Ad Code

World Milk Day | વિશ્વ દૂધ દિવસ


વિશ્વ દૂધ દિવસ

→ વિશ્વ દૂધ દિવસ એ સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન (FAO) દ્વારા દૂધના વૈશ્વિક ખોરાક તરીકેના મહત્વને માન્યતા આપવા માટે સ્થાપિત આંતરરાષ્ટ્રીય દિવસ છે.

→ સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૧ જુન ના રોજ "વિશ્વ દૂધ દિવસ"ણી ઉજવણી કરવામાં આવે છે.

→ આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ દેરી ક્ષેત્રના વિકાસ, દૂધ ઉત્પાદન પ્રવૃત્તિઓ અને દૂધ પોષક મૂલ્યોના મહત્ત્વને પ્રોત્સાહન આપવાનો છે.

→ સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ અને સંગઠન (FAO) દ્વારા વર્ષ ૨૦૦૧ થી દર વર્ષે ૧ જુને આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

નોંધ : ભારતમાં દર વર્ષે ૨૬ નવેમ્બરના રોજ "રાષ્ટ્રીય દૂધ દિવસ"ની ઉજવણી કરવામાં આવે છે.

→ ભારતમાં 26 નવેમ્બરના રોજ નેશનલ મિલ્ક ડે ઉજવવામાં આવે છે. ભારતમાં આ દિવસની ઉજવણી ડો.વર્ગીસ કુરિયનના જન્મદિવસ નિમિત્તે કરવામાં આવે છે, જેમને ભારતમાં શ્વેત ક્રાંતિના જનક પણ કહેવામાં આવે છે. તેમને ‘મિલ્ક મેન’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

Post a Comment

0 Comments