Gujarati Kahevato : 5 | કહેવતો અને અર્થ
કહેવતો અને અર્થ
કહેવતો અને અર્થ
- મુસ્લિમ વ્યવસ્થા મુજબ ખાટમાં શબ ગોઠવેલું હોય તે → મૈયત
- જેના શુકન ખરાબ ગણાતા હોય તેવું → અપશુકનિયાળ
- શાબાશી બદલ આપવામાં આવતો પોશાક → સરપાવ
- એક સર્જકના સર્જન પરથી અન્ય સર્જન કરનાર → અનુસર્જક
- ઢોરને ખવડાવવામાં આવતી એક વનસ્પતિ → ગદબ
- પવિત્ર જગ્યા કે વ્યકિતની ચારેબાજુ ગોળગોળ ફરવું તે → પરકમ્મા
- કમળ જેવી જેની આંખો છે તે → કમલનયન
- જન્મથી જ અમુક ગુણો ધરાવતું → જન્મજાત
- ઈસ્લામ ધર્મ પ્રમાણે દિવસમાં પાંચ-પાંચ વાર કરવામાં આવતી પ્રાર્થના → નમાજ
- એક પ્રકારનું સમૂહનૃત્ય → રાસડો
- ગોર પરણાવી દે; કંઈ ઘરસૂત્ર ન ચલાવી આપે → સંબંધ-વ્યવહાર તો પોતાની કુનેહથી જ ચલાવવો પડે
- કરવી વઢવાડ તો બોલ આડું → બાબત પહેલી મેળવવી એટલે સફળતા મળે
- ભૂલ્યાં ત્યાંથી ફરી ગણવું → પાછલી ભૂલ ભૂલી જઈ ફરી ભૂલ ન થાય તે રીતે શરૂઆત કરવી
- વીતે વિવાહે માંડવો શોભે નહિ → વખત પ્રમાણે સઘળું સારું લાગે.
- જાયા તે જાવાના → જન્મ્યું તેનું મૃત્યુ નક્કી છે
- ભર્યે ભાણે ભૂખ્યો ને ભર્યું તળાવે તરસ્યો → વસ્તુ નજર સમક્ષ હોવા છતાં ઉપભોગ ન કરી શકે
- કાગડાની કોટે રતન બંધાવું → કજોડું થવું
- વાડ વિના વેલો ન ચડે → ઊંચું સ્થાન કે પદ પ્રાપ્ત કરવા કોઈ મોટી વ્યકિતની ઓથ જોઈએ જ.
- ભૂત મરે ને પલીત જાગે → એક દુઃખ જાય ત્યાં બીજું દુઃખ આવે.
- વાઢ કાન ને આવ્યું સાન → અનુભવે બધું સમજાય
- આગળ અગવાડું ને પાછળ પછવાડું → નિર્વંશ સ્થિતિ થવી
- આપ ભલા તો જગ ભલા : → આપણે સારાં હોઈએ તો જગત સારું લાગે.
- દાંતને અને અન્નને વેર થવું : → ગરીબાઈ ભોગવવી; ખાવાના સાંસા હોવા
- ચીભડાના ચોરને ફાંસીની સજા: → અલ્પ ગુનો કર્યો હોય તેને ભારે સજા કરવી.
- અણદીઠાનું દીઠું અને જે ખાધું તે મીઠું : → અનધિકાર લાભ થાય તે પચાવી ન શકે.
- જાત વિના ભાત પડે નહિ : → સારાં જ સારી વસ્તુ ગ્રહણ કરે.
- ભૂખ્યો સિંહ તરણું ન ખાય : → દુઃખને પ્રસંગે પણ સ્વમાની માણસ પોતાની ટેક ભૂલતો નથી.
- મામાનું ઘર કેટલે તો દીવો બળે એટલે : → વખત આવ્યો ખરેખર શું છે તેની ખબર પડી જવી.
- વાત કરવી હુંકારે ને લડાઈ લડવી તુંકારે : → જેવું કામ હોય તે પ્રમાણ વર્તવું.
- ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે : → કંઈ અનુભવ હોય નહિ તે અનુભવનો ડોળ કરે તે ખોટો
- વહેલો તે પહેલો ને ભૂલે તે ઘેલો: → પહેલાની પહેલ
- ચોખા મૂકવા જવું → નોતરું આપવા જવું
- ખારા જળનું માછલું મીઠા જળમાં મરે → જીવન જીવવા માટે અનુકૂળ વાતાવરણ આવશ્યક છે
- જીવતો નર ભદ્રા પામે → જીવતો જન ગમે ત્યારે પણ સુખી થાય
- દાઢીની દાઢી ને સાવરણીની સાવરણી → શોભાની શોભા ને કામનું કામ બંને હેતુ સરે.
0 Comments
Any suggestions, Please comment Below 👇