Ad Code

'શયદા' હરજી લવજી દામાણી

બાવળ
'શયદા' હરજી લવજી દામાણી

→ જન્મ : 24 ઓક્ટોબર 1892 (પીપળી, ધંધૂકા, અમદાવાદ)

→ અવસાન : 31 મે, 1962 (મુંબઇ)

→ પિતા : લવજીભાઈ

→ માતા : સંતોકબહેન

→ ઉપનામ : શયદા

→ મૂળ નામ : હરજી લવજી દામાણી


→ અભ્યાસ : માત્ર 4 ધોરણ સુધી

→ ગુજરાતી સાહિત્યકાર: મુખ્યત્વે કવિ-ગઝલકાર અને નવલકથાકાર તરીકે પ્રસિદ્ધ જ્ઞાતિએ સૌરાષ્ટ્રની ખોજા શિયા ઇસ્ના અશરી

→ ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત ગઝલકાર અને નવલકથાકાર હરજી દામાણીને ગઝલનું ગુજરાતીકરણ કરવાનો અને મુશાયરા દ્વારા ગઝલને લોકપ્રિય બનાવાનો શ્રેય તેમના ફાળે છે.

→ તેમણે "બે ઘડી મોજ(1924)" સામયિકની શરૂઆત કરી હતી. આ સામયિક દ્વારા અસલ ગુજરાતી ગઝલનો યુગનો આરંભ થયેલ છે. આ ઉપરાંત ગઝલ નામના સામયિકના તેઓ સહસંપાદક હતા.

→ તેમની નવલકથાઓનો વિષય સામાજિક અને ઐતિહાસિક મુદ્દાઓ મા અને મોટી ભાભી તેમની સૌથી પ્રખ્યાત સામાજિક નવલકથા છે.

→ ભાષાની સાદગી અને વિચારની તાજગી એમની ગઝલોનો મુખ્ય વિશેષ છે. તેમની વાર્તા વણઝારી વાવ પરથી ચંદ્રકાંત સાંગાણીએ ગુજરાતી ફિલ્મ કરિયાવર (1977) બનાવી હતી.

→ તેમની યાદમાં નેશનલ થિયેટર ઓફ ઈન્ડિયા દર વર્ષે ગુજરાતી ગઝલના યુવા કવિને શયદા એવોર્ડ એનાયત કરવામાં આવે છે.


ગઝલ ગ્રંથો

→ જય ભારતી (1922), ગુલઝારે-શાયરી-શયદા (1961), દીપકનાં કૂલ (1965), ચિતા (1968) તથા અશ્રુ ચાલ્યા જાય છે (1999)


નવલકથાઓ

→ ‘મા તે મા’ (ભાગ 1-2), ‘અમીના’, ‘છેલ્લી રોશની’ (ભાગ 1-2), ‘બહાદુરશાહ ઝફર’ (ભાગ 1-2), ‘આઝાદીની શમા’ (ભાગ 1-2), ‘ખમ્મા ભાઈને’ (ભાગ 1-2), ‘દુખિયારી’ (ભાગ 1-2), ‘ચાંદની રાત’, ‘મુમતાઝ’, ‘સૌંદર્યપૂજા’, ‘નવો સંસાર’, ‘જમાનાની ઝલક’, ‘લયલા’, ‘ભરદરિયે’, ‘અંધારી રાત’ (ભાગ 12), ‘સેંથીમાં સિંદૂર’ (ભાગ 1-2), ‘અમાનત’ (ભાગ 1-2), ‘સાબીરા’ (ભાગ 1-2), ‘મોટી ભાભી’, ‘વણઝારી વાવ’, ‘વીરહાક’ (ભાગ 1-2), ‘જ્યોતિ તોરણ’, ‘બેઠો બળવો’, ‘લક્ષ્મીનંદન’, ‘ડૉ. અનુપમ’, ‘શમશીરે અરબ’ (ભાગ 12), ‘પુનિત ગંગા’, ‘લાખેણી લાજ’ (ભાગ 1-2), ‘જીવતા સૂર’, ‘નાની નણદી’, ‘આગ અને અજવાળાં’, ‘શાહજાદી કાશ્મીરા’, ‘રાજહંસ’ (ભાગ 1-2), ‘સૂરસમાધિ’ (ભાગ 1-2), ‘દેવ દુલારી’ (ભાગ 1-2), ‘હમીદા’, ‘માયાનું મન’, ‘રાજેશ્વરી’, ‘રાજબા’, ‘અંધારી રાત’ (ભાગ 1-2), ‘અનવરી’, ‘માસૂમા’, ‘દોશીઝા’



કવિતાસંગ્રહો

→ જય ભારતી (1963), ગુલઝારે-શાયરી-શયદા (1961), દિપકના કૂલ (1965), ચિંતા (1968) અને અશ્રુ ચાલ્યા જાય છે (1999)


નાટક (રંગભૂમિ પર ભજવાયેલાં નાટકો છે.)

→ અમરજ્યોત (1956), સંસારનૌકા, કર્મપ્રભાવ, વસંતવીણા, કુમળી કળી, નારીહૃદય, પૂજારી,કોઈનું મીંઢળ કોઇના હાથે


વાર્તાસંગ્રહો

→ ‘પાંખડીઓ’ (1938), ‘અમીઝરણાં’, ‘કેરીની મોસમ અને બીજી વાતો’ તથા ‘સંસારની શોભા’


પંક્તિઓ


મને આ જોઈને હસવ હજારો વાર આવે છે.
પ્રભુ! તારા બનાવેલા તને આજે બનાવે છે !

હાથ આવ્યું હતું હરણ છુટયું,
હાય,મારું એ બાળપણ છૂટ્યું!

નજરના તીર જોતાં હું જગાડીને જિગર બોલ્યો,
ઊઠો સત્કાર કરવાને નવા મહેમાન આવે છે.

વિચારી બોલ ‘શયદા યા તું એને રાખ કાબૂમાં,
અરે એ જીભ છે, જે વિશ્વમાં માથા કપાવે છે.

અધિક છે વેદથી પણ જ્ઞાનનો વિસ્તાર આંસુમાં,
છુપાયો છે છુપી રીતે જગત-કિરતાર આંસુમા


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments