સુરંદો | Surando


સુરંદો

→ સુરંદો તંતુવાદ્ય શ્રેણીનું પ્રાચીન વાઘ છે.

→ સુરંદો કચ્છ, સિંધ, સૌરાષ્ટ્ર અને રાજસ્થાનનું લોકપ્રિય વાદ્ય છે.

→ સુરંદોને 'સોરંદો' તરીકે પણ ઓળખવામાં આવે છે. ભગવદગોમંડળમાં તેની ઉત્પત્તિ સારંગીમાંથી થઈ હોવાનો ઉલ્લેખ છે. જેનો ઉપયોગ કચ્છના જત સમુદાયના લોકો તેમના પારંપારિક લોકગીતમાં કરે છે.

→ સુરંદો કચ્છના જત લોકોનું પ્રસિદ્ધ વાદ્ય છે.

→ સુરંદોનો આકાર સામાન્ય રીતે કળા કરેલા મોર જેવો હોય છે.

→ સુરંદોના તાર ટીપ, નીમ અને ધીમ તરીકે ઓળખવામાં આવે છે.

→ સુરંદોમાં રાગરાગણીઓ વગાડવામાં આવે છે.

→ સુરંદોના પ્રખ્યાત કલાકાર સિદીકભાઈ જત છે.

→ સુરંદો' એ કચ્છનું એક પ્રાચીન લોકસંગીત (Kutchi folk musical instrument Surando) વાદ્ય છે.

→ તારવાળા આ તંતુવાદ્યને ગઝ અથવા ગાઝીથી વગાડવામાં આવે છે. સારંગી જેવું લાગતું આ વાદ્ય આમ તો બધા જ લાકડામાંથી બની શકે, પણ લાહિરો લાકડાને સુરંદો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

→ સુરંદો બનાવવા માટે લાકડાને મોર જેવો આકાર આપવામાં આવે છે.

→ સુરંદો રોહીડાનાં લાકડામાંથી બનાવવામાં આવે છે.

→ સુરંદોનો (Folk musical instrument Surando) ઉદભવ પાકિસ્તાનમાં થયો છે.

→ કચ્છમાં આ વાદ્ય ફકીરાણી જત સમાજમાં જોવા મળે છે. જે આ કલા વંશપરંપરાગત ઊતરી આવી છે.


→ સુરંદો પાંચ તારનું તંતુ વાદ્ય છે. જે રોહીડાનાં લાકડામાંથી બનાવવામાં આવે છે. અને તેને પણછથી વગાડાય છે. આ પણછ ઘોડાની પૂછડીના વાળમાંથી બનાવાય છે.

→ સુરંદાનો કલાકાર જયારે સુરંદો વગાડવા બેસે છે ત્યારે સૌ પ્રથમ પણછને ઝીણા પાતળાં પળ અથવા ‘બીચ્ચો’’ સાથે ઘસાય છે. જે સરગુના ઝળનું રસ હોય છે, ત્યાર બાદ પણછને તાર પર ઘસવાથી સુરંદોના સૂ૨ પેદા થાય છે.

→ સુરંદો ખાસ કરીને ચોમાસામાં વધારે વગાડતાં હોય છે.



Post a Comment

0 Comments