→ તેમણે પ્રોટેસ્ટંટ-ફ્રેન્ચ શાળામાં અભ્યાસ કર્યો હતો.
→ જર્મન એન્જિનિયર. તેમણે આંતરદહન એન્જિનની શોધ કરી અને તેમના નામ પરથી આંતરદહન એન્જિનનું નામ ડીઝલ એન્જિન પડ્યું છે.
→ તેમણે વર્ષ 1885માં પેરિસ ખાતે સૌપ્રથમ શોપ લેબોરેટરીની સ્થાપના કરી હતી.
→ તેમણે ગ્રેજયુએશન પછી વર્ષ 1880માં પેરિસમાં રેફ્રિજરેટર એન્જીનિયર તરીકે નોકરી શરૂ કરી હતી.
→ તેમણે પોતાનું લક્ષ્ય થર્મલ કાર્યક્ષમતા અંગેના સંશોધનથી એમોનિયા વરાળનો ઉપયોગ કરીને વરાળ એન્જિન બનાવવા તરફ રાખ્યું હતું.
→ રૂડોલ્ફ ડીઝલે સૌર-સંચાલિત ઍર એન્જિન સહિતના ઘણા હીટ એન્જિનોની રચના કરી અને વર્ષ 1892માં તેમણે પેટન્ટ માટે અરજી કરી એન્જિન માટે પેટન્ટ મેળવ્યું.
→ તેમણે વર્ષ 1893માં ડીઝલ એન્જિન અનુસંધાન સંબંધિત એક પુસ્તક પ્રકાશિત કર્યું હતું, જેનુ નામ ધ થિયરી એન્ડ કન્સ્ટ્રકશન ઓફ અ રૅશનલ હિટ મોટર (The Theory and Construction of a Rational Heat Motor) હતું.
→ તેમણે વર્ષ 1897માં ડીઝલ એન્જિન એડોલ્ફસ બુસ્સે તેમને આર્થિક મદદ કરી હતી.
→ 1894માં ‘તર્કસંગત ઉષ્મા મોટરનો સિદ્ધાંત અને રચના’ નામનો નિબંધ પ્રકાશિત કર્યો.
→ ઇજનેરી ક્ષેત્રે તેમની શોધ અને સંશોધનોને કારણે જ આજે સમગ્ર વિશ્વને ડીઝલ એન્જિનની સવલત પ્રાપ્ત થઈ છે.
→ 1913માં ઇંગ્લિશ ચૅનલમાં ઇંગ્લૅન્ડ જતી ડ્રેઝડેન આગબોટના ડેક પરથી ખસી પડતાં ખાડીમાં ડૂબી જતાં રૂડોલ્ફ ડીઝલનું અકાળે અવસાન થયું હતું.
→ ઈસ. 1900ના પેરિસ વર્લ્ડ ફેરમાં તેમણે મગફળીના તેલ પર ચાલતા એન્જિનનું પ્રદર્શન કર્યું હતું.
→ ઈ.સ. 1920થી ટ્રકમાં ડીઝલ એન્જિનનો ઉપયોગ થવા લાગ્યો.
→ ટ્રેનમાં પણ ઈ.સ. 1930થી ડીઝલનો ઉપયોગ થવા લાગ્યો અને ઈ.સ. 1939 સુધીમાં દરિયાથી થતા કુલ વેપારમાં 25 ટકા વેપાર ડીઝલના ઉપયોગથી ચાલતો હતો.
0 Comments
Any suggestions, Please comment Below 👇