→ અલ્ઝાઈમર એ એક એવી સ્થિતિ છે જેમાં વ્યક્તિ નાની-નાની વાતો ને ભૂલવા લાગે છે. પહેલા વૃદ્ધ લોકોને આ બિમારી અસર કરતી હતી હવે આ બિમારી લગભગ દરેક ઉંમરના લોકોમાં જોવા મળે છે.
→ વિશ્વ અલ્ઝાઈમર દિવસ દર વર્ષે 21 સપ્ટેમ્બરે ઉજવાય છે.
→ આ દિવસ અલ્ઝાઈમર રોગ વિશે જાગૃતિ ફેલાવવા માટે ઉજવાય છે.
→ અલ્ઝાઈમર ડીસીઝ ઇન્ટરનેશનલ (ADI) વૈશ્વિક સંસ્થા દ્વારા અલ્ઝાઈમર (ડિમેન્શિયા) રોગ અંગેની આંતરરાષ્ટ્રીય ઝુંબેશના ભાગ રૂપે વર્ષ ૨૦૧૨ થી દર વર્ષે સપ્ટેમ્બર મહિનાને વિશ્વ અલ્ઝાઇમર મહિના તરીકે ઉજવવામાં આવે છે.
→ વર્ષ ૧૯૯૪માં એડિનબર્ગમાં અલ્ઝાઇમર ડીસીઝ ઇન્ટરનેશનલ દસ વર્ષની યાદમાં " વિશ્વ અલ્ઝાઈમર દિવસ"ણી શરૂઆત કરવામાં આવી હતી.
→ વર્ષ 2016 માં વિશ્વ અલ્ઝાઈમર ડે અભિયાનની થીમ હતી- “મને યાદ રાખો”. આ દિવસનો હેતુ માત્ર વિશ્વભરના લોકોને આ બીમારીના લક્ષણો શોધવા માટે પ્રોત્સાહિત કરવાનો નથી, પરંતુ ડિમેન્શિયાથી પીડિત દર્દીઓ અથવા આ રોગને કારણે મૃત્યુ પામેલા દર્દીઓને ભૂલી ન જાય તે પણ છે.
→ વિશ્વ અલ્ઝાઈમર દિવસ 2024 ની થીમ : આ વર્ષે આ દિવસ ડિમેન્શિયાને સમર્પિત છે. આ વર્ષે ઉદ્દેશ્ય લોકોને ડિમેન્શિયા વિશે જાગૃત કરવાનો અને આ સમસ્યાના કિસ્સામાં યોગ્ય સારવાર અને નિવારણ વિશે માહિતી આપવાનો છે. તેમાં આ રોગ અંગે લોકોમાં ફેલાયેલી માન્યતાઓને દૂર કરવાનો પણ સમાવેશ થાય છે.
→ વર્ષ ૧૯૦૬માં જર્મન મનોચિકિત્સક ડો. એલોઈસ અલ્ઝાઇમારે સૌપ્રથમ ડિમેન્શિયા રોગની વિશ્વ સમક્ષ રજુ કરી હતી. આ કારણસર તેમના નામ પરથી આ રોગનું નામ અલ્ઝાઇમર રાખવામાં આવ્યું છે.
→ અલ્ઝાઇમર સર્વસામાન્ય રૂપ ડિમેન્શિયા (મનોભ્રંશ) છે, જે સતત વધતો જતો મસ્તિષ્ક સંબંધી રોગ છે. જેમાં એમીલોઇડ -બીટા પેપ્ટાઈડસ ધરાવતા પ્લેગ મગજમાં એકઠા ય્જય છે અને મસ્તિષ્કણી કેશીકાઓ ને નષ્ટ કરી નાખે છે.
→ અલ્ઝાઇમરના દર્દીઓની સંખ્યામાં ચીન અને યુએસએ પછી ભારત ત્રીજા ક્રમમાં આવે છે.
રોગના 4 તબક્કા
અલ્ઝાઈમર
→ આ તબક્કામાં દર્દીના મગજમાં એસિટિલકોલિન તત્વની ઉણપ જોવા મળે છે. જેના કારણે વ્યક્તિના મગજ પર હોર્મોન્સનો બગાડ થવા લાગે છે. ધીરે-ધીરે યાદશક્તિ નબળી પડવા લાગે છે.
લેવી બોડીઝ
→ આ તબક્કામાં મગજની આસપાસ જોવા મળતા પ્રોટીનમાં અસંતુલન જોવા મળે છે, જે દર્દીની વિચારવાની, સમજવાની અને કામ કરવાની ક્ષમતાને અસર કરે છે.
વસેકુલર
→ આ તબક્કામાં મગજની ધમનીઓમાં લોહીનો પ્રવાહ ઓછો થઈ જાય છે. જેના કારણે ધમનીઓમાં અનેક પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે. તેની અસર શરીરની દરેક ધમની પર પડવા લાગે છે.
ફ્રન્ટોટેમ્પોરલ
→ આ તબક્કામાં વ્યક્તિ કેટલીક બાહ્ય ઈજાને કારણે આવે છે. મગજના આંતરિક ભાગમાં અમુક આઘાતને કારણે આવું થાય છે. જેના કારણે મગજ ધીમે-ધીમે કામ કરવાનું બંધ કરી દે છે.
રોગના લક્ષણો
→ રોજીંદા કાર્યમાં ભૂલ થાય
→ દર્દીની યાદશક્તિ નબળી પડવી.
→ થોડાં કલાકો પહેલા બનેલી વસ્તુઓને યાદ ન રાખી શકવી.
→ વ્યવહારમાં પરિવર્તન
→ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ્સ અથવા પૈસા ક્યાંક રાખેલા ભૂલી જવાનું.
→ શરીરની ઇવ્ધ ક્રિયાઓમાં અડચણ
→ યાદશક્તિની સાથે ભાષાના પ્રવાહ પર પણ નેગેટિવ અસર થઈ શકે છે.
→ આ ઉપરાંત વ્યક્તિ અનિદ્રા, ચિંતા જેવી સમસ્યાઓનો શિકાર બને છે.
અલ્ઝાઇમરના કારણો
→ ઉંમર વધવાની સાથે અલ્ઝાઇમર થવાની શક્યતા વધે છે.
→ વંશપરંપરાગત હોઈ શકે.
→ માનસિક દબાણ, ડાયાબીટીશ, હાઈબ્લડ પ્રેશર, વ્યસનના કારણે હોઈ શકે
અલ્ઝાઇમર રોકવાના ઉપાયો
→ ભોજનમાં સમતોલ આહાર લેવો, જંકફૂડ નહીવત લેવું, મગજને સતત નવું શીખવા માટે તૈયાર રાખવું.
→ શરીરને સ્વસ્થ રાખવા કસરત કરવી
Theme
→ Time to act on Dementia, Time to acton Alzheimers
0 Comments