→
દર વર્ષે મહા મહિનામાં શુકલ પક્ષ પાંચમની તિથિએ વસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે.
→
દેવી સરસ્વતી મહા મહિનામાં શુકલ પક્ષની પાંચમે બ્રહ્માજીના મુખમાંથી પ્રગટ થયા હતાં. આ કારણસર આ દિવસ જ્ઞાન અને બુદ્ધિની દેવી સરસ્વતીના પ્રાગટય દિવસ સ્વરૂપે મનાવવામાં આવે છે. તથા તેના ભાગરૂપે તેમની પૂજા કરવામાં આવે છે. દેવી સરસ્વતીની પૂજાથી વિધા તેમજ લક્ષ્મી પ્રાપ્તિ થાય છે.
→
પૌરાણિક માન્યતાઓ અનુસાર દેવી સરસ્વતી મહા મહિનામાં શુકલ પક્ષની પાંચમે બ્રહ્માજીના મુખમાંથી પ્રગટ થયા હતાં. આ કારણસર આ દિવસ જ્ઞાન અને બુદ્ધિની દેવી સરસ્વતીના પ્રાગટય દિવસ સ્વરૂપે મનાવવામાં આવે છે તથા તેના ભાગરૂપે તેમની પૂજા કરવામાં આવે છે. દેવી સરસ્વતીની પૂજાથી વિધા તેમજ લક્ષ્મી પ્રાપ્તિ થાય છે.
આ દિવસને જ્ઞાનપંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે બાળકને પ્રથમ અક્ષર શીખવાડી વિધારંભ સંસ્કાર કરવામાં આવે છે.
→
વસંત પંચમીના દિવસે પીળા રંગનું વિશેષ મહત્વ હોય છે. વસંત પંચમીનો દિવસ કોઇપણ શુભ કામ માટે પણ ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે.
→
દેવી સરસ્વતીના એક હાથમાં વીણા, બીજા હાથમાં પુસ્તક, ત્રીજા હાથમાં માળા તથા ચોથો હાથ વરમુદ્રામાં હોય છે.
→
દેવી સરસ્વતીનું વાહન હંસ છે. હંસ વાહન હોવા પાછળ પણ એક પૌરાણિક 5 માન્યતા છે. સંસ્કૃતમાં નીર-ક્ષીર વિવેકનો ઉલ્લેખ છે, તેનો અર્થ દૂધનું દૂધ અને પાણીનું પાણી એવો થાય છે.
→
આ ક્ષમતા હંસમાં હોય છે. હંસનો સફેદ રંગ પવિત્રતા અને શાંતિનું પ્રતીક છે. શિક્ષા પ્રાપ્તિ માટે પવિત્રતા રાખવી જરૂરી છે. પવિત્રતાથી શ્રદ્ધા અને એકાગ્રતા આવે છે.
→
શિક્ષાની ઓળખ જ્ઞાન છે. જ્ઞાનથી આપણને યોગ્ય-અયોગ્ય અથવા શુદ્ધ-અશુદ્ધની ઓળખ પ્રાપ્ત થાય છે.
→
હંસ આપણને એ સંદેશ આપે છે કે આપણે પવિત્ર અને શ્રદ્ધાવાન બનીને જ્ઞાન પ્રાપ્ત કરી જીવનને સફળ બનાવવું જોઇએ.
→
વસંત પંચમી વસંત ઋતુના આગમનની સૂચક છે. ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાન કહે છે કે, ઋતુનાં કુસુમાકર અથવા ઋતુઓમાં હું વસંત છું. 6 ઋતુઓમાં વસંત ઋતુ રાજા ગણાય છે કારણ કે આ ઋતુમાં પ્રકૃતિ પોતાના જૂના વસ્ત્રો ત્યજી નવા વસ્ત્રો ધારણ કરે છે.
→
• શિયાળાની ઋતુ બાદ નદીઓના ઉદ્દગમ સ્થળોએ બરફ પીગળવાથી નદીઓની ધારાઓનું નવીનીકરણ થાય છે. વૃક્ષો પાંદડા અને નવી કૂંપળ ધારણ કરે છે. વસંત સાથે જ પક્ષીઓ મીઠું ગાન કરે છે.
0 Comments