Ad Code

પૂર્વભૂમિકા અને અર્વાચીન ભારતના ઈતિહાસની આધારસામગ્રી | Background and Background of Archaic Indian History

પૂર્વભૂમિકા અને અર્વાચીન ભારતના ઈતિહાસની આધારસામગ્રી
પૂર્વભૂમિકા અને અર્વાચીન ભારતના ઈતિહાસની આધારસામગ્રી

→ ઐતિહાસિક સાધન સામગ્રી (દસ્તાવેજ વગેરે) વિના આપણે ઈતિહાસ જાણી શકતા નથી. તેથી તો કહેવાયું છે કે “દસ્તાવેજ નહિ, તો ઈતિહાસ નહિ.” આ ઐતિહાસિક સામગ્રી વિભિન્ન પ્રકારની હોય છે. તે અલેખિત અર્થાત્ પુરાતત્ત્વીય અને લેખિત એટલે કે સાહિત્યિક હોઈ શકે. એ ઉપરાંત (તેમજ) અન્ય અભિલેખિત સામગ્રી, કે જે લેખિત બાબતો સાથે સંકળાયેલ હોય તેનો પણ અત્રે સમાવેશ કરી શકાય.

→ ઇતિહાસલેખન માટે ઇતિહાસકાર ધણાં બધાં સામાજિક વિજ્ઞાનો જેમ કે સમાજશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ભૂગોળ અને માનસશાસ્ત્રનો પણ આધાર લે છે. એ જ રીતે તે કેટલાંક પ્રાકૃતિક વિજ્ઞાનો જેમ કે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવશાસ્ત્ર, પુરાતત્ત્વશાસ્ત્ર, નૃવંશશાસ્ત્રનો સહયોગ પણ પ્રાપ્ત કરે છે.

નેપોલિયનની પ્રસિદ્ધ ઉક્તિ છે કે
“તમે મને કોઈપણ રાષ્ટ્રની ભૂગોળ વિશે જણાવો, હું તમને તે રાષ્ટ્રનો ઇતિહાસ જણાવીશ.”


→ "ઇતિહાસ માનવજીવનની પ્રયોગશાળા છે."

→ ભારતમાં રાષ્ટ્રીય અભિલેખાગાર (દિલ્લી) અને રાજ્ય કક્ષાએ (ગાંધીનગર) આવેલા અભિલેખાગારમાં આ માહિતીનો સંગ્રહ કરવામાં આવ્યો છે. તેમાંથી આધુનિક ભારતની રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક સ્થિતિ પર પ્રકાશ પાથરતા દસ્તાવેજો, ગ્રંથો અને પુસ્તકોનો સમાવેશ થાય છે.


પોર્ટુગીઝ સાધનસામગ્રી

→ પોર્ટુગીઝ નાવિક વાસ્કો-દ-ગામા ભારતમાં આવ્યો (ઈ. સ. 1498) ત્યારથી (લઈને 1963 સુધીની) પોર્ટુગીઝ ઇતિહાસ સાથે સંકળાયેલ સાધનસામગ્રીનો અત્રે સમાવેશ થાય છે. આ સમયને લગતા મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો ભારતમાં પોર્ટુગીઝોનું મુખ્ય મથક બનેલા ગોવામાંથી મળ્યા છે. સાથે સાથે તત્કાલીન પોર્ટુગીઝ શાસનતંત્ર દ્વારા ભારતીય પોર્ટુગીઝ કંપનીનો પત્રવ્યવહાર અને દસ્તાવેજોનો સમૂહ પોર્ટુગલના પાટનગર લીસબન ખાતે સંગ્રહિત કરવામાં આવ્યો છે. ભારતના આધુનિક ઇતિહાસકારોએ આ દસ્તાવેજોનું અધ્યયન કરી પોર્ટુગીઝ કંપનીનો ઈતિહાસ પણ તૈયાર કર્યો છે.

→ ગોવા અને લીસબનના દસ્તાવેજો પર આધારિત એક મહત્ત્વપૂર્ણ ગ્રંથ એફ. સી. ડનવર્સે ‘રિપોર્ટ ઑન ધી પોર્ટુગીઝ રેકોર્ડઝ (1892) પ્રસિદ્ધ કર્યો.

→ સુરેન્દ્રનાથ સેન જેવા ભારતીય ઇતિહાસકારે ગોવાના દસ્તાવેજોનું અધ્યયન કરી વિસ્તૃત અહેવાલ તૈયાર કર્યો છે.

→ વાસ્કો-દ-ગામા,આલ્બુકર્ક, ડોમેંગો-પાયેઝ, ડુઅર્ટો બાર્બોસા તેમજ પાદરી મોન્સરેટે તત્કાલીન ભારત વિષે મહત્ત્વપુર્ણ નોંધો આપી છે.

→ તત્કાલીન ભારતીય ભાષાઓમાંથી પણ પોર્ટુગીઝો વિશે ઘણી વિગતો પ્રાપ્ત થાય છે.

→ મુગલ શાસકો, બીજાપુર, ગોલકોંડા, વિજયનગર જેવાં ભારતીય રાજ્યો સાથે પોર્ટુગીઝોના સંબંધો પર માહિતી પ્રાપ્ત થાય છે.

ડૉ. જી. એમ. મોરાયસે 'હિસ્ટ્રી ઑફ ક્રિશ્ચિયાનિટી ઇન ઇન્ડિયા' જેવા મહત્ત્વપૂર્ણ ગ્રંથમાં પોર્ટુગીઝોની ભારતમાં થયેલી પ્રવૃત્તિઓનો અહેવાલ આપ્યો છે.

→ ભારતીય વિદ્યાભવન ગ્રંથશ્રેણીના આધુનિક ભારત વિશેના ગ્રંથોમાં પણ ડૉ. આર. સી. મજમુદાર જેવા સમર્થ ઇતિહાસકાર અને અન્ય ઇતિહાસકારોએ ભારતમાં પોર્ટુગલ રાજ્ય શાસનનો અહેવાલ અને ઇતિહાસ આલેખ્યો છે.

‘મુંબઈ ગેઝેટિયર' અને 'કેમ્બ્રિજ ઇન્ડિયન હિસ્ટ્રી' ગ્રંથ શ્રેણીમાં પણ ભારતમાં પોર્ટુગીઝોની રાજકીય અને આર્થિક પ્રવૃત્તિઓની વિપુલ માહિતીઓ મળે છે.

→ પોર્ટુગીઝ કંપની ભારતમાં ‘એસ્ટાડો ડા ઈન્ડિયા' તરીકે ઓળખાતી હતી. તેના ભારતીય શાસનકર્તાઓ સાથે થયેલા પત્રવ્યવહારોમાંથી પણ મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક સામગ્રી પ્રાપ્ત થાય છે.



ડચ સાધનસામગ્રી

→ V.O.C. (Vereenigde Oost-Indische Compagnie) તરીકે ઓળખાતી ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ભારત સાથેના સંબંધની ઐતિહાસિક માહિતી તેના મુખ્ય મથક બટાવિયામાંથી મોટા પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે.

→ એમસ્ટર્ડમના કેન્દ્રીય અભિલેખાગારમાંથી પણ ભારત સાથેના ડચ પ્રજાના રાજકીય અને વ્યાપારિક સંબંધોની માહિતી મળે છે. વળી કોચીન, ચીનસુરા, કોલમ્બો, હેગ અને રીગા જેવાં ભારતીય અને વિદેશી કેન્દ્રોનાં દફતરોમાંથી પણ ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વિશે ઐતિહાસિક સામગ્રી પ્રાપ્ત થાય છે.

→ શ્રીલંકાના કોલમ્બોથી ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના 8000 કરતાં વધારે દસ્તાવેજો મળી આવ્યા છે.

→ કૃષિયર,ગેલેટિ, બર્ગ અને ગૃટ જેવા ઈતિહાસકારોએ આ કંપની સાથે સંકળાયેલા લગભગ 15 જેટલા આધુનિક ગ્રંથો સંપાદિત કર્યા છે.


ફ્રેન્ચ સાધનસામગ્રી

→ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે સંકળાયેલા મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો ફ્રાન્સના પેરિસમાં આવેલ કેન્દ્રીય અભિલેખાગારમાં જળવાયા છે.

→ ભારતમાં તેમની મહત્ત્વપૂર્ણ પ્રવૃત્તિઓ ચેન્નઈ, મૈસુર અને હૈદરાબાદ સાથે સંકળાયેલી હતી.

→ 17મી અને 18મી સદીઓમાં ભારતમાં આવેલા બર્નિયર, ટેવરર્નિયર અને થેવેનો જેવા ફ્રેન્ચ પ્રવાસીઓની પ્રવાસનોંધોમાંથી પણ આ સમયનો ઇતિહાસ અને ખાસ તો ભારતની આર્થિક પરિસ્થિતિનો ચિતાર મળી આવે છે.

ઇન્ડિયા ઑફિસ લાઇબ્રેરી લંડન અને દિલ્હીના રાષ્ટ્રીય અભિલેખાગારમાં આ કંપનીને લગતા દસ્તાવેજો સંગ્રહિત છે.

→ આધુનિક ગ્રંથોના જી. બી. મેલેસનના પુસ્તક હિસ્ટ્રી ઓફ ધી ફ્રેન્ચ ઇન ઇન્ડિયા મહત્ત્વપૂર્ણ છે.

→ આ સિવાય ડોડવેલનું મદ્રાસ આજ્ઞાપત્રોનું કેલેન્ડર તથા ડુપ્લે ઍન્ડ ક્લાઈવ ગ્રંથો અગત્યના છે.

→ હિલ અને ફોરેસ્ટ જેવા લેખકોએ પણ મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યું છે.

લોરેન્સનો ગ્રંથ 'એન્ગલો ફ્રેન્ચ વૉર' મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક સામગ્રી આપે છે. આ નોંધો અને એંગ્લો ફ્રેંચવોરને બાર ગ્રંથોમાં પ્રસિદ્ધ કરવામાં આવી છે.

→ વિલકિન્સને લખેલ ઈતિહાસની રૂપરેખા' પણ ઐતિહાસિક સામગ્રી ધરાવતો ગ્રંથ હોવાથી પર્યાપ્ત માહિતી પૂરી પાડે છે.


બ્રિટિશકાલીન સાધનસામગ્રી

→ ભારતમાં બ્રિટનની ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું (1757 થી 1857) શાસન રહ્યું છે. ત્યારબાદ (1858 થી 1947) બ્રિટિશતાજનું શાસન રહ્યું.

→ ભારત પર લગભગ 200 વર્ષ જેટલા લાંબા સમય સુધી બ્રિટિશરોએ શાસન ચલાવ્યું હોવાથી બ્રિટિશકાલીન ઇતિહાસ જાણવા મોટા પ્રમાણમાં ઐતિહાસિક દસ્તાવેજો પ્રાપ્ત થયા છે.

→ લંડનમાં ઇન્ડિયા ઑફિસ પુસ્તકાલયમાં ભારતને જાણવા માટે લગભગ 50,000 જેટલા ગ્રંથો બ્રિટિશકાલીન આવેલા છે. એટલું જ નહિ, દિલ્હી સ્થિત ભારતના રાષ્ટ્રીય અભિલેખાગારમાં પણ બ્રિટિશકાલીન ભારત સાથે સંકળાયેલા અનેક દસ્તાવેજો મળી આવે છે.

→ ભારતના મોટા ભાગના વિસ્તારોમાંથી 1857 સુધીમાં બ્રિટિશશાસન સ્થપાઈ જતાં વિભિન્ન ભારતીય પ્રદેશોમાં આવેલા અભિલેખાગાર અને પુસ્તકાલયોમાં ઘણાબધા ગ્રંથો સંગ્રહિત થયા છે.

→ આધુનિક ભારતીય તેમજ તત્કાલીન અંગ્રેજ ઇતિહાસકારોએ પણ બ્રિટિશકાલીન ભારત પર મહત્ત્વપૂર્ણ ગ્રંથો લખ્યા છે.

અંગ્રેજ ઇતિહાસકારો અને લેખકોમાં વી. એ. સ્મિથ, પી. ઈ. રોબર્ટ્સ, થોમ્બસન ઍન્ડ ગેરેટ, સર વિલિયમ જોન્સ, કર્નલ ટોડ, એલેકઝેન્ડર ફાર્બર્સ, વાઇસરૉય કર્ઝન, કર્નલ વોકર તથા જે. ડબલ્યુ. વૉટસનનો સમાવેશ થાય છે.

થોમ્બસન ઍન્ડ ગેરેટે 'કેમ્બ્રિજ હિસ્ટ્રી ઑફ ઇન્ડિયા' નામના ગ્રંથમાં બ્રિટિશકાલીન ભારતનું આલેખન કર્યું છે.

→ ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકર્તાઓ ઉપર પણ ઘણાં પુસ્તકો પ્રકાશિત થયાં છે. ક્લાઈવ અને વોરન હેસ્ટિંગ્ઝ જેવા શરૂઆતના ગવર્નર જનરલના જીવન અને કવન વિશે સારાં એવાં પુસ્તકો લખાયાં છે. એ જ રીતે, કોર્નવોલિસ, વેલેસ્લી, વિલિયમ બૅટિંગ, ઑકલેંડ, એલ. એન. બરો, ડેલહાઉસી, લિટન, રિપન, કર્ઝન અને માઉન્ટ બેટન વિશેનાં જીવન અને કવન વિશે પણ પુસ્તકો લખાયાં છે. આ પુસ્તકોમાં ગવર્નર જનરલ કે વાઇસરૉયની ભારતનીતિની વિગતે ચર્ચા કરવામાં આવી છે જેમાં તેમના વિભિન્ન સુધારા અને સામ્રાજ્યનીતિનો સમાવેશ થાય છે. આ ક્ષેત્રે બ્રેડેન પોલવેલનું 'લૅન્ડ સિસ્ટમ ઓફ બ્રિટિશ ઈન્ડિયા' મહત્ત્વપૂર્ણ ગ્રંથ ગણાય છે.


ઈ.સ. 1857ના મહાવિદ્રોહને લગતી સાધનસામગ્રી

→ ભારતમાં 1857ના મહાવિદ્રોહ વિશે ખાસ કરીને સ્વતંત્રતા બાદ મોટા પ્રમાણમાં ઐતિહાસિક સાહિત્ય રચાયું છે. આ મહાવિદ્રોહ સાથે સંકળાયેલા દસ્તાવેજો ભારતીય પુરાતત્ત્વ ખાતા તેમજ લંડનની કૉમનવેલ્થ કચેરીના ગ્રંથાલયમાં સંગ્રહિત છે. આ મહાવિદ્રોહ વિશે સૌપ્રથમ (1859) સર સૈયદ અહેમદે લખાણ કર્યું હતું. ત્યારબાદ વીર સાવરકરે 1857ના મહાવિદ્રોહને ‘ભારતનો પ્રથમ સ્વતંત્રતાસંગ્રામ' આલેખતું પુસ્તક લખ્યું.

સુરેન્દ્રનાથ સેને સૌથી મહત્ત્વપૂર્ણ કહી શકાય તેવો 'અઢારસો સત્તાવન' નામનો ઐતિહાસિક ગ્રંથ લખ્યો.

→ સ્વાતંત્ર્યોત્તર ભારતમાં આ મહાવિદ્રોહ વિશે ખૂબ મોટા પાયે સંશોધનો થયાં છે જેમાં આર. સી. મજમુદાર જેવા સમર્થ ઇતિહાસકારે “ધ સિપોય મ્યુટીની ઓફ ઇન્ડિયા - 1857' લખ્યું.

→ એસ. બી. ચૌધરી, બિપિનચંદ્ર, સુમિત સરકાર જેવા ભારતીય ઇતિહાસકારોએ આ મહાવિદ્રોહ વિશે મહત્ત્વપૂર્ણ ગ્રંથો લખ્યા છે.

→ 1857ના મહાવિદ્રોહ વિશે મહાન સામ્યવાદી ચિંતક કાર્લમાર્કસ અને ઇંગ્લેન્ડના વડાપ્રધાન ડિઝરાયલીએ લખેલું લખાણ સૌથી મહત્ત્વપૂર્ણ છે.

જે. ડબલ્યુ. કેચીએ અને કર્નલ જી. બી. મોલેસને 'હિસ્ટ્રી ઓફ ધ સિપોય વોર' લખ્યું છે.

→ જહોન કે અને સિગ્યેરે પણ આ મહાવિદ્રોહ વિશે મહત્ત્વપૂર્ણ ગ્રંથ લખ્યા છે.

ગુજરાતમાં 1857ના મહાવિદ્રોહ સંદર્ભે ડૉ. આર. કે. ધારૈયાએ અગત્યનો સંશોધનગ્રંથ પ્રસ્તુત કર્યો છે.

→ ભારતમાં 1857ના મહાવિદ્રોહ પાછી તાજના શાસનનો પ્રારંભ થયો ત્યારથી લઈને સ્વતંત્રતા સુધીના સમગયગાળામાં અંગ્રેજોની વિભિન્ન નીતિનું બયાન કરતાં અનેક પુસ્તકો લખાયાં છે. તેમાં

  1. વી. એ. સ્મિથનું "ઑક્સફર્ડ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા'
  2. પી. ઈ. રૉબર્ટ્સનું 'હિસ્ટ્રી ઑફ બ્રિટિશ ઈન્ડિયા'
  3. વોમસન એન્ડ ગેરેટનું “રાઈસ એન્ડ ફુલલિમેન્ટ બ્રિટિશ રૂલ ઈન ઇન્ડિયા'
  4. અગત્યના ગ્રંથો ગણાવી શકાય.

ભારતના બંધારણીય ઈતિહાસને ઉજાગર કરતા ગ્રંથોમાં

  • એ. સી. બેનર્જીકૃત 'ઈન્ડિયન કોન્સ્ટિટયુશનલ ડોક્યુમેન્ટ્સ'
  • એ. બી. કીચનું 'ભારતનો બંધારણીય ઈતિહાસ' અગત્યના ગ્રંથો છે.


  • સ્વતંત્રતાસંગ્રામ દરમિયાનની સાધનસામગ્રી

    → ભારતીય સ્વતંત્રતાસંગ્રામ અને આ સંગ્રામના મહાન નેતાઓ ઉપર પ્રચુર માત્રામાં પુસ્તકો, ગ્રંથો, દસ્તાવેજો, વર્તમાનપત્રો જેવા સ્વરૂપે સાધનસામગ્રી મળે છે.

    દાદાભાઈ નવરોજીના પુસ્તક 'પોવર્ટી ઍન્ડ અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા' તેમજ રોમેશચંદ્ર દત્તના 'ઈકોનોમિક હિસ્ટ્રી ઑફ ઇન્ડિયા' થી તેની શરૂઆત થાય છે.

    → પટ્ટાભી સીતારામૈયાના ગ્રંથ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસ તેમજ ડો. તારાચંદના 'ફ્રીડમ મુવમેન્ટ ઑફ ઇન્ડિયા'ના ગ્રંથો આ ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ છે.

    → આધુનિક ભારતીય ઇતિહાસકારોએ સ્વતંત્રતાસંગ્રામ વિશે (1950 પછી) વિભિન્ન દૃષ્ટિકોણથી ભારતીય સ્વતંત્રતાનો ઈતિહાસ રાષ્ટ્ર સમક્ષ મૂકવો છે.

    → આર. સી. મજમુદારના વડપણ હેઠળ સમગ્ર ભારતનો ઇતિહાસ લગભગ બાર જેટલા ભાગોમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે.

    → સુમીત સરકાર, બિપિનચંદ્ર, રજની પામદત્ત, પંડિત સુંદરલાલ, અમલેનું ગુહા જેવા મોટા ગજાના ઇતિહાસકારોએ સ્વતંત્રતાસંગ્રામ ઉપર મહત્ત્વપૂર્ણ ગ્રંથો લખ્યા છે.

    → રાજા રામમોહનરાયથી લઈને મહાત્મા ગાંધી સુધીના મહાન ભારતીયો વિશે પણ મહત્ત્વપૂર્ણ પુસ્તકો લખાયાં છે.

    નગેન્દ્રનાથ ગુપ્તાનું 'પુસ્તક સેવન લાઈસ' આ ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ ગણી શકાય.

    → મહાત્મા ગાંધીના જીવન અને કવન વિશે કદાચ સૌથી વધારે લખાયું છે. મહાત્મા ગાંધીના પત્રવ્યવહારો અને તેમના વિચારો અંગે લગભગ સો ગ્રંથોમાં નવજીવન પ્રકાશને ‘ગાંધીજીનો અક્ષરદેહ' નામે પ્રકાશન કર્યું છે. ગાંધીજીની આત્મકથા 'સત્યના પ્રયોગો' પણ એટલો જ મહત્ત્વપૂર્ણ ગ્રંથ ગણાવી શકાય મહાદેવભાઈ દેસાઈએ ગાંધીજીની જીવનચર્યાને ચાલીસ જેટલા ભાગોમાં મહાદેવભાઈ ડાયરી શીર્ષક તળે આવરી લીધી છે.

    → ગાંધીજીના જીવન અને કવન પર રોમારોલાં, નારાયણ દેસાઈ, મનુ ગાંધી, જવાહરલાલ નેહરુ, સરદાર પટેલ અને ડૉ. આંબેડકરે પણ મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક ગ્રંથો લખ્યા છે.

    લેપિન્સ અને કોલિયરે 'અડધી રાત્રે આઝાદી' જેવી મહત્ત્વપૂર્ણ ગ્રંથ લખ્યો છે.

    રામચંદ્ર ગુહાએ 'ઈન્ડિયા આફ્ટર ગાંધી' અને બિપિનચંદ્રએ 'સ્વતંત્રતા કે ભાદ કા ભારત' જેવા અગ્નિમ ગ્રંથો લખ્યા છે.




    પ્રાદેશિક ઐતિહાસિક સાધનસામગ્રી

    → ભારતમાં વિભિન્ન પ્રદેશોમાં થયેથી સ્વતંત્રતાસંગ્રામની ચળવળોનો ઈતિહાસ પણ મોટા પ્રમાણમાં લખાયો છે. ગુજરાતમાં આવા ગ્રંથોના ભો. જે. વિદ્યાભવન દ્વારા દસ ગ્રંથોની ગ્રંથયેલી દ્વારા કેટલાક ભાગોમાં બ્રિટિશકાલીન ઇતિહાસ લખાયો છે.

    મગનલાલ વખતચંદે 'ગુજરાત દેશનો ઇતિહાસ' અને 'અમદાવાદનો ઈતિહાસ' લખ્યો છે.

    એલેક્ઝેન્ડર ફાર્બસે 'રાસમાળા'માં ગુજરાતનો ઇતિહાસ આલેખ્યો છે.

    કર્નલ ટોડે 'ટ્રાવેલ્સ ઈન વેસ્ટર્ન ઇન્ડિયા'માં રાજસ્થાન અને ગુજરાતના પ્રયાસવર્ણનની નોંધો કરી છે.

    → જેમ્સ મેકમો, કર્નલ વૉકર જેવા અંગ્રેજોએ પણ કચ્છ અને કાઠિયાવાડ પર વિશિષ્ટ ગ્રંથ લખ્યા છે.

    → જદુનાથ સરકાર અને જી. એસ.સરદેસાઈ નામના મહાન ઈતિહાસકારોએ પણ આધુનિક કાળ વિશે ઠીક-ઠીક લખાણ કર્યું છે.

    → ગાયકવાડી શાસન અને કચ્છ તથા કાઠિયાવાડમાં દેશી રાજ્યો સાથે સંકળાયેલા અનેક ખતપત્રો પણ આ સમયનો ઇતિહાસ પૂરો પાડવામાં મદદરૂપ થાય છે.


    વર્તમાનપત્રો અને સામયિકો

    બ્રિટિશકાલીન ભારતમાં રાષ્ટ્રવાદના પ્રચાર-પ્રસાર અર્થે અને સામાજિક અને ધાર્મિક સુધારણા ક્ષેત્રે અનેક સામવિકો અને વર્તમાનપત્રો પ્રચલિત થયાં હતાં.

    ભારતમાં (1780) જેમ્સ એ. હીકીએ 'બેંગોલ ગેઝેટ' થકી પત્રકારત્વની શરૂઆત કરી.

    → રાજા રામમોહનરાય ભારતીય નવજાગૃતિ અને પત્રકારત્વના પિતા હતા. તેમણે સંવાદ-કૌમુદી જેવાં પત્રોનું સંચાલન કર્યું હતું.

    → સ્વતંત્રતાસંગ્રામ સાથે સંકળાયેલાં વિશિષ્ટ વર્તમાનપત્રો અને સામયિકોમાં સૌથી મહત્ત્વપૂર્ણ ગણાવી શકાય

    1. દાદાભાઈ નવરોજીના 'રાસ્તગૌઠતાર'
    2. મુંબઈના 'મુંબઈ સમાચાર'
    3. કેશવચંદ્ર સેનના 'સુલબ સમાચાર'
    4. લોકમાન્ય તિલકના 'મરાઠા' અને 'કેસરી'
    5. એની બેસન્ટના 'ન્યૂ ઈન્ડિયા' અને 'કોમનવિલ'
    6. બારીન્દ્ર અને અરવિંદ ઘોષના 'યુગાન્તર' અને 'સંધ્યા'
    7. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના 'સોમપ્રકાશ'
    8. સ્વામી વિવેકાનંદના 'પ્રબુદ્ધ ભારત'
    9. મોતીલાલ ઘોષના 'અમૃત બાઝાર પત્રિકા'
    10. મહાત્મા ગાંધીના 'યંગ ઇન્ડિયા' અને 'હરિજન'
    11. ભારતેન્દુ હરિશચંદ્રની ‘પત્રિકા હરિશચંદ્ર' (મેગેઝિન)
    12. મોતીલાલ નેહરુનું 'ઇન્ડિપેન્ડન્ટ્સ'
    13. મૌલાના આઝાદનું 'અલ-હિલાલ'
    14. હિંદુસ્તાન ગંદર પાર્ટીનું 'ગદર'


    સિક્કા

    → બ્રિટિશરોએ ભારતમાં પોતાની સિક્કા પદ્ધતિ અમલી (ઈ.સ. 1834) બનાવી.

    → તે પૂર્વે મુગલ બાદશાહોના સિક્કા જેમાં કામ અને રૂપિયાનો સમાવેશ થાય છે તે પ્રચલિત હતા.

    → કંપની શાસનકાળ દરમિયાન સોનાના ગીની પ્રકારના અને ચાંદી તથા ત્રાંબાના સિક્કા અમલમાં હતા.

    → તાજના શાસનની શરૂઆત (ઈ.સ. 1818) થતાં, રાણી વિક્ટોરિયાની છબીવાળા અને વિક્ટોરિયા ક્વીન લખેલા સિક્કા પ્રચલિત થયા.

    → એડવર્ડ સાતના સિક્કા બોડિયા રાજાના સિક્કા કહેવાતા. જ્યારે રાજા જ્યોર્જ પંચમના સિક્કા તાજ અને શાહી પોશાકવાળા પ્રચલિત બન્યા હતા.

    → ભારતમાં બ્રિટિશ પ્રાંતોમાં બ્રિટિશ સિક્કાનું ચલણ હતું. જ્યારે હિંદનાં દેશી રજવાડાના રાજાઓ પોતાની રીતે સિક્કા બહાર પાડી શકતા.

    → સૌરાષ્ટ્ર, કચ્છ અને વડોદરાના રાજાઓ તથા અન્ય ભારતીય રાજાઓ દેવનાગરી લિપિમાં સિક્કા ચલાવતા.

    → બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ (1757) પોતાના શાસનનો પ્રારંભ કર્યો. બ્રિટિશ સત્તા લગભગ 200 વર્ષ સુધી ભારત પર ચાલતી રહી.



    Post a Comment

    0 Comments