→ તમાકુનું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને લાંબા ગાળે જીવલેણ સાબિત થઇ છે. તમાકુ અને ગુટખા, સિગારેટ જેવી તમાકુની પ્રોડક્ટનં સેવન ન કરવાથી અને તમાકુથી થતી બીમારીઓ વિશે જાગૃતિ ફેલાવવા માટે વિશ્વ તમાકુ વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવે છે.
→ સમગ્ર વિશ્વમાં આ દિવસની ઉજવણી ૩૧મેના રોજ કરવામાં આવે છે.
→ હેતુ : તમાકુના ઉપયોગી નકારત્મક સ્વાસ્થ્ય અસરો અંગે જાગૃત્તિ કેળવવાનો છે.
→ આ દિવસે સમગ્ર વિશ્વમાં ૨૪ કલાક માટે તમાકુના તમામ સ્વરૂપોના ઉપયોગનો ત્યાગ કરવા લોકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે.
→ ૧૯૮૭ માં WHOના સભ્ય દેશો દ્વારા આ દિવસની રચના કરવામાં આવી હતી.
→ સૌ પ્રથમવાર 7 એપ્રિલ, 1988માં વિશ્વ તમાકુ નિષેધ દિવસ ઉજવાયો હતો.
→ તમાકુ અનેક ગંભીર રોગોનું કારણ બની શકે છે, જેમ કે, ફેફસાના રોગો, ક્ષય રોગ, ક્રોનિક અવરોધક પલ્મોનરી ડીસિઝ વગેરે. એટલું જ નહીં, તે ફેફસાના કેન્સર અને મોઢાના કેન્સરનું કારણ પણ બની શકે છે.
થીમ
→ થીમ 2024 : "Protecting Children from Tobacco Industry Interference" એટલે કે બાળકોને તમાકુ ઉદ્યોગના હસ્તક્ષેપથી બચાવવાનો છે.
→ 2023ના વિશ્વ તમાકુ નિષેધ દિવસની થીમ: “આપણને ખોરાકની જરૂર છે, તમાકુની નહીં” – “WE NEED FOOD, NOT TOBACCO”
0 Comments