Ad Code

GPRB/202324/1 | PSI Cadre | Lokrakshak Cadre

GPRB/202324/1 | PSI Cadre | Lokrakshak Cadre
GPRB/202324/1 | PSI Cadre | Lokrakshak Cadre

→ ગુજરાત પોલીસ દળમાં વર્ગ-૩ ની પો.સ.ઇ. કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) અને જેલ સિપોઇની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફકત ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આ તમામ સંવર્ગની સબંધિત જગ્યાના ભરતી નિયમો અને પરીક્ષા નિયમોની પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ તા.૦૪/૦૪/૨૦૨૪ (બપોરના ૧૫:૦૦ કલાક) થી તા.૩૦/૦૪/૨૦૨૪ (રાત્રિના ૨૩:૫૯ કલાક સુધી) દરમ્યાન https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઇ “પોલીસ ભરતીની જાહેરાત” ના પેજ પર જઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે.

→ ઉમેદવારે ઓનલાઇન અરજી કરતા પહેલા ભરતીને લગતી માહિતી અને સૂચનાઓ ઉકત વેબસાઇટ પરથી સંપૂર્ણપણે કાળજીપૂર્વક વાંચી લેવાની રહેશે.

→ ઉમેદવારોએ ઓનલાઇન અરજી કન્ફર્મ થયા પછી તેની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે અને જ્યારે માંગવામાં આવે ત્યારે રજુ કરવાની રહેશે. ટપાલ, રૂબરૂ કે અન્ય માધ્યમથી મોકલવામાં આવેલ અરજીપત્રકો ધ્યાને લેવામાં આવશે નહીં તેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.

ખાસ નોંધ
→ ઓનલાઇન અરજી કરતી સમયે ઉમેદવારે પોતાની અટક, પોતાનું નામ તથા પિતા/ પતિનું નામ ધોરણ-૧૨ અથવા તેને સમકક્ષ પરીક્ષાની છેલ્લી માર્કશીટમાં દર્શાવેલ હોય તે મુજબ જ દર્શાવવાનું રહેશે અને દર્શાવેલ માર્કશીટ ઓનલાઇન અરજી કરતી વખતે અપલોડ કરવાની રહેશે.

→ ઉમેદવાર જો
  1. ફકત પો.સ.ઇ. કેડર માટે અરજી કરવા માંગતા હોય તો તેઓએ Online Application માં PSI Cadre પસંદ કરવાનું રહેશે.
  2. ફકત લોકરક્ષક કેડર માટે અરજી કરવા માંગતા હોય તો તેઓએ Online Application માં Lokrakshak Cadre પસંદ કરવાનું રહેશે અને
  3. જો બંન્ને માટે (પો.સ.ઇ. કેડર તથા લોકરક્ષક કેડર) અરજી કરવા માંગતા હોય તો તેઓએ Online Application માં Both (PSI+LRD) પસંદ કરવાનું રહેશે.

→ ઓનલાઇન અરજી કરતી વખતે ઉમેદવારે પોતાનો રંગીન પાસપોર્ટ સાઇઝના તાજેતરના ફોટાની ઇમેજ ૧૫ KB અને સ્પષ્ટ વંચાય તેવી સહીની ઇમેજ ૧૫ KB સાઇઝથી વધે નહીં તે રીતે JPG ફોર્મેટમાં અપલોડ કરવાના રહેશે.


પો.સ.ઇ. કેડર માટે

પો.સ.ઇ. કેડરની જગ્યા માટે નીચે મુજબની વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત રહેશે.
જગ્યાનું નામ વય-મર્યાદા (સામાન્ય) શૈક્ષણિક લાયકાત
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર લઘુત્તમ-૨૧ વર્ષ , મહત્તમ-૩૫ વર્ષ , ( તા.૩૦/૦૪/૧૯૮૯ થી તા.૩૦/૦૪/૨૦૦૩ સુધીમાં જન્મેલ) ઉમેદવાર ભારતમાં અથવા રાજય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઇપણમાંથી અથવા તે તરીકે માન્ય થયેલી અન્ય કોઇપણ શૈક્ષણિક સંસ્થામાંથી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અધિનિયમ-૧૯૫૬ની કલમ-૩ હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સ્નાતકની પદવી ધરાવતા હોવા જોઇશે અથવા સરકારે માન્ય કરેલ તેની સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઇશે.

પો.સ.ઇ. કેડર અને લોકરક્ષક કેડર માટે જરૂરી સુચનાઓ

કોમ્પ્યુટર જ્ઞાન
કોમ્પ્યુટર અંગેનું બેઝીક નોલેજ ધરાવતા હોવા અંગેનું કોઇપણ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર / માર્કશીટ ધરાવતા હોવા જોઇશે. અથવા સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેના કોઇપણ ડિપ્લોમા/ડીગ્રી કે સર્ટીફિકેટ કોર્ષ કરેલ હોય તેવા પ્રમાણપત્રો અથવા ડીગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્રો અથવા ધોરણ-૧૦ અથવા ધોરણ- ૧૨ની પરીક્ષા કોમ્પ્યુટરના વિષય સાથે પાસ કરેલ હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઇશે.

→ તમામ ઉમેદવારો ભરતી નિયમો મુજબ ગુજરાતી અથવા હિન્દી અથવા બન્ને ભાષાનું જરૂરી જ્ઞાન ધરાવતા હોવા જોઇએ.

→ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારોએ તે જ્ઞાતિના મળવાપાત્ર લાભ લેવા : નોન- ક્રીમીલેયર સર્ટિફીકેટની મહત્તમ અવધી ઇશ્યુ થયા વર્ષ સહિત ત્રણ નાણાકીય વર્ષની રહેશે.

→ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની જોગવાઇ મુજબ આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટેના પાત્રતા પ્રમાણપત્રો ઇશ્યુ (issue) થયા તારીખથી ત્રણ વર્ષ સુધી માન્ય ગણવામાં આવશે.


લોકરક્ષક કેડર માટે

→ લોકરક્ષક કેડરની જગ્યા માટે નીચે મુજબની વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત રહેશે.

જગ્યાનું નામ શૈક્ષણિક લાયકાત
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ ધોરણ ૧૨ પાસ-હાયર સેકન્ડરી પરીક્ષા અથવા / ધોરણ-૧૨ સમકક્ષ પરીક્ષા પાસ હોવા જોઇએ.
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ
જેલ સિપોઇ
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.)
વય-મર્યાદા (સામાન્ય) : મહત્તમ-૩૩ વર્ષ (તા.૩૦/૦૪/૧૯૯૧ થી તા.૩૦/૦૪/૨૦૦૬ સુધીમાં જન્મેલ)

પો.સ.ઇ. કેડર અને લોકરક્ષક કેડરમાં ઉપલી વય મર્યાદા બાબતે સુચનાઓ

  1. અનુસૂચિત જાતિ (SC) / અનુસૂચિત જન જાતિ (ST) / સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC) / આર્થિક રીતે નબળા (EWS) વર્ગના ઉમેદવારોને ઉપલી વથ મર્યાદામાં પાંચ વર્ષની છુટ મળશે.
  2. તમામ મહિલા ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં પાંચ વર્ષની છુટ મળશે. (અનામત કક્ષાના મહિલા ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં કુલ ૧૦ વર્ષની છુટ મળશે)
  3. એકસ સર્વિસમેનને કરેલ સેવાના સંદર્ભે નિયમોનુસાર મળવાપાત્ર છૂટ માજી સૈનિક સળંગ છ માસથી ઓછી નહીં તેટલી ફરજ બજાવેલ હોય અને નોકરી માંથી નિયમિત રીતે નિવૃત્ત થયા હોય તેવા માજી સૈનિકોને તેમણે બજાવેલ ખરેખર ફરજનો સમયગાળો તેમની ઉંમર માંથી બાદ કરતાં મળતી ઉંમર ભરતી નિયમમાં ઠરાવેલ ઉપલી વય મર્યાદાથી ત્રણ વર્ષ કરતાં વધવી જોઈએ નહીં
  4. રાજય પોલીસ દળમાં કોન્સ્ટેબલ / હેડ કોન્સ્ટેબલ / એ.એસ.આઇ. તરીકે હબલ સેવા બજાવી રહેલા ઉમેદવારોને બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગમાં ઉપલી વયમાં નિયમ મુજબ ત્રણ વર્ષની છુટછાટ મળવાપાત્ર રહેશે.
  5. મૂળ ગુજરાતના અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ, સામાજીક અને શૈક્ષણીક રીતે પછાત વર્ગ, અને આર્થિક રીતે નબળા વર્ગોના ઉમેદવારોને જ અનામત વર્ગના ઉમેદવારો તરીકે લાભ મળશે.


શારીરિક ધોરણો (લઘુતમ)

પુરૂષ ઉમેદવારો માટે
વર્ગ ઉંચાઇ (સે.મી.) ફુલાવ્યા વગરની છાતી (સે.મી.) ફુલાવેલી છાતી (સે.મી.)
મૂળ ગુજરાતના અનુસુચિત જન જાતિના ઉમેદવારો માટે 162 79 84
અનુસુચિત જન જાતિના ઉમેદવારો સિવાયના તમામ માટે 165 79 84

છાતીનો ફુલાવો ઓછામાં ઓછો 5 સે.મી. થવો અનિવાર્ય છે.

મહિલા ઉમેદવારો માટે
વર્ગ ઉંચાઇ (સે.મી.)
મૂળ ગુજરાતના અનુસુચિત જનજાતિના ઉમેદવારો માટે 150
અનુસુચિત જન જાતિના ઉમેદવારો સિવાયના તમામ માટે 155


પરીક્ષા ફી

જનરલ (General) કેટેગરીના ઉમેદવારોએ નીચે જણાવ્યા મુજબ ફી ઉપરાંત લાગુ પડતા બેંકના સર્વિસ ચાર્જીસ ભરવાના રહેશે. (EWS, Scheduled Castes, Scheduled Tribes, Socially and Educationally Backward Classes, તથા માજી સૈનિક ઉમેદવારોએ ફી ભરવાની નથી.)

અ.નં. અરજીનો પ્રકાર ફી ની રકમ Rs.
1 PSI Cadre 100
2 Lokrakshak Cadre 100
2 Both (PSI+LRD) 200

Physical Test (Qualifying nature)

→ શારીરિક કસોટી (Physical Test) માટે વહીવટી અનુકુળતા મુજબ કોઇપણ તારીખે અને સમયે ઉમેદવારોને બોલાવવામાં આવશે અને તે મુજબ શારીરિક કસોટી (Physical Test)માટે ઉમેદવારોએ તેઓને જણાવવામાં આવે તે કેન્દ્ર ખાતે હાજર રહેવાનું રહેશે. શારીરિક કસોટી (Physical Test) માટે તારીખ અને સમય બદલવા અંગેની ઉમેદવારોની રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં. આ બાબતમાં બોર્ડનો નિર્ણય અંતિમ અને બંધનકર્તા રહેશે.

→ તમામ જગ્યાઓ માટે નીચે પ્રમાણે એક જ સંયુકત શારીરિક કસોટી યોજાશે.

દોડ

તમામ જગ્યાઓ માટે નીચે પ્રમાણે એક જ સંયુકત શારીરિક કસોટી યોજાશે.
પુરૂષ ૫૦૦૦ મીટર દોડ વધુમાં વધુ ૨૫ મિનિટમાં દોડ પુરી કરવાની રહેશે.
મહિલા ૧૬૦૦ મીટર દોડ વધુમાં વધુ ૯ મિનિટ ૩૦ સેકન્ડમાં દોડ પુરી કરવાની રહેશે.
એક્સ સર્વિસમેન ૨૪૦૦ મીટર દોડ વધુમાં વધુ ૧૨ મિનીટ ૩૦ સેકન્ડમાં દોડ પુરી કરવાની રહેશે.


→ Vacancies : 12472

Important Date :
→ Apply Start : 04 - 04 -2024

→ Last Date of Apply : 30-04-2024

→ Last Date to pay fees : 07-05-2024


→ Full Detail Advertisement : Click Here

→ Apply Online : Click Here

Post a Comment

0 Comments