સહસ્ત્રલિંગ તળાવ (પાટણ)| Sahasralinga Lake (Patan)
સહસ્ત્રલિંગ તળાવ (પાટણ)
→ સહસ્ત્રલિંગ તળાવ એટલે કે ‘હજાર લિંગોનું તળાવ' આ તળાવ ગુજરાતના પાટણની નજીકમાં આવેલું છે.
→ આ તળાવનું નિર્માણ મધ્યકાલીન યુગમાં સિદ્ધરાજ જયસિંહના આશ્રય હેઠળ કરવામાં આવ્યું હતું.
→ રાજા દુર્લભરાયે બંધાવેલું આ તળાવ મૂળે દુર્લભ સરોવર તરીકે જાણીતું હતું.
→ સહસ્રલિંગ તળાવનો ઘાટ વલયાકાર એટલે કે વૃત્તાકાર હતો. એની ચારેય બાજુએ પગથિયાંવાળા ઘાટ હતા.
→
‘સરસ્વતીપુરાણ’માં સહસ્રલિંગ સરોવર બંધાવવાની પ્રેરણા સિદ્ધરાજને કેવી રીતે મળી તેનો વિસ્તૃત અહેવાલ લખાયેલો છે.
→
હેમચંદ્રાચાર્યે પોતાના ‘દ્વયાશ્રય’ કાવ્યમાં આ મહાસરોવરના કાંઠે 1008 શિવમંદિર, 108 દેવીમંદિર અને એક દશાવતારનું મંદિર હોવાનું જણાવ્યું છે.
→
કવિ શ્રીપાલે આ સરોવરની પ્રશસ્તિ રચી હતી.
→
માતા સતી જશમા ઓડણના અભીશાપથી હજારો વર્ષ પહેલાં જળવિહિન બનેલા સહસ્ત્રલીંગ સરોવરને વણકર સમાજના વીર માયા નામના યુવાને પોતાના દેહનું બલિદાન આપતાં સહસ્ત્રલીંગ સરોવરનો રૂદ્રકૂપ પાણીથી છલોછલ ભરાયો હતો. તે ઘટનાની યાદ તાજી કરાવતી વીર માયા અને સતી જશમા ઓડણની ડેરીઓ પાટણની પ્રભુતાને છાજે તેમ સહસ્ત્રલીંગ સરોવરના કિનારે હજીયે અડીખમ ઉભી છે.
0 Comments