Ad Code

સિંહગઢનો કિલ્લો | Sinhagad Fort


સિંહગઢનો કિલ્લો

→ આજે 17 ફેબ્રુઆરી છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો મરાઠા શાસક છત્રપતિ શિવાજીએ વર્ષ 1670 મુઘલના કબજામાં રહેલો સિંહગઢ કિલ્લો (Sinhagad Fort) જીત્યો હતો.

→ સિંહગઢ એ એક પહાડી કિલ્લો છે જે મહારાષ્ટ્રના પુના શહેરથી 30 કિ.મી. દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત છે.

→ છત્રપતિ શિવાજી મહારાજે સિંહગઢનો કિલ્લો મેળવવા માટે કરેલા સંઘર્ષ દરમિયાન શ્રી તાનાજી માલસુરે નામના બહાદુર સેનાપતિ ગુમાવ્યા હતા. તેમના માટે શિવાજીએ ઉદ્દગાર વ્યક્ત કરતા કહ્યું હતું કે “ગઢ આલા, પણ સિંહ ગેલા".

→ આ કિલ્લો પહેલા 'કોડાણા'ના કિલ્લા તરીકે ઓળખાતો હતો. ત્યારબાદ આ કિલ્લાનું નામ શ્રી તાનાજી માલસુરેના બલિદાનને કારણે સિંહગઢ રાખવામાં આવ્યું હતું. .

→ આ કિલ્લામાં બે નોંધપાત્ર દરવાજા છે જેમાં પૂર્વ તરફના દરવાજાને 'પુના દરવાજો' અને પશ્ચિમ તરફના દરવાજાને ‘કલ્યાણ દરવાજો' તરીકે ઓળખવામાં આવે છે.

Post a Comment

0 Comments