→ બીડી બનાવવા માટેની બીડી પત્તી તૈયાર કરવા માટે શરૂઆતમાં વાંસની લાકડીથી ટીપીને અને વાંસના ચાળણાનો ઉપયોગ કરીને ચાળણ તૈયાર કરવામાં આવતું હતું. ત્યાર પછી વાંસના ચાળણાની જગ્યાએ લોખંડની જુદી જુદી છિદ્રવાળી જાળીનો ઉપયોગ શરૂ થયો.
→ બીડી–તમાકુનો જથ્થો વધવાની સાથે વાંસની લાકડીથી પત્તી તૈયાર કરવાની જગ્યાએ ચિખોદ્રા(તા. આણંદ, જિ. ખેડા)ના વતની મગનભાઈ બેચરભાઈ પટેલે, મેસર્સ ચરોતર આયર્ન ફૅક્ટરીના માલિક જયંતીભાઈ પંચાલ સાથે પરામર્શ કરી તમાકુની પત્તી તૈયાર કરવા માટેની મશીનરી વિકસાવી.
→ ગુજરાતમાં તમાકુ પકવતા ખેડા અને વડોદરા જિલ્લાઓમાં ગામડે ગામડે પત્તી તૈયાર કરવાની ખળીઓ આવેલી છે.
→ મેસર્સ સારડાએ, નિપાણી (જિ. બેલગામ, કર્ણાટક રાજ્ય) ખાતે 1979માં અને વિઠ્ઠલ ઉદ્યોગનગર (ગુજરાત) ખાતે 1984માં બીડીતમાકુનું ચાળણ તૈયાર કરવાનાં સ્વયંસંચાલિત મશીન બેસાડ્યાં છે.
→ બીડી બનાવવા માટેનાં અગત્યનાં અંગ એટલે બીડી પત્તી અને ટીમરુપાન. આ પાન 1902ની સાલમાં મેસર્સ મોહનલાલ હરગોવિંદદાસે બીડી બનાવવાના ઉપયોગમાં લીધાં.
→ આ પહેલાં બીડી બનાવવા માટે આસીતરીનાં પાનનો ઉપયોગ થતો હતો.
→ ધ બૉમ્બે ગેઝેટ(1879)માં બીડી બનાવવાની પ્રથમ નોંધ જોવા મળે છે.
→ ટીમરુ પાન જંગલમાંથી એકત્ર કરવામાં આવે છે, જે મુખ્યત્વે મધ્યપ્રદેશ, ઓરિસા, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, બિહાર, ઉત્તરપ્રદેશ અને ગુજરાતનાં જંગલોમાં થાય છે. તેમાંથી લગભગ 65 % મધ્યપ્રદેશનાં જંગલો પૂરાં પાડે છે. ઓરિસાના સંબલપુર વિસ્તારમાં ટીમરુ-પાન ઊંચી ગુણવત્તાવાળાં હોય છે. દર વર્ષે આશરે 60 હજાર કરોડ કિલોગ્રામ ટીમરુ-પાન બીડી બનાવવા માટે વપરાય છે. તે બીડીના કુલ ઉત્પાદન ખર્ચના 25 % થાય છે.
→ બીડી બનાવવા માટે પ્રથમ સડકારી મંડળીની સ્થાપના વર્ષ 1969માં કેરળમાં કરવામાં આવી હતી.
→ ગુજરાતમાં બીડી બનાવવા માટેની સડકારી મંડળીની સ્થાપના વર્ષ 1985માં થઈ હતી.
→ બીડી ઓછી નુકસાનકારક બનાવવા માટે બીડી-તમાકુ સંશોધન કેન્દ્ર, ગુજરાત કૃષિ યુનિવર્સિટી, આણંદે વિવિધ રીતો વિકસાવી છે, જેવી કે બીડીને ટાંકણી વડે દોરા નજીક બે કાણાં પાડવાથી સ્વાસ્થ્યને નુકસાન કરનાર ઘટકોના પ્રમાણમાં આશરે 30 % ઘટાડો કરી શકાય છે. બીડીમાં સુગંધિત રૂનું પૂમડું મૂકવાથી નુકસાનકારક ઘટકોના પ્રમાણમાં આશરે 60 % જેટલો ઘટાડો કરી શકાય છે.
0 Comments
Any suggestions, Please comment Below 👇