→ વીણાવહ વાજિંત્ર પિનાકીવીણા નામથી ઓળખાતું હતું, તે હવે રાવણહથ્થા તરીકે ઓળખાય છે.
→ આ વાજિંત્રનો ઉપયોગ શાસ્ત્રીય સંગીતની મહેફિલોમાં નહિ, પરંતુ રાજસ્થાનના ફરતા બાવાઓ અને કેટલેક ઠેકાણે યાચક વર્ગના લોકો મનોરંજન માટે કરતા હોય છે.
→ રાવણહથ્થાને ગુજરાત અને રાજસ્થાનનું પ્રમુખવાદ્ય માનવામાં આવે છે.
→ રાજસ્થાન ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પણ રાવણહથ્થો વગાડવામાં આવે છે.
→ રાવણહથ્થાની અંદર નીચે નાનો તંબુ હોય છે. જે નાળિયેરની કાંચળીમાંથી બનાવવામાં આવે છે.
→ રાવણહથ્થામાં ત્રણથી ચાર તાર હોય છે અને તે પ્રમાણમાં નાનો હોય છે.
→ ગુજરાતનો રાવણહથ્થો ત્રણથી ચાર તારનો અને પ્રમાણમાં નાનો હોય છે. જ્યારે ગુજરાત બહારનો રાવણહથ્થો સાતથી દશ તારનો અને થોડો મોટો હોય છે.
→ લંકાપતિ રાવણ જ્યારે સાધુના વેશમાં વનમાં સીતાજીનું હરણ કરવા ગયો ત્યારે તેના હાથમાં જે વાજિંત્ર હતું તેનો સંસ્કૃત ગ્રંથોમાં 'રાવણ હસ્તવીણા' તરીકે ઉલ્લેખ જોવા મળે છે.
0 Comments
Any suggestions, Please comment Below 👇