→ વર્ષ 2006માં અમેરિકાના રાષ્ટ્રપતિ શ્રી જ્યોર્જ બુશ દિલ્હી આવ્યા ત્યારે આજના દિવસે ભારત અને અમેરિકા વચ્ચે પરમાણુ ઊર્જા અંગે સમજૂતી કરી હતી. આ સમયે ભારતના તત્કાલીન વડાપ્રધાન શ્રી મનમોહનસિંહ હતા.
→
નોંધનીય છે કે વર્ષ 2005માં તત્કાલીન વડાપ્રધાન શ્રી મનમોહનસિંહ અને અમેરિકાના રાષ્ટ્રપતિ શ્રી જ્યોર્જ બુશે વોશિંગ્ટન ખાતે પરમાણુ સહયોગ અંગે સંયુક્ત નિવેદનમાં સહી કરી હતી.
→
ત્યારબાદ 2 માર્ચ 2006ના દિવસે દિલ્હી ખાતે આ પરમાણુ કરારનું અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. ભારતે તેની સૈન્ય અને નાગરિક પરમાણુ સુવિધાઓને અલગ કરી અને આંતરરાષ્ટ્રીય અણુ ઊર્જા એજન્સી દ્વારા દેખરેખ રાખવા માટે 14 રિએક્ટર રજૂ કર્યા હતા ત્યારબાદ અમેરિકાએ ભારત સાથે પરમાણુ સહયોગ પૂર્ણ કરવા સંમતિ આપી હતી.
→
પરમાણુ ઊર્જા કરારનો ઉલ્લેખ અમેરિકાના ‘પરમાણુ ઊર્જા અધિનિયમ, 1954'ની કલમ-123 હેઠળ કરવામાં આવ્યો છે.
→ આથી પરમાણુ કરારને '123 કરાર' તરીકે પણ ઓળખવામાં
આવે છે.
0 Comments