Ad Code

Responsive Advertisement

કલ્પસર-ભાડભૂત યોજના | Kalpsar - Bhadbhut Yojana


કલ્પસર-ભાડભૂત યોજના

→ ગુજરાત રાજ્યના ખંભાતના અખાતના બંને કિનારાઓને જોડતા એક ડેમનું નિર્માણ કરી એક મોટા જળાશય બનાવી તેના થકી ભરતી વીજ ઉત્પાદન, જળવિધુત, સિંચાઈ, ઔધોગિક અને પીવા માટે શુદ્ધ પાણીની વ્યવસ્થા કરતી યોજના એટલે કલ્પસર યોજના.

→ ભાડભૂત બેરેજ (આડબંધ) નર્મદા નદી પર ગુજરાતના ભરૂચ જિલ્લાના ભાડભૂત ગામ નજીક નિર્માણાધીન આડબંધ છે.

→ દરિયાઈ ભરતી દરમિયાન નર્મદા નદીના પટમાં ખારું પાણી પ્રવેશતા અટકાવવા માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે.

→ આ યોજના અંતર્ગત નર્મદા નદી પર બેરેજ બનાવવામાં આવશે. આ બેરેજ દ્વારા 60 કરોડ ઘન મીટર પાણીનો સંગ્રહ થશે.

→ આ પાણીનો પીવા માટે તેમજ સિંચાઈ અને ઉદ્યોગ માટે ઉપયોગ કરવામાં આવશે.

→ અહીં 6 માર્ગી બ્રિજ બનવાથી હજીરા-સુરત-ઓલપાડ-દહેજ વિસ્તારમાં પરિવહનના નવા આયામો ઊભા થશે.

→ આ યોજનાનું મુખ્ય પાસું જોઈએ તો, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતા ડેમ થકી ગુજરાતના આ બે અગત્યના વિસ્તારોને નજીક લાવી દેવાનો છે તથા જળાશયના પાણીને ગુજરાતના ખૂણે ખૂણા સુધી પહોચાડવાનો છે.


→ સિંચાઈના પાણીના ઉદવહન માટે પવન/સૌર ઊર્જાનો ઉપયોગ કરવાનું આયોજન છે. તથા મીઠા પાણીમાં માછલા ઉદ્યોગને વેગ આપવાનો છે.

→ નર્મદા, ઢાઢર, મહી, સાબરમતી અને સૌરાષ્ટ્રની નદીઓના મીઠા પાણી ખંભાતના અખાતમાં ઠલવાતા 10,000 મિલિયન ઘનમીટરથી વધુ પાણીનો સંગ્રહ કરવો અને તેનો ઉપયોગ નહેર દ્વારા સૌરાષ્ટ્ર વિસ્તારમાં સિંચાઈ, ઉદ્યોગ અને પીવાના પાણી માટેનું આયોજન કરવું.

→ વર્ષ 1988-89માં નેધરલેન્ડની કંપની મે. હાસ્કોનિંગ દ્વારા બંધના જુદા–જુદા વિકલ્પો સાથેનો ખંભાતના અખાતના વિકાસની પરિયોજનાનો અહેવાલ તૈયાર કરવામાં આવ્યો.

→ વર્ષ ૧૯૯૯માં યોજનાને મંજૂરી આપ્યા બાદ સૂચિત છ વિશિષ્ટ અભ્યાસોના તારણમાં યોજનાની તાંત્રિક શક્યતા દર્શાવામાં આવી હતી. સાથોસાથ કેટલાક અગત્યના તાંત્રિક તેમજ આર્થિક પાસાઓ અંગે વધુ અભ્યાસો કરવા સૂચન કરી. આ અભ્યાસોમાં શક્યતાદર્શી અહેવાલ તૈયાર કરતી વખતે સૂચવેલ ગંભીર બાબતો.

  1. ટાઈડલ પાવર પ્લાન્ટનું ઈકોનોમિકલ ઇવેલ્યુશન
  2. પથરેખા પર આવતા જીઓલોજીકલ ફોલ્ટસ
  3. નર્મદા નદીના મુખનો નબળો પાયો.
  4. લુહારા પોઈન્ટ આગળનું ધોવાણ
  5. પાયાનું બે મીટર જેટલું સેટલમેન્ટ
  6. ટાઈડલ બેઝીનમાંથી મીઠાપાણીના સરોવરમાં લીકેજ





ભરતીજ્ન્ય વિધુતને યોજનાથી અલગ કરાયાના મુખ્ય મુદ્દાઓ

→ ભરતીજન્ય વિધુત પ્રમાણે યોજના હાથ ધરાતા ભાવનગર તરફ ખરા પાણી નું સરોવર બનતા ત્યાંના વિસ્તારની જમીન કાયમી ધોરણે બગડશે.

→ વિશ્વમાં કોઈપણ જગ્યાએ મીઠા અને ખારા પાણીના સરોવરોનું અડોઅડ આયોજન થયુ નથી કારણકે, મીઠા અને ખારા પાણીના સરોવરોને અડોઅડ બનાવવા ઈજનેરી દ્રષ્ટિએ ખુબ જ અટપટું કાર્ય છે વળી આ પ્રકારના આયોજનથી મીઠા પાણીના સરોવરનું અસ્તિત્વ જોખમાવાની શક્યતા પૂરેપૂરી છે.

→ આ યોજના અંગેના આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોના બનેલા સલાહકાર જૂથે મર્યાદા ડાયવર્ઝન નહેર તથા ભાડભૂત પાસે બેરેજ સહિત ભાવનગર–દહેજ બંધ પથરેખા માટે વધુ તાંત્રિક અને અન્ય સંલગ્ન અભ્યાસો કરવા તથા ભરતીજન્ય ઊર્જા ઘટકને યોજનાથી અલગ કરવા અને બંદરોને હેઠવાસમાં લઈ જવા ભલામણ કરેલ. જેને સપ્ટેમ્બર-2009માં ગુજરાત સરકારે સ્વીકૃતિ આપી.

→ રાજ્યમાં મોટા બંધો બાંધી શકાય તેવાં કોઈ યોગ્ય સ્થળ હવે ઉપલબ્ધ ન હોઈ, “ખંભાતના અખાતની વિકાસ યોજના (કલ્પસર)" એ 10,500 મિલિયન ઘનમીટર મીઠા પાણીના સંગ્રહ માટેનો એક માત્ર ઉપલબ્ધ વિકલ્પ છે.

જળાશયને મળતી નદીઓ

→ સાબરમતી, મહી, ઢાંઢર, નર્મદા (ડાયવર્ઝન નહેર દ્વારા), લીંબડી ભાગવો, વઢવાણ ભાગવો, સુખભાદર, ઉતાવળી, કેરી, બાગડ.



Post a Comment

0 Comments