Ad Code

પ્રાઈમરી મૅમરી (Primary Memory)

Primary Memory
મેમરી, સંગ્રહ કરવાના એકમો અને ડેટા-નિરૂપણ

→ મૅમરી કમ્પ્યુટરનો એક ભાગ છે, જેમાં ડેટા અને સૂચનાઓનો સંગ્રહ થાય છે. કમ્પ્યુટર વિવિધ પ્રકારની મેમરી સાથે કાર્ય કરે છે.

→ મેમરીના મુખ્ય બે પ્રકાર છે.

  1. પ્રાઈમરી મેમરી (મુખ્ય મેમરી / મેઈન મેમરી)
  2. સેકન્ડરી મેમરી (ગૌણ મેમરી / ઓક્ઝિલરી મેમરી)
→ ડિજિટલ કમ્યુટરની મેમરીમાં માહિતી દ્વિઅંકી પદ્ધતિનાં અંક (0 અને 1ના સ્વરૂપમાં સંગ્રહવામાં આવે છે. આ બાયનરી ડિજિટ્સને ટૂંકમાં બિટ્સ (bits) કહેવામાં આવે છે.

→ બિટ એ બાયનરી ડિજિટ (અંક) છે, જે 0 અથવા 1 હોય છે.

→ 8 બિટના સમૂહને બાઈટ (byte) કહેવામાં આવે છે.

→ કમ્પ્યુટર મેમરીની સંગ્રહ કરવાની ક્ષમતા કિલો બાઈટ (KB), મેગાબાઈટ (MB) અને ગીગાબાઈટ (GB)માં માપવામાં આવે છે.

કમ્પ્યુટરની મૅમરી સંગ્રહક્ષમતાનાં માપ
  1. 1 bit a single digit, either 1 or 0
  2. 8 bits 1 byte, combination of 1's and O's
  3. 210 Bytes 1024 Bytes 1 KB (kilobyte)
  4. 2 20Bytes 1024 Kilobytes 1 MB (megabyte)
  5. 2 30Bytes 1024 Megabytes 1 GB (gigabyte)
  6. 2 40Bytes 1024 Gigabytes 1 TB (terabyte) કમ્પ્યુટરની મૅમરી સંગ્રહક્ષમતાનાં માપ
    પ્રાઈમરી મૅમરી (Primary Memory)

    → પ્રાઈમરી મૅમરી મેઇન મેમરી તરીકે પણ ઓળખાય છે. તે કમ્યુટરનો એક ભાગ છે, જેમાં કમ્પ્યુટરના પ્રોસેસર વડે ઝડપથી માહિતી મેળવવા માટે ડેટાનો સંગ્રહ થાય છે.

    → પ્રાઈમરી મેમરીમાં ઘણાં મોટા પ્રમાણમાં સેલ હોય છે.

    → દરેક સેલ (cell) એક નંબર વડે ઓળખવામાં આવે છે, જેને સૅલનું એડ્રેસ કહેવામાં આવે છે.

    → દરેક સેલમાં ડેટાનો સંગ્રહ થાય છે. જ્યારે ડેટાની જરૂર પડે છે, ત્યારે તે ડેટા પાછો મેળવવા માટે સેલ-એડ્રેસનો ઉપયોગ કરવામાં આવે છે.

    → પ્રાઈમરી મેમરી એવી વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હોય છે કે ડેટાનો સેલમાં સંગ્રહ કરવા અથવા તેની પુનઃપ્રાપ્તિ માટેના સમયને સેલના એડ્રેસ સાથે કોઈ સંબંધ નથી. એટલે કે, મેમરીનું કોઈ પણ સ્થાન યાદચ્છિક રીતે (randomly) પસંદ કરી શકાય છે. આ મેમરી રેન્ડમ ઍક્સેસ મેમરી (Random Access Memory - RAM) કહેવાય છે.

    → આ સિવાય યાદચ્છિક (random) ન હોય તેવી પણ ડેટા મેળવવાની અન્ય રીત હોય છે.

    → દા.ત., ક્રમ અનુસાર મેળવવાની રીત, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ (FIFO) રીત અને લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ (LIFO)

    ક્રમ અનુસાર મેળવવાની રીત (સિક્વન્શિયલ ઍક્સેસ મેથડ)માં એક લાંબી સ્ટ્રિંગ (string)માં ડેટા ક્રમશઃ અથવા અનુક્રમ મુજબ (serially or sequentially) સંગ્રહ કરવામાં આવે છે.

    → જ્યારે તમે તે સ્ટ્રિંગનો અમુક ભાગ પુનઃપ્રાપ્ત કરવા ઈચ્છો ત્યારે તમારે તે સ્ટ્રિંગના આગળના ભાગમાંથી પસાર થવું પડે છે. જે રીતે ઑડિયો ટેપમાં જો તમે ત્રીજું ગીત સાંભળવા ઇચ્છતા હો તો તમારે પહેલાં બે ગીત આગળ જવા દેવાં પડે છે.

    FIFO એ એક હરોળની જેમ છે, જેમાં પહેલા દાખલ થયેલાનો વારો પહેલા આવે છે અને અંતિમનો નંબર પણ અંતિમ જ રહે છે.

    LIFOને કાગળની એક થપ્પી સાથે સરખાવી શકાય. જે કાગળને તમે તે થપ્પીમાં છેલ્લે મૂકો તે સૌપ્રથમ બહાર આવે છે.

    → મૂળભૂત રીતે RAM બે પ્રકારની હોય છે. એક સ્ટેટિક (static) અને બીજી ડાયનેમિક (dynamic)

    → ડાયનેમિક રૅમ (DRAM)ને દર સેકન્ડે હજારો વખત ફરીથી તાજી કરવી પડે છે (refreshed), સ્ટેટિક રૅમ (SRAM)ને બીજી વખત તાજી કરવી પડતી નથી, જેના કારણે તે ઝડપી છે પણ ડાયનેમિક રેમ કરતાં વધારે મોંઘી છે. આ બંને પ્રકારની RAM અસ્થાયી (volatile) પ્રકારની છે, એટલે કે જ્યારે વીજળી બંધ કરવામાં આવે, ત્યારે તેમાં રહેલી માહિતીનો નાશ થાય છે.

    → કમ્પ્યુટરમાં ફક્ત વાંચી શકાય તે પ્રકારની મૅમરી રોમ (રીડ ઓન્લિ મૅમરી - ROM) પણ હોય છે, જે ડેટા અને સૂચનાઓને કાયમી રાખવા માટે વપરાય છે.

    ROMમાંથી ડેટા ફક્ત વાંચી શકાય છે.

    → RAMથી અલગ ROMમાં રહેલી મૅમરી, સંગ્રહ કરવાના એકમો અને ડેટા-નિરૂપણ માહિતી કમ્પ્યુટર બંધ કરવામાં આવે તે પછી પણ જળવાઈ રહે છે, આ રીતે તે RAM કરતાં અલગ પડે છે.

    બુટ પ્રોગ્રામ્સ (જે કમ્પ્યુટર સિસ્ટમ ચાલુ કરે છે), પ્રિન્ટર ડ્રાઇવરની ફાઇલ્સ અને ફોન્ટ્સ જેવી અગત્યની સૂચનાઓ (પ્રોગ્રામ્સ)ને કમ્પ્યુટરમાં સંગ્રહ કરવા માટે ROM એ આદર્શ મેમરી છે.

    → ROMનો એક પ્રકાર એ પ્રોગ્રામેબલ રીડ ઓલિ મૅમરી (Programmable Read Only Memory - PROM) છે.

    → પ્રોમની ખાલી ચીપ બનાવવામાં આવે છે જેના પર ડેટા/પ્રોગ્રામ એક વિશિષ્ટ એકમ વડે લખવામાં આવે છે, જેને પ્રોમરાઈટર કહેવામાં આવે છે.

    → અન્ય એક ખાસ પ્રકારની પ્રોમ છે, જેને ઇરેઝેબલ પ્રોમ (Erasable PROM - EPROM) કહેવામાં આવે છે. આ EPROM ઉપર લખેલી વિગતને અલ્ટ્રાવાયોલેટ લાઈટમાં ખુલ્લી રાખવાથી તેને ભૂંસી શકાય છે.

    → પ્રોમ ઉપરની વિગત ભૂંસવા માટે અલ્ટ્રાવાયોલેટ લાઈટને બદલે જ્યારે ઇલેક્ટ્રિક સિગ્નલનો ઉપયોગ થાય છે, ત્યારે આ પ્રકારની મેમરી ઇલેક્ટ્રિકલી ઈરેઝેબલ પ્રોમ (Electrically Eresable PROM - EEPROM) કહેવામાં આવે છે.

    → USB પેનડ્રાઈવ, સેલ્યુલર ફોન (મોબાઈલ ફોનમાં મૅમરીકાર્ડ), ડિજિટલ કેમેરા, સુવાહ્ય MP3 પ્લેયર અને માઈક્રો SD કાર્ડ વગેરેના ઉત્પાદનમાં EEPROM ખૂબ ઉપયોગી છે.

    → ફક્ત વાંચી જ શકાય તે પ્રકારની મેમરી (ROM)નો ખ્યાલ ફર્મવેર (firmware) તૈયાર કરવા માટે ઉપયોગમાં લઈ શકાય છે.

    → ફર્મવેર એ હાર્ડવેર ઉપર સૉફ્ટવેરની સૂચનાઓનું સંકલન કરેલી યુટિલિટી (utility) છે.

    ફર્મવેરને એક સ્થાયી પ્રકારની મેમરી જેમકે ROM, EPROM અથવા ફ્લેશ મૅમરી ઉપર સંગ્રહવામાં આવે છે.

    → હાર્ડવેરનું ઉત્પાદન કરતી કંપની આ પ્રકારના ફર્મવેર બનાવે છે અને હાર્ડવેરની ખરીદી સાથે મફત આપવામાં આવે છે. અન્ય વિકલ્પમાં આવા ફર્મવેર કંપનીના ઓનલાઈન સ્ટોર અથવા વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરવામાં આવે છે.

    → જ્યારે-જ્યારે તમે હાર્ડવેરમાં કોઈ ફેરફાર કરો, ત્યારે ઘણી વખત ફર્મવેરને અપડેટ કરવું પડે છે (સુધારવું પડે છે).

    → મોબાઇલ ફર્મવેર કે જે કેબલ, કમ્પ્યૂટર અને થર્ડપાર્ટી સૉફ્ટવેરથી કાર્યને મુક્ત (સ્વતંત્ર) બનાવે છે, તે ફર્મવેર અપડેટ કરવા અનેક મોબાઇલ ફોન ફર્મવેર ઓવર ધી ઍર (Firmware Over the Air FOTA) નો ઉપયોગ કરે છે.

    → સંગ્રહ કરવા માટેની એક ખાસ પ્રકારની અતિઝડપી રચના હોય છે, જેને કેશમેમરી (cache-memory) કહેવામાં આવે છે.

    → વારંવાર માહિતી મેળવવા માટે કમ્પ્યુટરના સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટની અંદર કેશમૅમરી હોય છે, જે અને અતિશય ઝડપી છે. આ મૅમરીનો ઉદેશ કમ્પ્યુટરના પ્રોસેસરની ઝડપ વધારવાનો છે. જ્યારે પ્રોસેસરને લખવાની ક્રિયા કરવાની જરૂર પડે છે, ત્યારે તે પ્રથમ કેશમૅમરીમાં તપાસ કરે છે.



Post a Comment

0 Comments