→ પૃથ્વી પર વન્યપ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ અંગે જાગૃતિ ફેલાવવા માટે સમગ્ર વિશ્વમાં 3 માર્ચના રોજ ‘વિશ્વ વન્ય જીવ દિવસ' (World Wildlife Day)ની ઉજવણી કરવામાં આવે છે.
→
આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ દુનિયામાં ઝડપથી લુપ્ત થઇ રહેલી વનસ્પતિઓ અને જીવજંતુની પ્રજાતિની સુરક્ષા માટે લોકોમાં જાગરૂકતા લાવવાનો છે.
→ આ દિવસની ઉજવણી માટે થાઈલેન્ડ દ્વારા સંયુક્ત રાષ્ટ્રમાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.
→
સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાના 68માં સત્રમાં 20 ડિસેમ્બર, 2013ના રોજ આ દિવસની ઉજવણી માટે પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ દર વર્ષે 3 માર્ચના રોજ 'વિશ્વ વન્ય જીવ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે.
→
યુનાઈટેડ નેશન્સે 3 માર્ચ,1973ના રોજ વન્યજીવન અને વનસ્પતિના વેપાર નિવારણ માટેના સંમેલન પર હસ્તાક્ષર કર્યા.
→
3 માર્ચ 1973માં Convention on International Trade in Endangered Species of Wild Fauna and Flora (CITES)ને અમલમાં મુકલમાં આવ્યું હતું.
→
3 માર્ચ 2014ના રોજ પ્રથમ વખત વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
→
જંગલી પ્રાણીઓના લુપ્તતાને રોકવા માટે 1872માં સૌપ્રથમવાર વાઇલ્ડ એલિફન્ટ પ્રિઝર્વેશન એક્ટ પસાર કરવામાં આવ્યો હતો.
→
ભારતમાં વન્યજીવ સંબંધિત સંસ્થા ‘વાઈલ્ડલાઈફ ઈન્સ્ટિટયૂટ' (WII)ની સ્થાપના વર્ષ 1982માં થઈ હતી. આ સંસ્થા કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રાલય હેઠળની એક સ્વાયત સંસ્થા છે. જેને વન્યપ્રાણી સંરક્ષણના ક્ષેત્રમાં તાલીમ અને સંશોધન સંસ્થા તરીકે માન્યતા આપવામાં આવી હતી.
→
વર્ષ 1972માં ભારત સરકારે 'વન્યપ્રાણી (સંરક્ષણ) અધિનિયમ, 1972'નો કાયદો બનાવ્યો હતો જેનો મુખ્ય ઉદ્દેશ વન્યપ્રાણી સૃષ્ટિનું રક્ષણ અને તેના વ્યૂત્પતિઓના ગેરકાયદેસર શિકાર, વેપાર અને ગેરકાયદેસર વેપારને અસરકારક રીતે નિયંત્રિત કરવાનો હતો તથા લુપ્ત પ્રાણીઓના રક્ષણ અંગેની પણ જોગવાઈ કરવામાં આવી હતી.
→
Theme 2024 : Connecting People and Planet: Exploring Digital Innovation in Wildlife Conservation.
0 Comments