→
જન્મ : જન્મ ૪ નવેમ્બર ૧૮૪૫ના રોજ પનવેલ તાલુકાના શિરઢોણ ગામે (હાલ રાયગઢ જિલ્લો) મહારાષ્ટ્રમાં થયો હતો.
→
અવસાન : 17 ફેબ્રુઆરી, 1883
→
તેમના ન્યાયમૂર્તિ રાનડે પ્રેરણા ગુરુ હતાં.
→
તેમણે પૂજારી વિનાયક ભટ્ટ પાસેથી વેદોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.
→
વર્ષ 1857ના સ્વતંત્રતા સંગ્રામથી પ્રભાવિત થઇ તેઓએ ભારતની આઝાદીની લડતમાં ઝંપલાવ્યું હતું.
→
તેઓએ મહાદેવભાઇ ગોવિંદ રાનડેના બે પુસ્તકો મરાઠી સત્તાનો ઉદય અને મરાઠાઓનો ઇતિહાસ વાંચ્યા જેનાથી તેમને રાષ્ટ્રભક્તિનો રંગ ચઢયો હતો.
→
તેમણે મહાશિવરાત્રીના દિવસે મહારાષ્ટ્રની પૂજા કરી પ્રતિજ્ઞા લીધી કે 'હે મહારાષ્ટ્ર ! જ્યાં સુધી હિન્દુસ્તાન આઝાદ નહીં બને ત્યાં સુધી કપાળ પર ચંદન નહીં
લગાડુ અને દાઢી કે માથાના વાળ નહીં ઉતારાવું'.
→ તેમણે મહારાષ્ટ્રના કોળી, ભીલ અને ધાંગડ જાતિના લોકોને એકત્ર કરીને રામોશી નામનું એક સશસ્ત્ર ક્રાંતિકારી સંગઠન ઊભુ કર્યું હતું. આ સંગઠને બ્રિટીશ રાજને ઉખાડી ફેંકવા ધન પ્રાપ્તિ માટે સંપન્ન અંગ્રેજ વ્યવસાયીઓ પર છાપા મારવાનું શરૂ કર્યું હતું.
→ તેઓ શિવાજી મહારાજની જેમ છાપામાર પદ્ધતિથી ધન એકઠું કરતા હતાં.
→ અંગ્રેજ સરકારે તેમને પકડવા માટે બાતમી આપનારને 400 રૂપિયાના ઇનામની જાહેરાત કરી હતી. તેમણે અંગ્રેજ સરકારની જાહેરાત સામે એક જાહેરનામું બહાર પાડ્યું કે મુંબઈના ગવર્નર સિયર્ડ ટેમ્પલનું માથું કાપી મારી સામે લાવનારને હું રૂપિયા 8000 ઇનામ આપીશ.
→
તેઓના સૈન્ય અભિયાન દરમિયાન અંગ્રેજ અધિકારી ડેનિયલે 20 જુલાઇ 1879 ના રોજ તેમની ધરપકડ કરી હતી અને મેજિસ્ટ્રેટ આલ્ફ્રેડ કૈઝરની કોર્ટમાં રજૂ કર્યા હતાં. ત્યાં તેમની વકીલાત ગણેશ વાસુદેવ જોશીએ કરી હતી.
→
તેમણે વર્ષ 1960માં સમાજ સુધારક અને ક્રાંતિકારી લક્ષ્મણ નરહર ઇન્દાપુરકર અને વામન પ્રભાકર સાથે મળીને પુના નેટીવ ઇન્સ્ટિટ્યૂશન (PNI) ની સ્થાપના " કરી હતી જે બાદ મહારાષ્ટ્ર એજ્યુકેશન સોસાયટી(MSE) તરીકે જાણીતી થઇ હતી.
→
ડિસેમ્બર 2007માં ગજેન્દ્ર આહિર દ્વારા તેમના નામની એક મરાઠી ફિલ્મ બનાવવામાં આવી હતી.
→
ભારત સરકારના ટપાલ વિભાગ દ્વારા વર્ષ 1954માં તેમના નામની ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.
0 Comments