Ad Code

Responsive Advertisement

બુદ્ધ પૂર્ણિમા | Buddha Purnima

બુદ્ધ પૂર્ણિમા

→ બુદ્ધ પૂર્ણિમા કે બુદ્ધ જયંતી વૈશાખ એપ્રિલ / મે મહિનામાં ઉજવાય છે.

→ તેને થેરવાદ પરંપરામાં ‘'વિશાખા પૂજા' અને સિક્કિમમાં સાગા દાવા (દસા) કહે છે.

→ ઉત્તર ભારતમાં મુખ્યરૂપથી ઉત્તરપ્રદેશનો સારનાથ અને બિહારમાં બોધગયામાં મનાવવામાં આવે છે.

→ આ દિવસે બૌદ્ધ ધર્મ ગ્રંથોનું મનન, બુદ્ધની આકૃતિ, બોધિવૃક્ષની પૂજા અને ધ્યાન કરવામાં આવે છે.

→ તમામ પંથ વિભિન્ન નિયમોનું આચરણ કરે છે.

મહાયાન બૌદ્ધ

→ આ સંપ્રદાયના બૌદ્ધ લોકો સંગીત વાદ્યયંત્ર ગ્યાલિંગની સાથે શોભાયાત્રાનું આયોજન કરે છે. તેઓ કંગ્યુર ગ્રંથોનું પણ વાંચન કરે છે.

થેરવાદ બૌદ્ધ

→ આ સંપ્રદાયના બૌદ્ધ લોકો ફક્ત બુદ્ધની મૂર્તિઓની ઔપચારિક પૂજા કરે છે.

સોંગક્રન

→ આ તહેવારને વસંતની સ્વચ્છતાના રૂપે મનાવવામાં આવે છે.

→ એપ્રિલ મહિનાના વચલા ગાળામાં ઘણાં દિવસો સુધી ઉજવવામાં આવે છે.

→ આ દિવસે લોકો પોતાના ઘરોની સફાઈ કરે છે, વસ્ત્રો ધોવે છે અને બૌદ્ધ ભિક્ષુઓ પર સુગંધિત જળનો છંટકાવ કરે છે.

Post a Comment

0 Comments