→ વિશ્વ શાંતિ દિવસ અથવા ‘આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ’ દર વર્ષે ’21 સપ્ટેમ્બર’ના રોજ ઉજવાય છે.
→ આ દિવસને તમામ દેશો અને લોકોમાં સ્વતંત્રતા, શાંતિ અને ખુશીનો આદર્શ માનવામાં આવે છે.
→ ‘વિશ્વ શાંતિ દિવસ’ મુખ્યત્વે સમગ્ર પૃથ્વી પર શાંતિ અને અહિંસા સ્થાપિત કરવા માટે ઉજવાય છે.
→ સંયુક્ત રાષ્ટ્રની મહાસભા દ્વારા ૧૯૮૧માં આ દિવસની ઉજવણીની મંજુરી આપવમાં આવી હતી. જો કે, શરૂઆતમાં સપ્ટેમ્બર મહિનાના ત્રીજા મંગળવારે આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
→ ત્યારબાદ વર્ષ ૨૦૦૧થી સપ્ટેમ્બર મહિનાના ત્રીજા મંગળવારની જગ્યાએ દર વર્ષે ૨૧ સપ્ટેમ્બરના રોજ આ દિવસની ઉજવણી કરવાનું નક્કી થયું હતું
→ 'World Peace Day'ને 'International Day of Peace' તરીકે પણ ઓળખવામાં આવે છે.
→ સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય મથક ન્યુયોર્ક ખાતે વિશ્વ શાંતિ બેલ રાખવામાં આવ્યો છે. આ દિવસની ઉજવણીની શરૂઆત આ બેલ વગાડીને કરવામાં આવે છે.
→ આ દિવસને યુદ્ધ વિરામ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે.
Theme
→ 2023 ની થીમ : 'શાંતિ માટે ક્રિયાઓ: વૈશ્વિક લક્ષ્યો માટે અમારી મહત્વાકાંક્ષા'
→ 2024 ની થીમ : Cultivating a Culture of Peace (શાંતિની સંસ્કૃતિ કેળવવી)
0 Comments