Ad Code

કહેવતો અને અર્થ : Part 4| Gujarati Kahevato

કહેવતો અને અર્થ
કહેવતો અને અર્થ

  1. કાયા કાચો કુંભ → જીવન ક્ષણભંગુર છે.
  2. શેરડી ભેગો એરંડો પાણી પીએ → એકની સાથે બીજું પણ લાભ પામે.
  3. મઠ વાવીને બાજરો લણવો → પરિશ્રમ કરવાથી જીવન જીવવા રોટલો કમાઈ શકાય.
  4. આદત જાય મૂએ → પ્રાણ ને પ્રકૃતિ સાથે જ જાય.
  5. ખાયા સો ખોયા, ખિલાયા સો પાયા → ખાધું તે ખાધું, ખવરાવ્યું તે પામ્યા, પ્રાપ્ત કર્યું
  6. વાઘના મોંમા ગયું પાછું આવે નહિ → દુર્જનના સંગમાં અહિત જ થાય.
  7. આપ સમાન બળ નહિ ને મેઘ સમાન જળ નહિ → જાતમહેનત સર્વશ્રેષ્ઠ છે.
  8. દાળની સોબતથી ચોખો નર મટી નારી થયો → જેને જેવો વાસ તેને તેવો પાશ; સોબતના ગુણસંસ્કાર આવવા.
  9. અણી ચૂકયો સો વરસ જીવે → કટોકટીમાંથી પાર ઊતરી જવું તે જ ઉત્તમ છે.
  10. ભૂલાનો ભાઈ ને ભૂંડાનો જમાઈ → વ્યક્તિ જેવી હોય એ રીતે એની સાથે વર્તવું
  11. વાડ ચીભડાં ગળે → રક્ષક જ ભક્ષક બને એ સારું નહિ.
  12. જીવ્યા કરતાં જોયું ભલું : ફરતા રહીને દુનિયા જોવી તે જિંદગી કરતાં પણ વધારે મહત્ત્વનું છે.
  13. અન્ન એવો ઓડકાર → જેવો ખોરાક એવાં વાણીવર્તન થાય.
  14. ભસતાં કૂતરાં કરડે નહિ → બણગાં ફૂંકનાર કે બડાઈ હાંકનાર કંઈ કરી શકતા નથી.
  15. ગોળ નાખીએ એટલું ગળ્યું થાય → પ્રમાણમાં ઓછું હોય છતાં ઉત્તમ વસ્તુનું મૂલ્ય આપોઆપ થઈ જાય.
  16. વા વાતને લઈ જાય → કશું જ છાનું ન રહેવું
  17. ચોર ને ચંદ્રમા સદાયનાં વેરી → બેઉ વિરુદ્ધ ગુણધર્મવાળા વચ્ચે દુશ્મનાવટ
  18. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન → બહુ સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ પણ સારી ગણાય.
  19. અતિ લોભ તે પાપનું મૂળ → લોભના કારણે ઘણાં અનિષ્ટો જન્મે છે.
  20. ખીજે કરડે પગ ને રીઝે ચાટે મુખ → દુર્જન માણસનું વર્તન વિવેકી હોતું નથી.

  21. વાણિયાનો જીવ પેટમાં → સ્વાર્થીને સ્વાર્થથી જ મતલબ રહે.
  22. ભાલાની અણી ને ચોખાની કણી; માર્યા વગર રહે નહિ → નાની વસ્તુ પણ નુકસાનકારક થઈ પડે છે.
  23. દીઠા દેવ ને પહોંચી યાત્રા → જેમ તેમ કાર્ય આટોપવું
  24. વાઘ ને બકરી એક ઓવારે પાણી પીએ → પ્રેમ અને સહિષ્ણુતાને વર્તનમાં ઉતારવાં
  25. જૂથ ત્યાં સૂથ → સંઘબળ એક શક્તિ છે.

Post a Comment

0 Comments