→ તેમણે ભારતીય બંધારણની હિન્દી આવૃત્તિનું સુશોભન કર્યું હતું તેમજ તેમણે બેઓહર રામમનોહર સિન્હા સાથે મળીને ભારતીય બંધારણની અંગ્રેજી આવૃત્તિનું પણ સુશોભન કર્યું હતું.
→ તેમણે ભારતીય બંધારણની મૂળ પ્રત માટે ઇતિહાસ-ધર્મ- સંસ્કૃતિ આધારિત કુલ 22 ચિત્રો બનાવ્યા હતા.
→ તેઓએ વર્ષ 1905-10 દરમિયાન ગવર્મેન્ટ કોલેજ ઓફ આર્ટ-કોલકાતામાં અવનીન્દ્રનાથ ટાગોર પાસેથી ચિત્રકલાની ભારતીય શૈલીની તાલીમ લીધી હતી
→ તેમને આધુનિક ભારતીય કલાના શરૂઆતના ક્લાકારોમાંના એક માનવામાં આવે છે.
→ તેમના ચિત્રોમાં અજંતાના ભીંત ચિત્રોનો પ્રભાવ જોવા મળે છે. તેમણે ગ્રામીણ જીવન, મહિલાઓ અને પૌરાણિક કથાઓ આધારિત ઉત્કૃષ્ટ ચિત્રો દોર્યા છે. ઘણાં કલા સમીક્ષકો તેમના ચિત્રોને ભારતના સૌથી મહત્વપૂર્ણ આધુનિક ચિત્ર માને છે.
→ તેમના દ્રારા રવીન્દ્રનાથ ટાગોરની ગીત પુસ્તિકા (The Collected Poems of Ravindranath Tagore) ચિત્રાંકિત કરવામાં આવી હતી.
→ દાંડીમાર્ચ, સંથાલી કન્યા અને સતીનો દેહ ત્યાગ એ તેમના જાણીતા ચિત્રો છે.
→ તેમણે ભારતરત્ન અને પદ્મશ્રી મેડલની ડિઝાઇન બનાવી હતી.
→ તેમણે રૂપાવલી, શિલ્પકલા અને શિલ્પચર્ચા નામના પુસ્તકો પણ લખ્યા છે.
→ તેમની ચિત્રકલામાં ભારતના સ્વતંત્રતા આંદોલનનો પ્રભાવ જોવા મળે છે. તેઓ આઝાદીની લડતમાં સક્રિય હતા. તેમણે પોતાના ચિત્રો દ્વારા બ્રિટિશરો સામે રોષ વ્યક્ત કર્યો હતો.
→ તેમણે મહાત્મા ગાંધીના કહેવા પર વર્ષ 1938ના કોંગ્રસના હરિપુરા અધિવેશન માટે ચિત્રો બનાવ્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસના અન્ય અધિવેશનો માટે પણ પોસ્ટરો અને ચિત્રો બનાવ્યા હતા.
→ નવી દિલ્હી ખાતે આવેલ નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટમાં તેમની લગભગ 7000 કૃતિઓ સંગ્રહિત છે.
→ બિનોદ બિહારી મુખર્જી, બેઓહર રામમનોહર સિન્હા, એ.રામચંદન, હેનરી ધર્મસેના, પ્રતિમા ઠાકુર, જહર દાસગુપ્તા, મેનાઝા સ્વગનેશ અને કોન્ડાપલ્લી શેષાગિરિ રાવ વગેરે તેમના શિષ્યો હતા.
→ તેમને વર્ષ 1954માં 'પદ્મભૂષણ' પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
→ વર્ષ 1956માં તેઓ લલિતકલા અકાદમીના ફેલો તરીકે પસંદગી પામનાર બીજા ક્લાકાર હતા.
→ તેમને વર્ષ 1965માં બંગાળની એશિયાટીક સોસાયટી દ્વારા ટાગોર બર્થ શતાબ્દી મેડલ તેમજ વિશ્વભારતી વિશ્વવિધ્યાલય દ્રારા દેશી કોટૂટમ્માની ઉપાધિ આપવામાં
→ તેઓ વર્ષ 1922-51 દરમિયાન સ્વીન્દ્રનાથ ટાગોરના શાંતિનિકેતન લાભવનના આચાર્ય પદે રહ્યા હતા.
→ વર્ષ 1976માં ભારતીય પુરાતત્વ સંગ્રહ અને ભારત સરકારના સાંસ્કૃતિક વિભાગે તેમના કામના કલાત્મક અને સૌંદર્યાત્મક મહત્વને જોતા તેમને બહુમૂલ્ય કલાનિધિ ઘોષિત કરવામાં આવ્યા હતા.
→ 1920થી 1938ના સમયગાળામાં સર્જાયેલ તેમની મહત્વની કૃતિઓ આ મુજબ છે : ‘સી. એફ. ઍન્ડ્રુઝનું વ્યક્તિચિત્ર’, ‘ઝેર પીતા શિવ’, ‘ઉમા’, ‘અર્જુનની મૂંઝવણ’, ‘પ્વે નૃત્ય’, ‘વીણાવાદક’, ‘બુદ્ધ અને ઘેટું’, ‘દાંડીકૂચ’, ‘કાઠિયાવાડનું નૃત્ય’, ‘વૃક્ષારોપણનો ઉત્સવ’, શાંતિનિકેતન ખાતે જયપુરી પદ્ધતિમાં કરેલ ભીંતચિત્ર ‘ચૈતન્યજન્મ’ અને શ્રીનિકેતન ખાતે ઇટાલિયન પદ્ધતિથી કરેલ ભીંતચિત્ર ‘હલકર્ષણ’. આ ઉપરાંત ટાગોરનાં કાવ્યો માટે સંખ્યાબંધ ચિત્રાંકનો કર્યાં અને ‘તપતી’ તથા ‘નટીર પૂજા’ નૃત્યનાટિકા માટે વસ્ત્રોની ડિઝાઇન અને મંચની કલાસજાવટ તેમણે કરેલી.
→ નંદલાલ બોઝની 1938 પછીની મહત્વની કૃતિઓ આ મુજબ છે : દાર્જીલિંગ, કુર્સિયોન્ગ, કાલિમ્પૉન્ગ અને મોકોકચુંગનાં નિસર્ગ-ર્દશ્યો, ‘ચૈતન્યની યાત્રા’, ‘અર્ધનારીશ્વર’, ‘બકરી અને વૃક્ષ’, મહાભારતનાં અસંખ્ય ર્દશ્યો તથા વડોદરાના કીર્તિમંદિર માટે મીરાંનું જીવન આલેખતાં ભીંતચિત્રો.
0 Comments