Ad Code

જ્ઞાનપીઠ એવોર્ડ | Jnanpith Award


જ્ઞાનપીઠ એવોર્ડ


→ જ્ઞાનપીઠ એવોર્ડ એ સાહિત્યના ક્ષેત્રનો દેશનો સર્વોચ્ચ એવોર્ડ છે.

→ આ પુરસ્કારનું નામ સંસ્કૃત શબ્દ 'જ્ઞાન' અને 'પીઠ' પરથી રાખવામાં આવ્યું છે.

→ ઈ.સ. 1965થી ભારતીય જ્ઞાનપીઠ' દ્વારા આ એવોર્ડ દર વર્ષે ભારતની વિવિધ માન્ય પ્રાદેશિક રાજ્ય ભાષાઓમાંથી કોઈ એક ભાષાના સાહિત્યકારને સાહિત્યસર્જન ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરવા બદલ આ રાષ્ટ્રીય એવોર્ડ આપવામાં આવે છે.

→ ઉદ્યોગપતિ શાંતિપ્રસાદ જૈનના સ્મરણાર્થે જૈન સાહ પરિવાર તરફથી આ એવોર્ડ આપવામાં આવે છે.

→ આ એવોર્ડમાં 11 લાખ રૂપિયા ધનરાશિ તથા સરસ્વતીની કાંસાની પ્રતિમા અને પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે.

સૌપ્રથમ ઈ.સ. 1965માં મલયાલમ કાવ્યસંગ્રહ 'ઓડક કઝલ' (વાંસળી) માટે શ્રી જી. શંકર કરૂપને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

→ જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા સૌપ્રથમ મહિલા આશાપૂર્ણા દેવી છે.

Post a Comment

0 Comments