→ ભારતમાં દર વર્ષે 13 ફેબ્રુઆરીના રોજ, સ્વતંત્રતા ચળવળમાં મુખ્ય ભૂમિકા ભજવનાર સ્વાતંત્ર્ય સેનાની સરોજિની નાયડુની જન્મજયંતિને રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
→
જન્મ 13 ફેબ્રુઆરી, 1879ના રોજ હૈદરાબાદમાં થયો હતો.
→
તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યુ હતું. આ પછી તે દેશમાં ચાલી રહેલી સ્વતંત્રતા ચળવળમાં જોડાયા અને ઘણી વખત જેલ પણ ગયા.
→
વર્ષ 1925માં કાનપુર ખાતેના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રસના અધિવેશનમાં તેમણે અધ્યક્ષતા કરી હતી.
→
1942માં ભારત છોડો આંદોલન દરમિયાન નાયડુ લગભગ 21 મહિના જેલમાં રહ્યા હતા.
→
ધરાસણા મીઠાના સત્યાગ્રહ દરમિયાન ગાંધીજી અને અન્ય તમામ નેતાઓની ધરપકડ થયા બાદ તેમણે સત્યાગ્રહીઓનું નેતૃત્વ કર્યું હતું.
→
બ્રિટિશ સરકાર સામે ભારતની સ્વતંત્રતા ચળવળમાં અને અન્ય કાર્યો માટે તેમની સક્રિય ભૂમિકાના સન્માન માટે તેમની જન્મજયંતિને દેશમાં રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
→
ભારતમાં પ્લેગના રોગચાળા દરમિયાન લોકોની સેવા કરવા માટે બ્રિટિશ સરકારે “કેસર-એ-હિંદ'નું બિરુદ આપ્યું હતું. જે જલિયાવાલા બાગ હત્યાકાંડના બનાવ બાદ પરત કર્યું હતું.
→
સરોજિની નાયડુ સ્વતંત્રતા ચળવળના રાજકીય કાર્યકર તેમજ કવિ પણ હતા. તેણીને ભરત કોકિલા (ભારતની કોકિલા) કહેવામાં આવે છે. તેઓ દેશના પ્રથમ મહિલા ગવર્નર પણ હતા.
→
દેશની આઝાદી પછી 1947માં તેમને તત્કાલીન ઉત્તર પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા અને તેઓ દેશના પ્રથમ મહિલા રાજ્યપાલ બન્યા.
→
સરોજિની નાયડુ ભારતમાં હિન્દુ-મુસ્લિમ એકતાના પ્રબળ સમર્થક હતા. તથા તેમની કવિતાઓ માટે તેમને 'ભારતની બુલબુલ' તરીકે પણ ઓળખવામાં આવે છે.
→
13 ફેબ્રુઆરી 2014થી તેઓના જન્મજયંતિને રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવાનું શરૂ થયું.
→
ધ ગોલ્ડન થ્રેશોલ્ડ (1905) તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ હતો.
→
આ ઉપરાંત ધ બર્ડ ઓફ ટાઈમ: સોંગ્સ ઓફ લાઈફ, ડેથ એન્ડ ધ સ્પ્રિંગ, ધ બ્રોકન વિંગ, ધ સેપ્ટેડ ફ્લુટ: સોંગ્સ ઓફ ઈન્ડિયા, અલ્હાબાદ: કિતાબિસ્તાન ધ ઈન્ડિયન વીવર્સ વગેરે તેમની મુખ્ય કૃતિઓ છે.
0 Comments