇટલી)માં કરવામાં આવી હતી. તે એક આંતરરાષ્ટ્રીય NGO છે, જે બધિર લોકોના રાષ્ટ્રીય સંગઠનો માટે ઉત્કૃષ્ટ બોડી તરીકે કાર્ય કરે છે. તે સાંકેતિક ભાષાનો ઉપયોગ કરતા બધિર લોકો, તેમના પરિવાર અને મિત્રો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

→ સાંકેતિક ભાષાના મુખ્ય બે પ્રકાર છે : (1) વર્ણ પર આધારિત સાંકેતિક ભાષા અને (2) આકૃતિઓ કે ચિત્રો પર આધારિત સાંકેતિક ભાષા.

Post a Comment

0 Comments